//MANTRA(મંત્રા)ની ૪૦મી વાર્ષિક સભામાં કોરોનાની કાપડ ઉદ્યોગ પર અસરોની ચર્ચા સાથે વાર્ષિક સરવૈયું રજૂ થયું

MANTRA(મંત્રા)ની ૪૦મી વાર્ષિક સભામાં કોરોનાની કાપડ ઉદ્યોગ પર અસરોની ચર્ચા સાથે વાર્ષિક સરવૈયું રજૂ થયું

Share

 1,921 total views,  2 views today


(પ્રતિનિધી દ્વારા) સુરત, મેનમેડ ટેક્સટાઈલ રિસર્ચ એસોસીએશન(મંત્રા)ની 40મી વાર્ષિક સાધારણ સભા જાણીતા ઉદ્યાેગપતિ અને સંસ્થાનાં પ્રમુખ રજનીકાંત બચકાનીવાલાની અધ્યક્ષતામાં યોજાઈ હતી. સભામાં કોરોના મહામારીના કારણે કાપડ ઉદ્યોગ પર થયેલી અસરો વિશે વિસ્તૃત ચર્ચા કરવા સાથે જ મંત્રા નું વાર્ષિક સરવૈયું સભાસદો સમક્ષ રજૂ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંસ્થાનાં વાઈસ પ્રેસીડેન્ટ જયવદનભાઈ બાેડાવાલા, મા. સેક્રેટરી પ્રફુલભાઈ ગાંધી તથા મા. જાેઈંટ સેક્રેટરી નરેન્દ્રભાઈ આરીવાલા હાજર રહ્યાં હતાં.
મંત્રા ખાતે યોજાયેલ સામાન્ય સભામાં પ્રમુખ રજનીકાંત બચકાનીવાલાએ હાજર સભ્યો તથા ઉપસ્થિત મહેમાનોને આવકાર્યા હતા. ત્યારબાદ પ્રેસિડેન્ટશ્રીએ ગત વર્ષ દરમ્યાનની મંત્રાની પ્રવુત્તિ તેમજ હાલમાં ચાલતા અને પૂર્ણ થયેલ રિસર્ચ પ્રોજેકટ અને મંત્રા દ્વારા સંચાલિત સેન્ટરોની વિસ્તૃત માહિતી સાથે ગત નાણાકીય વર્ષના મંત્રાના નફા-નુકશાન તેમજ પાકા સરવૈયાની વિગતો પણ ઉપસ્થિત સભ્યો સમક્ષ રજૂ કરેલ હતી અને હિસાબો સર્વાનુમતે મંજૂર કરવામાં આવેલ હતા.
આ ઉપરાંત પ્રેસિડેન્ટે હાલમાં વૈશ્વિક મહામારી કોરોનાના કારણે ટેક્સટાઇલ ઇંન્ડસ્ટ્રીઝ પર થયેલ અસર તેમજ તે કેવી રીતે વહેલા માં વહેલી રીતે બહાર આવે તે વિષે પણ ચર્ચા કરી હતી.
સભામાં વર્ષ ૨૦૨૦-૨૧ માટેના મંત્રાના કાઉન્સીલ ઓફ મેનેજમેંટના સભ્યોની નિમણૂક કરવામાં આવી હતી અને તેમાથી મંત્રાની અલગ અલગ કેટેગરીના સભ્યોની નિમણૂક અંગે માહિતીગાર કરી બધા નિમણૂક થયેલ સભ્યોને અભિનંદન પાઠવ્યા હતા. ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ માટે મંત્રાના ઓડિટર તરીકે નટવરલાલ વેપારી એન્ડ કંપનીની નિમણૂંક કરવામાં આવી હતી.
પ્રેસિડેન્ટે ચાલુ વર્ષમાં મંત્રા સહિત ભારતના તમામ ટેક્સટાઇલ રિસર્ચ એસોસિએશન (TRA)નું સરકાર દ્વારા સ્ટેટસ બદલવામાં આવ્યું હતું તેના વિષે પણ સભ્યોને જણાવ્યુ હતું.
અંતમાં પ્રેસિડેન્ટે હાજર સભ્યોનો આભાર માની ટેક્સટાઇલ પ્રવૃતીને વેગ મળે એવી શુભેશ્છા સહ મિટિંગની પૂર્ણાહુતિ કરી હતી.