//SGCCIનો ભાવી સુકાની ટેક્સટાઈલ ઉઘોગમાંથી બને તો સુરત શહેરની ઈકોનોમીની ગાડી વિકાસનાં પાટે દોડતી કરી શકાય: ટેક્સટાઈલ સંગઠનોનો વ્યાપક મત

SGCCIનો ભાવી સુકાની ટેક્સટાઈલ ઉઘોગમાંથી બને તો સુરત શહેરની ઈકોનોમીની ગાડી વિકાસનાં પાટે દોડતી કરી શકાય: ટેક્સટાઈલ સંગઠનોનો વ્યાપક મત

Share

 2,601 total views,  2 views today

સુરત,
ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીનાં વર્તુળોમાં છેલ્લા મહિનાઓથી ખાસ્સી ધમાધમ ચાલી રહી છે. ચૂંટણીનો માહોલ જામ્યો છે અને ઉમેદવારોનાં પ્રચારનાં પડધમનો કોલાહલ ચરમસીમાએ છે. ૧૩મી સપ્ટેમ્બર’૨૦ની મેનેજિંગ કમિટીની ચૂંટણીમાં સહકાર પેનલનાં ૪૪ ઉમેદવારોને જંગી બહુમતી પછી બે પૂર્વ પ્રમુખો બી. એસ. અગ્રવાલ અને ભરતભાઈ ગાંધી અને તેમની ટીમનો દબદબો સર્વોપરી સાબિત થયો છે. પ્રારંભિક ઉંબાડીયા પછી દિનેશ નાવડીયા સામેનાં ઉમેદવારે અરજી પાછી ખેંચી લીધી હતી અને તેઓ પ્રમુખપદે વિના વિરોધ ચૂંટાયા. હવે જંગ છે વાઈસ પ્રેસીડેન્ટની ચૂંટણીનો.
પૂર્વ પ્રમુખોનાં જૂથ દ્વારા વાઈસ પ્રેસીડેન્ટની જગ્યા માટે સુરતનાં કાપડ વિવિંગ ઉદ્યોગમાં વર્ષોથી કાર્યરત અને ચેમ્બરનાં વર્ષોથી પાયાનાં કાર્યકર એવાં આશિષ ગુજરાતી મેદાનમાં છે. જેમની સામે મિતીષ મોદી કે જેઓ વ્યયસાયે ચાર્ટર્ડ એકાઉન્ટટ છે તેઓ ફરીથી આ વષે પણ પાછા ચૂંટણી લડી રહયાં છે. અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે અગાઉનાં વર્ષે મિતીષ મોદી વાઈસ પ્રેસીડેન્ટની જગ્યા માટે દિનેશ નાવડીયા સામે ચૂંટણી હારી ગયા હતાં. આ વર્ષે વાઈસ પ્રેસીડેન્ટ માટે આશિષ ગુજરાતીને મોટાભાગનાં પૂર્વ પ્રમુખોનાં જૂથોનો, ઢગલો ટેક્સટાઈલ એસોસીએશનો તેમજ અનેક જાણીતા આગેવાનોનો ખૂલ્લો ટેકો છે. તેની સામે મિતીષ મોદીને ટેકો જાહેર કરનારાઓની વાત કરીએ તો ખૂલ્લો સપોર્ટ જાહેર કરનારા આગેવાનાની સંખ્યા ખૂબજ નગણ્ય કહી શકાય તેવી છે જે અત્યંત સૂચક ગણાય. મિતીષ મોદીને જાહેર ટેકો આપનારા ચેમ્બરનાં અગ્રણીઓની સંખ્યા સાવ પાંખી છે. વાઈસ પ્રેસીડેન્ટની જગ્યા માટે હવેનો નિર્ણાયક જંગ જ્યારે ટેક્સટાઈલ ઉદ્યોગ અગ્રણી એવાં આશિષ ગુજરાતી અને તેમની સામે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એવાં મિતીષભાઈ મોદી બે મહત્વનાં સ્પર્ધક વચ્ચે થવાનો છે ત્યારે કેટલીક મહત્વની બાબતો તથા વર્તમાન પરિસ્થિતિનાં લેખાજોખા કરવા એ આ લેખનો હેતુ છે.

