//કેન્દ્ર સરકાર ટફ અને સોલાર પાવર સબસિડી સમયસર આપે તથા એક્ષ્પોર્ટમાં ૩૦ ટકા ઇન્સેન્ટીવ આપે તો પાવરલુમ્સનું ભવિષ્ય હજી ઉજળું થશે: ભરત ગાંધી

કેન્દ્ર સરકાર ટફ અને સોલાર પાવર સબસિડી સમયસર આપે તથા એક્ષ્પોર્ટમાં ૩૦ ટકા ઇન્સેન્ટીવ આપે તો પાવરલુમ્સનું ભવિષ્ય હજી ઉજળું થશે: ભરત ગાંધી

Share

 2,329 total views,  4 views today

ચેમ્બરના જીએફઆરઆરસી દ્વારા ‘પાવર લુમ વિવિંગ ઇન્ડસ્ટ્રીની વર્તમાન સ્થિતિ અને ભવિષ્ય’તથા ‘ફોરકાસ્ટીંગ ઓફ ટેક્ષ્ટાઇલ બિઝનેસ ઇન પોલિસ્ટર ફોર અપકમિંગ ફેસ્ટીવ સિઝન’ વિષય ઉપર વેબિનાર યોજાયો

સુરત, ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના ગ્લોબલ ફેબ્રિક રિસોર્સ એન્ડ રિસર્ચ સેન્ટર દ્વારા ‘જીએફઆરઆરસી ટેક્ષ્ટાઇલ પર્વ– ફયૂચર ફોરકાસ્ટીંગ ર૦ર૧’ની ઉજવણીના ભાગ રૂપે વેબિનાર યોજાયો હતો. જેમાં ફિયાસ્વીના ચેરમેન તેમજ ચેમ્બરના ભૂતપૂર્વ પ્રમુખ ભરત ગાંધીએ ‘પાવર લુમ વિવિંગ ઇન્ડસ્ટ્રીની વર્તમાન સ્થિતિ અને ભવિષ્ય’ વિશે તથા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના જે. રઘુનાથે ‘ફોરકાસ્ટીંગ ઓફ ટેક્ષ્ટાઇલ બિઝનેસ ઇન પોલિસ્ટર ફોર અપકમિંગ ફેસ્ટીવ સિઝન’ વિશે મહત્વનું માર્ગદર્શન આપ્યું હતું.

ભારતમાં રપ લાખ પાવર લુમ્સ છે. જેમાંથી પ લાખ પાવર લુમ્સ સુરતમાં છે. પાવર લુમ્સ, પ્રોસેસ હાઉસ, એમ્બ્રોઇડરી મશીન વિગેરે મળીને ૧પ લાખ લોકોને રોજીરોટી મળે છે. પાવર લુમ્સ ઇન્ડસ્ટ્રીમાં વર્ષ ર૦રપ સુધી પથી ૬ ટકા ગ્રોથ જળવાઇ રહેશે તેમ મને લાગે છે. પ્રીપરેટરી સારી હશે એટલે કે વાઇન્ડીંગ, વોર્પિંગ, બોબીંગ મશીન તથા લુમ્સની અંદર વોર્પ સ્ટોપ અને વેફ્‌ટ સ્ટોપ મોશન હશે તો ડિફેક્‌ટલેસ કાપડ બનશે. દુપટ્ટા સાડીમાં બોર્ડર જોઇશે તો તે પણ પાવર લુમ્સમાં જ બની શકે છે. ટેક્‌નીકલ ટેક્ષ્ટાઇલમાં પેરાશુટ, માસ્ક વિગેરે બની શકશે અને પાવર લુમ્સનું કાપડ, ઝારા અને મેંગો જેવી બ્રાન્ડ પણ સોર્સિંગ કરે છેઃ ભરત ગાંધી

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર ટફ અને સોલાર પાવરમાં સબસિડી સમયસર આપે તથા એક્ષ્પોર્ટમાં ૩૦ ટકા ઇન્સેન્ટીવ આપે તો પાવર લુમ્સનું ભવિષ્ય હજી ઉજળું થઇ જશે. જાપાન, વિયેતનામ અને ચાઇનામાં આજે પણ પાવર લુમ્સ ચાલી રહયાં છે. પાવર લુમ્સમાં નોલેજ ડેવલપમેન્ટ, પ્રોડકટ ડેવલપમેન્ટ અને ટેક્‌નોલોજી સર્વિસ ઉભી કરવી જોઇએ. ઓછી મુડીમાં પાવર લુમ્સ નાયલોન, વિસ્કોસ, બેમ્બર્ગ, પોલીસ્ટર અને પ્યોર સિલ્ક જેવું કાપડ વણી શકે છે. પાવર લુમ્સ નાના ઉદ્યોગ સાહસિકો માટે પણ અનુકુળ છે. પાવર લુમ્સમાંથી કમાયેલા રૂપિયા ટેક્‌નોલોજી અપગ્રેડેશનમાં નાંખી હાઇ ટેકનોલોજીવાળા લુમ્સ નાંખવામાં આવશે તો આઝાદી પહેલાનું ભારત પાવર લુમ્સમાં આવી જશે.

