//ચેમ્બરની ચૂંટણીનો સોશ્યલ મિડીયામાં જંગ છેડાયોઃ આક્રમક પ્રચારમાં આશિષ ગુજરાતી છવાયાઃ મિતીશ મોદીનાં કેટલાંક ટેકોદારો સામી છાવણીમાં!!

ચેમ્બરની ચૂંટણીનો સોશ્યલ મિડીયામાં જંગ છેડાયોઃ આક્રમક પ્રચારમાં આશિષ ગુજરાતી છવાયાઃ મિતીશ મોદીનાં કેટલાંક ટેકોદારો સામી છાવણીમાં!!

Share

 4,081 total views,  2 views today


સુરત,
ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીની વાઈસ પ્રેસીડેન્ટ પદની ચૂંટણી હવે ચાલુ સપ્તાહનાં રવિવારે યોજાનાર છે ત્યારે પ્રચારનું અંતિમ ચરણ ખૂબજ રોચક અને આક્રમક થતું જોવા મળી રહયું છે. છેલ્લાં ત્રણ-ચાર દિવસથીં ‘સોશ્યલ મિડીયા’માં ખાસ કરીને ફેસબુક અને વૉટસઅપ ઉપર તો ભારે પ્રચાર યુધ્ધનો જાણે રીતસરનો જંગ છેડાઈ ચૂક્યો હોવાનું સ્પષ્ટ દેખાઈ રહયું છે. કાપડ ઉઘોગ, હિરા, બાંધકામ ઉઘોગ સહિત અને ઉઘોગ-ધંધાનું પ્રચંડ પીઠબળ ધરાવતાં ઉમેદવાર આશિષ ગુજરાતી ફેસબુક ઉપર રીતસર છવાઈ ગયાં છે. ફેસબુક અને વૉટસઅપ ઉપર તેમને સપોર્ટ જાહેર કરતી પોસ્ટનો રીતસરનો મોટો ધોધ વહેવા લાગ્યો છે, એ એટલો જંગી અને અસ્ખલિત છે જેને જોઈને ચેમ્બરનાં વર્તુળો અને ઉઘોગનાં અનુભવી જાણકારો પણ ચોંકી ગયા છે. ટેક્સટાઈલ ઉઘોગનાં નામાંકિત ઉઘોગપતિ અગ્રણીઓ, વિવિધ સંગઠનો, પ્રોફેશ્નલ્સ, કન્સલટન્ટસ, ગારમેન્ટ અને ફેશન ડિઝાયનર, ડોક્ટર્સ સહિત અનેક લોકો વર્તમાન પરિસ્થિતિની ઉંડી નોંધ લઈને કાપડ ઉઘોગ સાથે સીધા સંકળાયેલા ઉમેદવાર આશિષ ગુજરાતીને જંગ લીડથી ચૂંટવા જાણે કમરકસીને તેમની પડખે એકી અવાજે ઉભા હોય તેવો અદ્‍ભૂદ માહોલ સર્જાયો છે. આનાં માટે વિવિધ અગ્રણીનાં ફોટા, કંપનીઓનાં નામ તેમજ અન્ય વિગતો સાથે સપોર્ટ કરવાનો અંદાજ અને સમગ્ર માહોલજ સ્વયં ઘણું કહી જાય છે કે કોણ જીતશે! ધણાં એસોસિએશનોએ તો આશિષ ગુજરાતીને તેમનો સપોર્ટ આપતાં ઠરાવ અને નિર્ણયનાં પત્રોની નકલોજ સોશ્યસ મિડીયામાં મુકી દીધી છે, જેનાં લીધે ચેમ્બરની વાઈસ પ્રેસીડેન્ટની ચૂંટણીમાં એક નવો વળાંક આવ્યો છે. હાલની ચેમ્બર ચૂંટણી અને સોશ્યસ મિડીયાનો વ્યાપક ઉપયોગ અને આ રીતે આશિષ ગુજરાતીને મળતી અદભૂદ લોકપિ્રયતા અને સપોર્ટ સૌ પ્રથમ વખત જોવા મળી રહયાં છે. આની પાછળ તેમની વર્ષોની મહેનત, સ્વયંની સક્ષમતા, જ્ઞાન કૌશલ્ય અને ટેક્સટાઈલ ઉઘોગ માટેનું તેમનું સમર્પણ અને કાર્યનિષ્ઠા મહત્વનાં પરિબળો છે. આ ઉપરાંત હાલની ચૂંટણીનું એક અન્ય અતિ મહત્વનું પાસુ એ છે કે ચેમ્બરનાં લગભગ ૯૯ ટકા પૂર્વ પ્રમુખોએ એકી અવાજે આશિષ ગુજરાતીને સંપૂર્ણ ટેકો આપ્યો છે અને તેની પણ સોશ્યલ મિડીયામાં પોતાનાં ફોટા સાથે જાહેરાતો પણ કરી દીધી છે. ચૂંટણીનાં અંતિમ પરિણામ માટે આ પીઢ અનુભવી અને પરિપક્વ ભૂતપૂર્વ પ્રમુખોનો ખુલ્લો સપોર્ટ નિર્ણાયક સાબિત થશે એમાં લગીરેય શંકાને સ્થાન નથી.