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીનાં માથે સુરત શહેરની ઈકોનોમીને બેઠી કરવી અને તેની જાહોજલાલી પુનઃસ્થાપિત કરવાની ભગિરથ કામગીરી આવી પડી છે. આમ જોવા જઈએ તો આ ખૂબજ ગંભીર, અતિમહત્વની અને ખૂબજ સંવેદનશીલ મુદ્દો છે જેને હળવાશથી લેવાનો અર્થ વિકાસની ગાડીને પાટેથી ઉતારી દેવી અને વિરૂધ્ધ દિશામાં લઈ જવી એવો થાય. શહેરનાં કાપડ ઉઘોગની જાહોજલાલીને પુનઃસ્થાપિત કરવાની રણનીતિનાં ભાગરૂપે સુરતની ચેમ્બરનાં મોટાભાગનાં સુજ્ઞ જાણકાર અને લબ્ધ પ્રતિષ્ઠિત એવાં પૂર્વ પ્રમુખોનાં લગભગ પૂર્ણ બહુમતિનાં એવાં વર્ગે લાંબા સમય પછીથી એક અવાજે નિર્ણય કરીને સુરતનાં ટેક્સટાઈલ ઉઘોગ સાથે વર્ષોથી સીધી રીતે સંકળાયેલાં અને બધી સમસ્યાઓથી વાકેફ એવાં આશિષ ગુજરાતીની વાઈસ પ્રેસીડેન્ટની ઉમેદવારીને જંગી ટેકો જાહેર કર્યો છે. આનાં પરથી સ્વયં સ્પષ્ટ થાય છે કે ચાલુ વર્ષે ડાયમંડ અને પછીનાં વર્ષે ટેક્સટાઈલ ઉઘોગમાંથી પ્રમુખ ચેમ્બરનો સુકાની બને તો સુરત શહેરની ઈકોનોમીમાં વેગ લાવી શકાય. આ વાત નિર્વિવાદ અને નકારી ન શકાય તેવી છે.


સુરતની વાત કરીએ તો અહીં સૌથી મહત્વનાં બે ઉદ્યોગ શહેરની આર્થિક કરોડરજ્જૂ સમાન છે. જેમાં એક ટેક્સટાઈલ ઉઘોગ અને બીજો ડાયમંડ હિરા ઉઘોગ છે. આથી સ્વાભાવિક છે કે આમાંથી એક ઉઘોગનો પ્રતિનિધિ પ્રતિ વર્ષ બદલાઈને ચેમ્બરની ધૂરા સંભાળે તો તેનો મોટો લાભ સુરતનાં સમગ્ર ઉઘોગ ધંધા વ્યવસાય તથા સમગ્ર શહેરની ઈકોનોમીને વિકાસ માટે મળે તેવો વ્યાપક હોય છે. હવેનું વર્ષ ડાયમંડ ઉઘોગનાં અગ્રણી અને જીજેઈપીસીનાં પ્રમુખ એવાં દિનેશ નાવડીયા ચેમ્બરનું સુકાન સંભાળવાનાં છે. આથી સ્વાભાવિક રીતે હિરા ઉઘોગની સમસ્યાઓને વાચા મળે અને તેની ગાડી વિકાસની પંથે આસાનીથી જાય. આની સામે છેલ્લાં ઘણાં વર્ષોથી ચેમ્બરનું પ્રમુખપદ ટેક્સટાઈલ ઉઘોગને મળ્યું નથી આવી ઘણાંની ફરિયાદ છે, જેમાં ખાસ્સુ વજુદ પણ છે. સુરતનાં વિવિધ ટેક્સટાઈલ સંગઠનો અને આગેવાનો આ મુદ્દે ખૂબજ ચિંતિત પણ છે અને આ વખતે આક્રમક પણ છે. કેમકે, છેલ્લાં કેટલાંક વર્ષોથી સુરતનાં કાપડ ઉદ્યોગનો ઘોડો લંગડાયો છે. જેમાં નોટબંધી, જીએસટી, વિવિધ એન્ટિડંપીંગ ડયૂટીનાં ફટકા, વર્ષોથી ઉઘોગકારોની ટફની બાકી લ્હેણાંની સબસીડી, ઉંચા વીજ દરો સહિત પેન્ડીંગ નિકળતી લાંબી ટૂંકી રકમો તથા અનેક તકલીફો ઉભીજ હતી ત્યાં આ વર્ષે કોરોના જેવી વૈશ્વિક મહામારીએ મરણતોલ ફટકો માર્યો છે.
આજે કાપડ ઉઘોગ અને બજારમાં માંગ, નાણાં ચક્ર, કારીગરોથી લઈને અનેક વિકરાળ સમસ્યાઓથી ઉઘોગ ધેરાયેલો છે. સરવાળે એક સમયે દેશની શાન અને નંબર વન એવો સુરત શહેરનો ટેક્સટાઈલ ઉઘોગ આજે લંગડો ઘોડો બની ચૂક્યો છે અને આ વાત કોઈને મંજૂર નથી. આવે સમયે સુરતની અગ્રણી શીરમોર એવી મહાજન સંસ્થા ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીનાં માથે સુરત શહેરની ઈકોનોમીને બેઠી કરવી અને તેની જાહોજલાલી પુનઃસ્થાપિત કરવાની ભગિરથ કામગીરી આવી પડી છે. આમ જોવા જઈએ તો આ ખૂબજ ગંભીર, અતિમહત્વની અને ખૂબજ સંવેદનશીલ મુદ્દો છે જેને હળવાશથી લેવાનો અર્થ વિકાસની ગાડીને પાટેથી ઉતારી દેવી અને વિરૂધ્ધ દિશામાં લઈ જવી એવો થાય. શહેરનાં કાપડ ઉઘોગની જાહોજલાલીને પુનઃસ્થાપિત કરવાની રણનીતિનાં ભાગરૂપે સુરતની ચેમ્બરનાં મોટાભાગનાં સુજ્ઞ જાણકાર અને લબ્ધ પ્રતિષ્ઠિત એવાં પૂર્વ પ્રમુખોનાં લગભગ પૂર્ણ બહુમતિનાં એવાં વર્ગે લાંબા સમય પછીથી એક અવાજે નિર્ણય કરીને સુરતનાં ટેક્સટાઈલ ઉઘોગ સાથે વર્ષોથી સીધી રીતે સંકળાયેલાં અને બધી સમસ્યાઓથી વાકેફ એવાં આશિષ ગુજરાતીની વાઈસ પ્રેસીડેન્ટની ઉમેદવારીને જંગી ટેકો જાહેર કર્યો છે. આનાં પરથી સ્વયં સ્પષ્ટ થાય છે કે ચાલુ વર્ષે ડાયમંડ અને પછીનાં વર્ષે ટેક્સટાઈલ ઉઘોગમાંથી પ્રમુખ ચેમ્બરનો સુકાની બને તો સુરત શહેરની ઈકોનોમીને વેગ મળે અને તેની સમસ્યાઓનો ઉકેલ લાવીને ગાડી પાછી વિકાસનાં પાટે દોડતી કરી શકાય. આ વાત નિર્વિવાદ અને નકારી ન શકાય તેવી છે.