જે. રઘુનાથે જણાવ્યું હતું કે, ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રી માટે માર્કેટ ખૂબ જ સારુ રહેનાર છે. વરસાદ સારો થયો છે એ ખૂબ જ સારા સંકેત છે. ભીવંડી, ઇચ્છલકરંજી, તારાપુર, માલેગાંવ વિગેરે માર્કેટ ખૂબ જ મોટા છે. ઉત્તરપ્રદેશમાં ભીલવાડા, વારાણસી, ગોરખપુર માર્કેટની એફિશીયન્સી ૬૦ ટકાથી વધારે છે. આ તમામ જગ્યાએ ૬૦ ટકાથી વધુ પાવર લુમ્સ ચાલુ થઇ ગયા છે. સુરતમાં ૮૦ ટકા પાવર લુમ્સ ચાલુ થઇ ગયા છે અને હજી ર૦ ટકા કામગીરી વધારવાની જરૂર મને લાગે છે. તેમણે કહયું કે, દક્ષિણ ગુજરાતમાં નીટિંગ મશીનોમાં રોકાણ ખૂબ જ સારી બાબત છે. એનાથી કવોલિટીવાળું ફેબ્રિક બને છે, જેની માર્કેટમાં સારી ડિમાન્ડ છે. જેકાર્ડ, બ્રાસો વિગેરે આઇટમથી ઇન્ડસ્ટ્રીમાં વેલ્યુ એડીશન થયું છે. સુરતમાં પ્રિન્ટેડ વર્કને કારણે સાડીની ડિમાન્ડ ઉભી થઇ છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ક્‌વોલિટીવાળા કપડાંની માંગ વધારે છે. અત્યાર સુધી જે એક્ષ્પોર્ટ અટકયો હતો તે ફરીથી ચાલુ થઇ ગયો છે. કોસ્ટ ડિમાન્ડ પણ વધી ગઇ છે. દિવાળી ટાણે સારી ડિમાન્ડ વધી છે અને વીવર ભાઇઓ કપડાનો સ્ટોક વધારી રહયા છે. કોવિડ– ૧૯માં ચાઇનાના વિરોધને પગલે ભારતની ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રીનો ગ્રોથ કરવા માટે સારી તક ઉભી થઇ છે. ઇન્ડસ્ટ્રી આ તક જો ચુકી જશે તો બાંગ્લાદેશ, વિયેતનામ અને શ્રીલંકા જેવા દેશો આ તકને ઝડપી લેશે. તેમણે કહયું કે, ૧પ ઓક્‌ટોબરથી ર૧ ઓક્‌ટોબર ર૦ર૦ દરમ્યાન ઇન્ડિયન ઇ–કોમર્સ થકી રૂપિયા ર૯ કરોડનો બિઝનેસ થયો છે. ઇ–કોમર્સ, બિઝનેસને આગળ લઇ જવા માટે મજબુત પ્લેટફોર્મ સાબિત થઇ રહયું છે.

જે રઘુનાથે વધુમાં કહયું કે, ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રીને વિકાસની દિશામાં આગળ વધવા માટેના દરેક પ્રકારના પાસા મને સકારાત્મક દેખાઇ રહયા છે. ડોમેસ્ટીક ઇન્ડસ્ટ્રીમાં પણ યુવા ઉદ્યોગ સાહસિકો જે રીતે મહેનત કરી રહયા છે તેને જોતા એવું લાગી રહયું છે કે ભારત આત્મનિર્ભર બની જશે. સરકારે પણ પ ટ્રિલીયન ડોલરની ઇકોનોમીના લક્ષ્યાંકને હાંસલ કરવો હશે તો એના ઇન્ફ્રાસ્ટ્રકચર જેવા કે રોડ, બ્રિજ, એરપોર્ટ, જેટીજ, સી–પોર્ટ બનાવવા માટે રોકાણ કરવું પડશે. ગ્લોબલ માર્કેટમાં સ્થાન બનાવવા માટે કપડાની ક્‌વોલિટી સુધારવી પડશે, પ્રોડકટની બ્રાન્ડીંગ કરવી પડશે, સપ્લાય ચેઇન બનાવવી પડશે, જેમાં પ્રોડકટને ગ્રાહક સુધી વહેલા અને ઇકોનોમિકલી પહોંચાડવી પડશે. ગ્રાહકને અસરકારક સર્વિસ આપવી પડશે. ઇન્ડસ્ટ્રીમાં વેલ્યુ સિસ્ટમ ઇમ્પ્રુવ કરવી પડશે.

આજના વેબિનારમાં ચેમ્બરના પ્રમુખ દિનેશ નાવડીયાએ સ્વાગત પ્રવચન કર્યુ હતું. જીએફઆરઆરસીના ચેરમેન ગિરધર ગોપાલ મુંદડાએ કાર્યક્રમની રૂપરેખા આપી હતી. ચેમ્બરની મેનેજિંગ કમિટીના સભ્ય હિમાંશુ બોડાવાલાએ સમગ્ર વેબિનારનું સંચાલન કર્યું હતું. જ્યારે સંજય દેસાઇએ વક્‌તાઓનો પરિચય આપ્યો હતો. અંતે ચેમ્બરના ઉપપ્રમુખ આશિષ ગુજરાતીએ સર્વેનો આભાર માની વેબિનારનું સમાપન કર્યું હતું.