//સંજય ઈઝાવા અને અન્યોનાં જૂઠાણાંનો પર્દાફાશ કરી ‘માફી માંગો અથવા શિક્ષાત્મક પગલાંનો સામનો કરો’નો પાંડેસરા વિવર્સ કો. સોસા.નો ઠરાવ

સંજય ઈઝાવા અને અન્યોનાં જૂઠાણાંનો પર્દાફાશ કરી ‘માફી માંગો અથવા શિક્ષાત્મક પગલાંનો સામનો કરો’નો પાંડેસરા વિવર્સ કો. સોસા.નો ઠરાવ

Share

 2,399 total views,  2 views today


સુરત (અમરિષ ભટ્ટ દ્વારા) ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સની મેનેજિંગ કમિટીની ચૂંટણીની આડમાં પાંડેસરા વિવર્સ કો.ઓપ. સોસા. તેમજ પ્રમુખ આશિષ ગુજરાતીને નિશાન બનાવીને સોસાયટીને બદનામ કરનાર સજીવ ઉર્ફે સંજય ઈઝાવા સામે આજે સંસ્થાની વ્યવસ્થાપક કમિટીએ જાુઠાણાનો પર્દાફાશ કરીને લાલ આંખ કરી હતી. પાંડેસરા વિવર્સ સોસાયટી દ્વારા સંચાલિત યાર્ન બેંકમાં ગેરરીતિઓ અને પૈસાનાં ગોટાળા છે અને તેમનું બેંકનું ખાતું ફ્રીઝ થયું છે અને આવી અનેક ગપગોળાની વાતોનો પર્દાફાશ કરવા યાર્ન બેંકની વ્યવસ્થાપક કમિટીની મિટીંગ મળી હતી જેમાં સંજય ઈઝાવાએ ચેમ્બરની ચૂંટણીને હથિયાર બનાવીને ગોરખધંધા કરીને તેમજ અપપ્રચાર કરીને ચૂંટણીમાં રોટલો શેકવાની ચેષ્ટા કરી છે તેનાં મુદ્દાસર જવાબો આપીને સત્ય ઉજાગર કરી સંસ્થાને બદનામ કરનારા તત્વોને જડબાતોડ પ્રત્યુતર આપ્યો છે.
પાંડેસરા વિવર્સ કો. સોસાયટી દ્વારા ખુલાસો આપતાં જણાવ્યું હતું તે કે, “ગઈકાલે આ શખ્સે મોટા ઉપાડે યાર્ન બેંકનું ખાતું ફ્રીઝ થઈ ગયું છે” એવી વાતો અખબારને જણાવી હતી, પરંતુ વાસ્તવમાં ટેક્સટાઈલ કમિશ્નર કચેરી દ્વારા બેંકને ઈમેઈલ કરીને બેંકને પીડીએફ ફોર્મેટમાં સ્ટેટમેન્ટ આપવા જણાવીને જે તે પેમેન્ટ સ્ટોપ કરવા સુચના આપી હતી નહીંકે એકાઉન્ટ ફ્રીઝ કરવા. આટલી સાદી સમજ એમાં નથી. વાસ્તવમાં પાંડેસરા સોસાયટી દ્વારા અપાયેલો રાવલ વાસીયા યાર્ન ડાઈંગ પ્રા. લીનો ચેક સુરત પીપલ્સ બેંક દ્વારા એલ.આઈ.સી ઓફ ઈન્ડીયાનાં ખાતામાં ભૂલથી પોસ્ટીંગ થઈ ગયો હતો એવું અન્ય ત્રણ ચેકો સાથે પણ થયું હતું જે ક્ષતિ સ્ટોપ પેમેન્ટ દ્વારા સુધારવામાં આવી હતી. આ મુદ્દાને નાહક અને ખોટી રીતે મિડીયામાં ચગાવીને બેંકનું ખાતુ ફ્રીઝ થયું છે અને ગોટાળા કરવામાં આવ્યાં છે એવી કાગારોળ મચાવી ને જે તે અખબારો, ઉઘોગને અને પ્રજાને રીતસર ગેરમાર્ગે દોરવામાં આવી છે જેની પાછળનો બદઈરાદો સમજી શકાય છે.
વાસ્તવમાં ભારત સરકાર અને ટેક્સટાઈલ મંત્રાલયના સહયોગ અને આર્થિક ભંડોળની મદદથી નાના વિવર્સનાં લાભાર્થે આ યાર્નબેંક કામકરી રહી છે તેને ચેમ્બરની ચૂંટણીની આડમાં બદનામ કરવાની હીન ચેષ્ઠા કરવામાં આવી રહી છે જેનાં સુત્રધાર સંજય ઈઝાવા બન્યાં છે. જો તેઓ આ અંગે માફી ન માંગે તો સંસ્થા દ્વારા શિક્ષાત્મક પગલાં ભરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે એવું યાદીમાં જણાવવામાં આવ્યું છે.