છેલ્લાં ઘણાં વર્ષોથી ચેમ્બરનું પ્રમુખપદ ટેક્સટાઈલ ઉઘોગને મળ્યું નથી આવી ઘણાંની ફરિયાદ છે, જેમાં ખાસ્સુ વજુદ પણ છે. સુરતનાં વિવિધ ટેક્સટાઈલ સંગઠનો અને આગેવાનો આ મુદ્દે ખૂબજ ચિંતિત પણ છે અને આ વખતે આક્રમક પણ છે. કેમકે, છેલ્લાં કેટલાંક વર્ષોથી સુરતનાં કાપડ ઉદ્યોગનો ઘોડો લંગડાયો છે. જેમાં નોટબંધી, જીએસટી, વિવિધ એન્ટિડંપીંગ ડયૂટીનાં ફટકા, વર્ષોથી ઉઘોગકારોની ટફની બાકી લ્હેણાંની સબસીડી, ઉંચા વીજ દરો સહિત પેન્ડીંગ નિકળતી લાંબી ટૂંકી રકમો તથા અનેક તકલીફો ઉભીજ હતી ત્યાં આ વર્ષે કોરોના જેવી વૈશ્વિક મહામારીએ મરણતોલ ફટકો માર્યો છે. આને ધ્યાનમાં રાખીને સુરત શહેરનાં મોટાભાગનાં ટેક્સટાઈલ એસોસીએશનોએ પણ આશિષ ગુજરાતની ઉમેદવારીને ખુલ્લો ટેકો જાહેર કર્યો છે. આમાં અસંખ્ય વિવર્સ, યાર્ન, મશીનરી, કપડા વેપારી, એમ્બ્રોયડરી, પ્રોસેસીંગ, ટ્રેડર્સ, એક્સપોર્ટર્સ નાં એસોસીએશનો વિવિધ જ્ઞાતિ મંડળો પણ સામિલ છે. આ ઉપરાંત ડાયમંડ, બિલ્ડર્સ તેમજ અનેક એસોસીએશનો તેમજ અસંખ્ય અગ્રણીઓએ પણ આશિષ ગુજરાતીને ખુલ્લો ટેકો જાહેર કર્યો છે. તેઓ ઈચ્છે છે કે ચેમ્બરનાં ઉપ-પ્રમુખ પદે આશિષ ગુજરાતી ચૂંટાય તો તેમનાં બહોળા અનુભવનો લાભ ચેમ્બર અને સુરતનાં ટેક્સટાઈલ ઉઘોગને મળે તેનાં અનેક સ્વપ્નો સાકાર થાય.