કાપડ ઉઘોગ, હિરા, બાંધકામ ઉઘોગ સહિત અને ઉઘોગ-ધંધાનું પ્રચંડ પીઠબળ ધરાવતાં ઉમેદવાર આશિષ ગુજરાતી ફેસબુક ઉપર રીતસર છવાઈ ગયાં છે. ફેસબુક અને વૉટસઅપ ઉપર તેમને સપોર્ટ જાહેર કરતી પોસ્ટનો રીતસરનો મોટો ધોધ વહેવા લાગ્યો છે, એ એટલો જંગી અને અસ્ખલિત છે જેને જોઈને ચેમ્બરનાં વર્તુળો અને ઉઘોગનાં અનુભવી જાણકારો પણ ચોંકી ગયા છે. ટેક્સટાઈલ ઉઘોગનાં નામાંકિત ઉઘોગપતિ અગ્રણીઓ, વિવિધ સંગઠનો, પ્રોફેશ્નલ્સ, કન્સલટન્ટસ, ગારમેન્ટ અને ફેશન ડિઝાયનર, ડોક્ટર્સ સહિત અનેક લોકો વર્તમાન પરિસ્થિતિની ઉંડી નોંધ લઈને કાપડ ઉઘોગ સાથે સીધા સંકળાયેલા ઉમેદવાર આશિષ ગુજરાતીને જંગ લીડથી ચૂંટવા જાણે કમરકસીને તેમની પડખે એકી અવાજે ઉભા હોય તેવો અદ્‍ભૂદ માહોલ સર્જાયો છે. આનાં માટે વિવિધ અગ્રણીનાં ફોટા, કંપનીઓનાં નામ તેમજ અન્ય વિગતો સાથે સપોર્ટ કરવાનો અંદાજ અને સમગ્ર માહોલજ સ્વયં ધણું કહી જાય છે


આશિષ ગુજરાતીની સામે ઉભેલાં હરીફ ઉમેદવાર મિતીશભાઈ મોદી કે જેઓ વ્યવસાયે એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, જેઓ અગાઉનાં વર્ષે હારી ગયા હતાં અને આ વખતે ફરીથી લડી રહયાં છે, તેમનાં કેમ્પનું ચૂંટણી પ્રચાર ખૂબજ ધીમુ અને સાવ બિન-પ્રભાવક સાબિત થયું છે. ખાસ કરીને તેમને ફેસબુક અને વૉટસઅપ જેવાં સોશ્યલ મિડીયામાં મળતો પ્રતિસાદ સાવ ઠંડો અને ફીક્કો દેખાઈ રહયો છે. તેઓ ચૂંટણી પ્રચાર માટે એડીચોટીનું જોર તો લગાવી રહયાં છે પરંતુ જે રીતે આશિષ ગુજરાતીનો ચૂંટણી પ્રચારમાં ચોક્કસ રણનીતિનું કૌશલ દેખાય છે તેની સામે મિતીશભાઈ મોદીનો પ્રચારમાં ચમકારો જોવા મળતો નથી. તેમને મળતાં સપોર્ટની પોસ્ટમાં પણ મોટામાથાંઓ અને નામી અગ્રણીઓનો અભાવ સ્પષ્ટ દેખાઈ રહયો છે. આગામી દિવસોમાં તેઓ ક્ેટલું જોર કરે છે તેનાં ઉપર ઘણો આધાર રહયો છે. પરંતુ આજની તારીખમાં ચૂંટણીનો ખૂબ અસરકારક અને આક્રમક પ્રચાર કરવામાં અને ઉઘોગકારોનો સપોર્ટ મેળવવા આશિષ ગુજરાતી બાજી મારી ગયાં છે એ સ્પષ્ટ દેખાઈ રહયું છે. તેમનાં આક્રમક ચૂંટણી પ્રચાર અને વધતી જતી લોકપિ્રયતાની એવી તો કમાલની અસરો થઈ છે કે ગઈકાલ સુધી મિતીશભાઈ મોદીનાં સપોર્ટમાં સોશ્યલ મિડીયામાં જાહેરાત કરનારા અને ખૂબજ જાણીતા આગેવાનો પાછા આશિષ ગુજરાતીનાં કેમ્પમાં જોડાયા છે અને તેમનાં ફોટા સહિત સપોર્ટ આપતી જાહેરાતો પણ કરી દીધી છે તેમને જીતાડવા માટે કામમાં લાગી ગયાં છે.

