//SGCCI મેનેજિંગ કમિટીની ચૂંટણીમાં સહકાર પેનલનાં ૪૪ v/s ૪ ઉમેદવારો: ‘તોપ વિરૂધ્ધ તલવાર’

SGCCI મેનેજિંગ કમિટીની ચૂંટણીમાં સહકાર પેનલનાં ૪૪ v/s ૪ ઉમેદવારો: ‘તોપ વિરૂધ્ધ તલવાર’

Share

 1,923 total views,  2 views today

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઑફ કૉમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીની બહુચર્ચિત મેનેજિંગ કમિટીની ચૂંટણીની ધમાધમ ચરમસીમાએ છે. ૧૩ સપ્ટેમ્બરનાં રોજ મતદાન થશે. વર્ષોથી આપસી ચર્ચા-વિચારણા અને સહમતીથી રચાતી મેનેજિંગ કમિટીની ચૂંટણી વોટિંગથી થશે. વર્ષ ૨૦૦૨માં ચૂંટણી થયા પછી અઢાર વર્ષે સર્વાનુમતિનાં અભાવે ચૂંટણીની નોબત આવી છે. જોકે છેલ્લાં છ સાત મહિનાથી થતી ધટનાઓ થકી આનાં સંકેત મળતાં હતાં. સૌથી રસપ્રદ વાત એ છે કે ૪૪ મેનેજિંગ કમિટી સભ્યોની પસંદગીનો મુકાબલો ૪૪ ઉમેદવારોની ‘સહકાર’ પેનલ વિરૂધ્ધ ફક્ત ૪ સભ્યોની ટૂકડીનો છે અને એકપક્ષીય અને “તોપ વિરૂધ્ધ તલવાર’ જેવો જ છે. મતદાન આમતો એકજાતની ઔપચારિકતાજ છે એમ કહી શકાય. પ્રતિવર્ષ માર્ચ મહિનામાં ચેમ્બરની બધીજ કેટેગરીનાં કમિટી સભ્યોની નિમણૂંક પસંદગી સહમતિ દ્વારા થતી હોય છે, પરંતુ આ વર્ષે માર્ચમાં કોરોનાની મહામારી અને લાંબા લોકડાઉન અને સંક્રમણની દહેશતનાં પગલે ચૂંટણી પાછી ઠેલાઈ હતી, આખરે સુરત જિલ્લા કલેક્ટરે ૧૩ સપ્ટેમ્બરનાં રોજ અમુક શરતો સાથે ચૂંટણીની મંજૂરી આપી ત્યારથી ચેમ્બરનાં વર્તુળોમાં ગતિવિધીઓ તેજ થઈ છે અને ગરમાટો ચરમસીમાએ પહોંચ્યો છે.
વર્ષોથી ચેમ્બર સાથે સંકળાયેલાં અને મેનેજિંગ કમિટીમાં સક્રિય એવાં શહેરનાં જાણીતા ૪૪ (ચુમ્માલીસ) અનુભવી સભ્યો એ ઉમેદવારી કરીને ‘સહકાર’ પેનલ રચી છે અને તેમની સામે માત્ર ૪ (ચાર) લગભગ નવા નિશાળીયાઓ ચૂંટણીનાં મેદાનમાં આવ્યાં છે જેમનાં નેતા સજીવ ઉર્ફે સંજય ઈઝાવા છે, જેઓએ નજીકનાં ભૂતકાળમાં ચેમ્બરને અનેક નોટિસો આપી છે સતત અનેક આક્ષેપો કરીને લાઈમલાઈટમાં રહેવાની લ્હાયમાં ચેમ્બરનાં વર્તુળોમાં ધણાંની સહાનુભુતિ ગુમાવી ચૂ્‍કયા છે. ૪૪ (ચુમ્માલીસ) અનુભવી ઉમેદવારોની ‘સહકાર’ પેનલની પાછળ શહેરનાં ધણાં પીઢ અનુભવી મહાનુભાવો છે જેમનું ઉઘોગ જગતમાં સારૂ નામ અને પ્રતિષ્ઠા છે. આ લોકોએ સુરતની ચેમ્બરને ઉંચાઈએ લઈ જવા વર્ષોથી ભારે મહેનત કરી છે તેમજ ચેમ્બરનું પ્રમુખપદ શોભાવી ચૂક્યા છે અને આજેપણ અનેક નામાંકિત ઔઘોગીક સંસ્થાઓમાં સેવા આપી રહયાં છે. સહકાર પેનલને બી. એસ. અગ્રવાલ, ભરતભાઈ ગાંધી, અમરનાથ ડોરા, અશોક શાહ અને મહેન્દ્ર કાજીવાલા સહિત અનેક જાણીતા નેતાઓ અને પ્રતિભાઓનું પીઠબળ છે. આ નેતાઓ સદૈવ ચેમ્બરની પ્રવૃત્તિઆે માટે માર્ગદર્શન અને પ્રેરણા આપતાં રહ્યાં છે. પરિણામે ‘સહકાર પેનલ’ આ વેળાની ચૂંટણીમાં એક અતિ શક્તિશાળી સમુહ અને બહુમતિ સભ્યોનું પીઠબળ ધરાવતી હોવાની સૌને પ્રતિતી થઈ ચૂકી છે. તેની સામે સંજય ઈઝાવાની ચાર ઉમેદવારોનું જૂથ લધુમતી બની ગયું છે. તેમનાં ચૂંટણી પ્રચારનું કયાંય નામોનિશાન દેખાતુ નથી. આ વખતે સુરતનાં ધાંચી- ખત્રી સમાજ, સૌરાષ્ટ્ર લોબી, મુસ્લીમ લોબી, મારવાડી સમાજ તેમજ મોટાભાગનાં ભૂતપૂર્વ પ્રમુખ સમુહનો ટેકો સહકાર પેનલને દેખાઈ રહયો છે. આ જોતાં તેની જીત નિશ્ચિત જણાય છે. તેની સામે સંજય ઈઝાવા માત્ર ચાર ઉમેદવારો ઊભા કરી શક્યા છે કેમકે તેઓ પાસે સંખ્યાબળ નથી.