આશિષ ગુજરાતી ઘણાં લાંબા સમયથી ચેમ્બર સાથે સંકળાયેલા છે અને ગુજરાત તેમજ કેન્દ્ર સરકારમાં વિવિધ સ્તરે સુરતનાં કાપડ ઉઘોગનાં પ્રાણપ્રશ્નોની અસરકારક રીતે રજૂઆતો અનેકવાર કરી ચૂક્યા છે અને ઘણાં કિસ્સાઓમાં સારી સફળતા પણ મેળવી છે. આને ધ્યાનમાં રાખીને સુરત શહેરનાં મોટાભાગનાં ટેક્સટાઈલ એસોસીએશનોએ પણ આશિષ ગુજરાતની ઉમેદવારીને ખુલ્લો ટેકો જાહેર કર્યો છે. આમાં અસંખ્ય વિવર્સ, યાર્ન, મશીનરી, કપડા વેપારી, એમ્બ્રોયડરી, પ્રોસેસીંગ, ટ્રેડર્સ, એક્સપોર્ટર્સ નાં એસોસીએશનો વિવિધ જ્ઞાતિ મંડળો પણ સામિલ છે. આ ઉપરાંત ડાયમંડ, બિલ્ડર્સ તેમજ અનેક એસોસીએશનો તેમજ અસંખ્ય અગ્રણીઓએ પણ આશિષ ગુજરાતીને ખુલ્લો ટેકો જાહેર કર્યો છે. તેઓ ઈચ્છે છે કે ચેમ્બરનાં ઉપ-પ્રમુખ પદે આશિષ ગુજરાતી ચૂંટાય તો તેમનાં બહોળા અનુભવનો લાભ ચેમ્બર અને સુરતનાં ટેક્સટાઈલ ઉઘોગને મળે તેનાં અનેક સ્વપ્નો સાકાર થાય. આની સામે પ્રતિસ્પર્ધી ઉમેદવાર મિતીષ મોદીએ વ્યવસાયે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે તેમનાં ટેકામાં ખુલ્લેઆમ સપોર્ટ બહુજ નહીંવત જેવો છે. જેનાં અનેક કારણો છે.
સુરતનાં ઘણાં અગ્રણી લોકોનું કહેવું છે કે આ વર્ષે ચેમ્બરને ટેક્સટાઈલ ઉઘોગનોજ પ્રતિનિધિ મળે તે ખૂબ જરૂરી છે. મિતીષ મોદી કે જેઓ ચેમ્બર વતી વિવિધ સરકારી ખાતાઓમાં જીએસટી સહિત અનેક સરકારી કામકાજને લગતું પ્રતિનિધિ લાયેઝનનું કામ કરતાં હતાં, પરંતુ આ કામગીરી માત્ર પત્રવ્યવહારનીજ વધુ પડતી રહી હતી અને સરકારમાં નિતીઓ અને માંગોની રજૂઆતમાં જ્યાં રૂબરૂ કામોમાં વિલંબ થતો હોય છે ત્યાં પત્રોનાં જવાબનું શું કહેવું? આમ આગામી ચોથી ઓક્ટોબરનાં રોજ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીની વાઈસ પ્રેસીડેન્ટની ચૂંટણીનાં આડે હવે જ્યારે ગણત્રીનાં દિવસો રહયો છે ત્યારે બંન્ને કેમ્પોમાંથી ચૂંટણી પ્રચાર માટે એડીચોટીનું જોર લગાડવામાં આવી રહયું છે. પરંતુ, આખરી નિર્ણય લગભગ ૯,૦૦૦ જેટલાં મતદારોએ કરવાનો છે. જે વાઈસ પ્રેસીડેન્ટનો તાજ કોનાં શીરે મુકે છે તે જોવું રહયું. હાલમાં સમગ્ર શહેરમાં કોરોનાની સ્થિતિ છે પરંતુ ચેમ્બરની ચૂંટણીમાં મતદારો મોટી સંખ્યામાં ઉમટે તેવા પ્રયાસો ઉમેદવારો દ્વારા કરવામાં આવી રહયાં છે.