//‘ચેમ્બરની ચૂંટણીમાં પાંડેસરા વિવર્સ કો. સોસા.ને બદનામ કરવાનું વિરોધીઓનું ષડયંત્ર’, સંજય ઈઝાવાની ગંદી રાજનીતિને વખોડતા સંસ્થાનાં સભ્યો

‘ચેમ્બરની ચૂંટણીમાં પાંડેસરા વિવર્સ કો. સોસા.ને બદનામ કરવાનું વિરોધીઓનું ષડયંત્ર’, સંજય ઈઝાવાની ગંદી રાજનીતિને વખોડતા સંસ્થાનાં સભ્યો

Share

 2,699 total views,  2 views today

સુરત, (અમરિષ ભટ્ટ દ્વારા) સુરતની મહાજન સંસ્થા ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીની મેનેજિંગ કમિટીની ચૂંટણી રવિવાર તા.૧૩ સપ્ટેમ્બરનાં રોજ થનાર છે અને તેની આડે હવે ગણત્રીનાં કલાકો બાકી રહ્યાં છે તેવાં સમયે ગંદા રાજકારણની કાદવ ઉછાળવાની પ્રવૃત્ત્તિ ચરમસીમાએ પહોંચી છે. આ ચૂંટણીમાં ભાગ લઈ રહેલ ચેમ્બરનાં લોકપિ્ય જાણીતા અને એવાં ચુમ્માલીસ(૪૪) ધરખમ ઉમેદવારોની સહકાર પેનલની સામે પરિવર્તન પેનલનાં સંજય ઈઝાવા કે જેઓ ચાર(૪) ઉમેદવારોની ચોકડીનાં આગેવાન છે તેઓ ચૂંટણી જીતવા એડીચોટીનું જોર લગાવી રહયાં છે. ચેમ્બરનાં જાણીતા અને શહેરનાં ટેક્સટાઈલ અગ્રણી એવાં આશિષભાઈ ગુજરાતી કે જેઓ ધણાં વર્ષોથી ચેમ્બરમાં સક્રિય છે અને સારૂ પ્રભુત્વ ધરાવે છે તેઓ પણ સહકાર પેનલમાંથી ચૂંટણી લડી રહયાં છે. પરંતુ “કહીં પે નિગાહે કહીં પે નિશાના’ની માફક આશિષભાઈ ગુજરાતીને નિશાન બનવવા અને તેમની સામે મોરચો માંડવા સંજય ઈઝાવાએ પાંડેસરા વિવર્સ કો. ઓપ. સોસાયટીની યાર્ન બેંક કે જ્યાં આશિષ ગુજરાતી પ્રમુખ છે પરંતુ તે સંસ્થાને આ ચૂંટણી સાથે કોઈ સીધો સંબંધ નથી તેને લપેટવા, કાદવ ઉછાળવા અને ગંદારાજકારણની નીતિ અપનાવી હોવાનો આક્ષેપ કરી સંસ્થાનાં પ્રતિષ્ઠિત એવાં પંદર સભ્યોએ નિવેદન બહાર પાડીને સંજય ઈઝાવાની હીન પ્રવૃત્ત્તિને વખોડી નાંખી છે. તેમજ આવા પ્રકારની ગેરવ્યાજબી પ્રવૃત્ત્િા જો સંજય ઈઝાવા ચાલુ રાખીને તેનો સોશ્યલ મિડીયામાં ઉપયોગ કરવાનું ચાલુ રાખે તો કાનુની કાર્યવાહી કરવાની ચિમકી પણ આપી છે.

આશિષભાઈ ગુજરાતી ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીની મેનેજિંગ કમિટીની ચૂંટણી લડી રહયાં છે તેથી તેમનાં વિરોધીઓ દ્વારા ષડયંત્ર રચીને આશિષભાઈ ગુજરાતીને વ્યક્તિગત રીતે નિશાન બનાવીને સંજય ઈઝાવા દ્વારા કાદવ ઉછાળીને સમાજમાં નીચું દેખાડવાની કોશિષ કરી રહયાં છે. જેમ જેમ ચૂંટણી નજીક આવતી જાય છે તેમ તેમ સંજય ઈઝાવા કહીં પે નિગાહે કહીં પે નિશાના’ પાંડેસરા વિવર્સ કો. ઓપ. સોસાયટી યાર્ન બેંક કે જેને ચેમ્બરની ચૂંટણી સાથે કોઈજ લેવાદેવા નથી તે બદનામ કરીને નીચુ દેખાડવાની કોશિશ કરીને ગંદુ રાજકારણ રમી રહયાં છે: પાંડેસરા વિવર્સ વિવર્સ કો. ઓપ, સોસાયટીનાં પંદર સભ્યો


પાંડેસરા વિવર્સ વિવર્સ કો. ઓપ, સોસાયટીનાં પંદર સભ્યો (રાકેશ મેવાવાલા, રાજેષ પટેલ, મેહુલ પટેલ, વિમલ બેકાવાલા, આશિષ મોદી, પિનાકીન દૂધવાલા, વિરલ દૂધવાલા, શેખર ગુપ્તા, ભૂપેન્દ્ર બેકાવાલા, ધર્મેશ બેકાવાલા, રાજેશ મોદી, અરૂણ પટેલ, વિશાલ દૂધવાલા, રોહિત મોદી અને પંકજ નારીયેલવાલા) એ નિવેદનમાં જણાવ્યું છે કે પાંડેસરા વિવર્સ કો. ઓપ. સોસાયટી જે છેલ્લાં છ વર્ષથી કેન્દ્ર સરકારની સ્કિમ હેઠળ સ્પે. યાર્ન બેંક ચલાવી રહયાં છે, જેનું યોગ્ય ઓડીટ વિગેરે સમયાંતરે સરકારશ્રી દ્વારા થતું હોય છે અને ક્યારેક કોઈ વહીવટી કે હિસાબી ક્ષતિ હોય તો તે નિયમાનુસાર સુધારવામાં આવતી જ હોય છે. પરંતુ ક્યારેક કોઈ ક્ષતિ નિકળે તેનો મતલબ કોઈ ગેરરિતી એવો થતો નથી. આ બાબતે સંસ્થા પુરતી સાવધાની રાખતી જ હોય છે. પરંતુ તેમની સંસ્થાનાં પ્રમુખ આશિષભાઈ ગુજરાતી કે જેઓ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીની મેનેજિંગ કમિટીની ચૂંટણી લડી રહયાં છે તેથી તેમનાં વિરોધીઓ દ્વારા ષડયંત્ર રચીને આશિષભાઈ ગુજરાતીને વ્યક્તિગત રીતે નિશાન બનાવીને સંજય ઈઝાવા દ્વારા કાદવ ઉછાળીને સમાજમાં નીચું દેખાડવાની કોશિષ કરી રહયાં છે. જેમ જેમ ચૂંટણી નજીક આવતી જાય છે તેમ તેમ સંજય ઈઝાવા પાંડેસરા વિવર્સ કો. ઓપ. સોસાયટી યાર્ન બેંક કે જેને ચેમ્બરની ચૂંટણી સાથે કોઈજ લેવાદેવા નથી તે બદનામ કરીને નીચુ દેખાડવાની કોશિશ કરીને ગંદુ રાજકારણ રમી રહયાં છે જેને આ સભ્યોએ એકી અવાજે વખોડી નાંખે છે અને જો સંજય ઈઝાવા સોશ્યિલ મિડીયામાં સંસ્થાને બદનામ કરવાનું ચાલુ રાખશે તો કાનુની કાર્યવાહી કરવાની ચિમકી આપી છે.