//ચેમ્બરનાં વેબિનારમાં ESIC Dy. Dir. મનોજ કુમારે બેરોજગારી લાભો વિશે માર્ગદર્શન આપ્યું

ચેમ્બરનાં વેબિનારમાં ESIC Dy. Dir. મનોજ કુમારે બેરોજગારી લાભો વિશે માર્ગદર્શન આપ્યું

Share

 2,039 total views,  4 views today

સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા નવા ચાર મજુર કોડ ઉપર નોલેજ સિરીજનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે બીજા દિવસે ગુરૂવારે, તા. પ નવેમ્બર ર૦ર૦ના રોજ‘એમ્પ્લોઇમેન્ટ બેનીફીટ્‌સ અન્ડર એબીવીકેવાય અને આરજીએસકેવાય’ વિષય ઉપર વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નિષ્ણાંત વક્‌તા તરીકે ઇએસઆઇ, સુરતના ડેપ્યુટી ડાયરેક્‌ટર મનોજ કુમારે ઇએસઆઇસી હેઠળના બેરોજગારી લાભો વિશે અગત્યનું માર્ગદર્શન આપ્યું હતું.

મનોજ કુમારે ઇએસઆઇ સ્કીમ હેઠળની અટલ બીમિત વ્યક્તિ કલ્યાણ યોજના હેઠળ લોકડાઉન પછી થયેલ સુધારાઓ અંગે શ્રોતાઓને અગત્યની સમજણ આપી હતી. જેમાં બેરોજગાર કામદારને નેવું દિવસની પગાર ચુકવણી જીવનમાં એકવાર કરવામાં આવશે. આ સ્કીમ પહેલી જુલાઈ–ર૦ર૦થી ૩૦ જૂન ર૦ર૧ સુધી લંબાવવામા આવી છે. બેરોજગારી ભથ્થા મેળવવાની પાત્રતા માટે ઇએસઆઇ મેમ્બેરોએ છેલ્લાં બે વર્ષમાં ઇએસઆઇનો ફાળો જમા કરાવેલો હોવું ફરજીયાત છે. સાથે સાથે રાજીવ ગાંધી શ્રમિક કલ્યાણ યોજના હેઠળ પહેલાં વર્ષ માટે પ૦ ટકા અને બીજા વર્ષ માટે રપ ટકા બેરોજગારી લાભો લેવા પણ આગ્રહ કર્યો હતો.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, એબીવીકેવાય સ્કીમની અરજી કામદારોએ ડાયરેક્‌ટ ઓનલાઈન કરવાની રહેશે. કામદારોએ ઓનલાઈન અરજી ઇએસઆઇ વેબસાઈટ ઉપર કરી એફીડીવીટ, આધાર કાર્ડ અને બેંકની વિગત નજીકની બ્રાંચ ઓફીસમાં જાતે અથવા પોસ્ટ મારફતે જમા કરાવવાની રહેશે. જે પછી બ્રાંચ મેનેજર દ્વારા જે તે સંસ્થાની મુલાકાત લઇ કામદારના બેરોજગારીના પુરાવા મેળવી લાભાર્થીને દિન– ૧પમાં બેરોજગારી ભથ્થું બેંકમાં જમા કરવામાં આવશે. તેમણે ચેમ્બરના માધ્યમથી તમામ ઇએસઆઇ હેઠળ આવતી સંસ્થાઓને સદર બેરોજગારી લાભો મેળવવા આગ્રહ કર્યો હતો. ઉપરોક્ત સિવાય પણ ઇએસઆઇ મેડીકલ બેનીફીટમાં આવતી અડચણો વિશેના સવાલોનો તેમણે સંતોષકારક જવાબ આપ્યો હતો અને ઇએસઆઇ સ્કીમ માર્ચ/ર૦ર૦ સુધી ભરૂચથી ઉમરગામ સુધીના તમામ જિલ્લાઓની સંસ્થાઓને લાગુ પડવા જઇ રહી છે તે અંગે માહિતગાર કરાયા હતા.

વેબિનારમાં ચેમ્બરના માનદ્‌ મંત્રી નિખિલ મદ્રાસીએ સ્વાગત પ્રવચન કર્યું હતું. જ્યારે ચેમ્બરની લેબર લો કમિટીના ચેરમેન અને સવાણી ઇન્સ્ટીટયુટ ઓફ લેબર લોજ એન્ડ સ્કીલ ડેવલપમેન્ટના ફાઉન્ડર સોહેલ સવાણીએ સમગ્ર વેબિનારનું સંચાલન કર્યું હતું.