૪૪ (ચુમ્માલીસ) ઉમેદવારોની સહકાર’ પેનલ સામે માત્ર ૪(ચાર) ઉમેદવારાે લગભગ નવા નિશાળીયાઓ ચૂંટણીનાં મેદાનમાં આવ્યાં છે જેમનાં નેતા સજીવ ઉર્ફે સંજય ઈઝાવા છે, જેમણે ભૂતકાળમાં ચેમ્બરને અનેક નોટિસો આપી ચેમ્બરનાં વર્તુળોમાં ધણાંની સહાનુભુતિ ગુમાવી ચૂ્‍કયા છે. સહકાર’ પેનલની પાછળ શહેરનાં ધણાં પીઢ અનુભવી મહાનુભાવો છે, જેમનું ઉઘોગ જગતમાં સારૂ નામ અને પ્રતિષ્ઠા છે : ચેમ્બરનાં આગેવાનો પણ સ્વિકારે છે કે સંસ્થાનાં વહિવટમાં ઉણપો અને ત્રુટીઓ જરૂર હોઈ શકે છે પરંતુ તેની પ્રતિષ્ઠાને આંચ આવે તેવી પ્રવૃત્ત્તિ હરગીજ સાંખી ન લેવાયઃ આ વખતે સુરતનાં ધાંચી- ખત્રી સમાજ, સૌરાષ્ટ્ર લોબી, મુસ્લીમ લોબી, મારવાડી સમાજ તેમજ ભૂતપૂર્વ પ્રમુખ સમુહનો ટેકો સહકાર પેનલ’ને મળી રહયો છે, આ જોતાં તેની જીત નિશ્ચત જણાય છે.