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીની આ પાંચમી ચૂંટણી માટે પ્રમુખ રણનિતીકાર અને ચાણક્ય ગણાતા બી. એસ. અગ્રવાલનું કહેવું છે કે, “હકીકતમાં તો આપણી આ સંસ્થાએ સુજ્ઞ મહાજનોની છે અને ચૂંટણીનાં બદલે આપસી સલાહ-સૂચનોથી નિર્ણય થવા જોઈએ તે સારૂ ગણાય અને તેઓ હંમેશા આવી દિશામાંજ વિચારતા હોય છે, પરંતુ, જો ખોટી મમત અને ચેમ્બરનાં સ્થાપિત મૂલ્યોની વિરૂધ્ધ કાંઈ થતું હોય ત્યારે ચૂંટણી મીનમેખ થાય છે.


એક જમાનામાં જ્યાં ચેમ્બરમાં ચૂંટણી નહીં પણ પરસ્પર વિચાર-વિમર્શ કરીને વર્ષો સુધી આપસી સહમતીથી મેનેજિંગ કમિટી, વાઈસ પ્રેસીડેન્ટ અને પ્રેસીડેન્ટની પસંદગી થતી તેનું સ્થાન આજે હાઈટેક સોશ્યલ મિડીયા હથિયારોએ લઈ લીધું છે. અગાઉ મેનેજિંગ કમિટીની પણ ચૂંટણી થઈ અને સહકાર પેનલનાં ૪૪ ઉમેદવારો વિરૂધ્ધ માત્ર ગણીને રોકડા ૪ (ચાર) ઉમેદવારોની પરિવર્તન પેનલ કચડાઈ મૂઈ હતી કહો કે સહકાર પેનલનું રોલર ફરી વળ્યું હતું અને તેમાં આજનાં વાઈસ પ્રેસીડેન્ટ પોસ્ટનાં ઉમેદવાર આશિષ ગુજરાતી પણ અન્ય ૪૩ સાથે સારા મતે જીત્યા હતાં. આશિષ ગુજરાતી કેમ્પનું ચૂંટણી સંચાલન પૂર્વ પ્રમુખ બી. એસ. અગ્રવાલ અને ભરતભાઈ ગાંધી કરી રહયાં છે. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીની આ પાંચમી ચૂંટણી માટે પ્રમુખ રણનિતીકાર અને ચાણક્ય ગણાતા બી. એસ. અગ્રવાલનું કહેવું છે કે, “હકીકતમાં તો આપણી આ સંસ્થાએ સુજ્ઞ મહાજનોની છે અને ચૂંટણીનાં બદલે આપસી સલાહ-સૂચનોથી નિર્ણય થવા જોઈએ તે સારૂ ગણાય અને તેઓ હંમેશા આવી દિશામાંજ વિચારતા હોય છે, પરંતુ, જો ખોટી મમત અને ચેમ્બરનાં સ્થાપિત મૂલ્યોની વિરૂધ્ધ કાંઈ થતું હોય ત્યારે ચૂંટણી મીનમેખ થાય છે.