મૂળવાત એ છે કે સંજય ઈઝાવા ક્યારેક એરપોર્ટનાં પ્રશ્નો અને પોતાનાં અન્ય કામોની વિગતો સોશ્યલ મીડિયામાં મુકતા રહીને જાહેરમાં પોતાની હાજરી પુરાવતા હોય છે. ચેમ્બરનાં સભ્ય હોવા છતાં તાજેતરનાં વર્ષોમાં તેમણે ચેમ્બરને એકયા બીજા મુદ્દે નોટિસો આપી તેમજ અનેક જાતનાં ખુલાસાઓ માંગવા સાથે કોર્ટ કચેરીનો માર્ગ અખત્યાર કરી ચેમ્બરને ભીંસમાં લઈને અવારનવાર ચર્ચાનો વિષય બન્યાં હતાં. એમણે ચેમ્બરનાં આગેવાનો સાથે ટેબલ પર બેસી ચર્ચા કરવાનું નિમંત્રણ હંમેશા ટાળ્યું છે, જેનાં કારણે તેમની નકારાત્મક છાપ ઉભી થઈ છે. છેલ્લે જ્યારે મેનેજિંગ કમિટીની નિયુક્તિની વાત આવી ત્યારે પણ ચેમ્બરનાં મોભીઓએ સમાધાનની ફોમ્યુલાનાં ભાગરૂપે સંજય ઈઝાવા અને તેમનાં એક સાથીને ચૂંટાયેલા સભ્ય તરીકે લઈને બીજા બે સભ્યોને કમિટીમાં આમંત્રિત સભ્ય તરીકે સમાવી લેવાની ઑફર મુકી હતી. પરંતુ સંજય ઈઝાવાની જીદ હતી કે ચારેય જણને મેનેજિંગ કમિટીમાં ચૂંટાયેલા સભ્ય તરીકે સ્થાન આપવું અને તેમને અમુક ચોક્કસ કમિટીનાં ચેરમેન બનાવવા. બસ, ત્યાંથી સમાધાનમાં ભંગાણ પડયું અને ચૂંટણીની મિનમેખ બની હતી. વાસ્તવમાં સંજય ઈઝાવાએ હાથમાં આવેલી અમૂલ્ય તક રોળી નાંખી જેનો કદાચ તેમને જિંદગીભરનો વસવસો પણ રહેશે. ચેમ્બરમાં આધિપત્ય સ્થાપીને શહેરમાં છવાઈ જવાની ઈચ્છા રાખતાં સંજય ઈઝાવા ભૂલી ગયા છે ચેમ્બરમાં અનેક પ્રતિભાશાળી સિનીયર સભ્યો છે કે જેઓ વર્ષોથી ચેમ્બરની અનેક પ્રવૃત્તિઆેમાં સક્રિય રીતે ભાગ લે છે, સોંપાયેલા કામો શિસ્તબધ્ધ સૈનિકની માફક નિષ્ઠાપૂર્વક કરે છે અને ચેમ્બરની શાન વધે તે માટે અથાગ પ્રયત્નો કરતાં હોય છે. આજ કારણે સુરતની ચેમ્બર દેશ-વિદેશમાં જાણીતી છે અને સાડાસાત દાયકાથી કાર્યરત રહીને દક્ષિણ ગુજરાતનાં ઉઘોગ-ધંધા- વ્યવસાયોની સેવા કરવા કટિબધ્ધ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ સુરતની ચેમ્બરની કામગીરીનાં ભારોભાર વખાણ કરી દેશની અન્ય ચેમ્બર્સને શીખ લેવા જણાવ્યું હતું.
ચેમ્બરનાં આગેવાનો હંમેશા સ્વિકારે છે કે ક્યારેક મતભેદ થાય કે ઉગ્ર ચર્ચાઓ થાય કે કોઈક મુદ્દે આપસી સહમતી ના પણ હોય, પરંતુ, પ્રશ્નો ચર્ચાથીજ ઉકેલવા જોઈએ અને પરંતુ ચેમ્બરની પ્રતિષ્ઠાને ઝાંખપ લાગે તેવી પ્રવૃત્તિ ના થવી જોઈએ અને સાંખી પણ ના લેવી જોઈએ. પંચોતર વર્ષથી ચાલતી ચેમ્બર સંસ્થાની પ્રતિષ્ઠા સર્વોપરી છે. સંજય ઈઝાવા હંમેશા પોતાની જાતને કેન્દ્રમાં રાખે અને વાતે વાતે નોટિસો ફટકારે, ફરિયાદો અને કોર્ટ કચેરી કરતા રહે છે જેનાંથી ચેમ્બરનાં બહુમતી સભ્યોમાં નારાજગી છે. ચેમ્બરની હાલની ચૂંટણીમાં એકતરફ ૪૪ સભ્યોની સહકાર પેનલ અને સામે પક્ષે માત્ર 4 ઉમેદવારો છે અને ૪૪ મતો આપવા ફરજીયાત છે. આથી સમય નષ્ટ ના થાય તે માટે સહકાર પેનલે ચૂંટણી ચિન્હ માંગ્યુ હતું અને આપવામાં પણ આવ્યું. આનાંથી સંજય ઈઝાવાની ટીમ નારાજ થઈ ગઈ અને લેખિત ફરિયાદ કરી અને તેમનાં ચારેય ઉમેદવારો ચેમ્બરનાં કાર્યાલય સામે ઉભા રહી પ્લેકાર્ડ સાથે વિરોધ કર્યો. જો તેમની પેનલે પણ કોઈ ચૂંટણી ચિન્હ માંગ્યું હોત તો જરૂર ફાળવવામાં આવતે, પરંતુ, એમણે જાહેરમાં રોડ ઉપર ઊભા રહીને વિરોધનો માર્ગ પસંદ કર્યો જેનાંથી ધણાં તટસ્થ લોકો પણ નારાજ થયા હતાં. ચેમ્બરનાં આગેવાનો પણ સ્વિકારે છે કે સંસ્થાનાં વહિવટમાં ઉણપો અને ત્રુટીઓ જરૂર હોઈ શકે છે પરંતુ તેની પ્રતિષ્ઠાને આંચ આવે તેવી પ્રવૃત્ત્તિ હરગીજ સાંખી ન લેવાય. મેનેજિંગ કમિટી પછીથી ઉપ-પ્રમુખની ચૂંટણી થનાર છે જે માટે અનેક દાવેદારો મેદાનમાં આવે તેમ છે અને સંભવતઃ રસાકસી પણ ભારે હશે. આ દરમ્યાન કાદવ ઉછાળ અને કબાટનાં હાડપીંજરો બહાર આવશે અને મેલાં લૂગડાં જાહેરમાં ધોવાશે. આ વચ્ચે ચેમ્બર જેવી પ્રતિષ્ઠિત મહાજન સંસ્થાની છબિ ના ખરડાય અને શહેરનાં ઉઘોગ- ધંધા અને વ્યવસાયોનાં વ્યાપક હિતને ધ્યાનમાં રાખીને સભ્યો મતદાન કરે તે જરૂરી છે. આ સંસ્થામાં પ્રતિભાઓની ખોટ નથી, પરંતુ એવી સક્ષમ અને સેવાભાવી વ્યક્તિને સત્તાની ધૂરા સોંપાય જેનાં અનુભવ અને આવડતનો લાભ સંસ્થાને તથા ઉઘોગ ધંધાને મળે એ મહત્વની વાત છે. અસ્તુ !! – અમરિષ ભટ્ટ