//ટેક્સટાઈલ રીસર્ચ સંસ્થાઓનો દરજ્જો ‘સરકાર સંલગ્ન’માંથી ધટાડીને ‘સરકાર માન્ય’ શા માટે?

ટેક્સટાઈલ રીસર્ચ સંસ્થાઓનો દરજ્જો ‘સરકાર સંલગ્ન’માંથી ધટાડીને ‘સરકાર માન્ય’ શા માટે?

Share

 1,085 total views,  2 views today

સુરત, ભારત સરકાર દ્વારા સુરતની “મંત્રા’ તેમજ અમદાવાદની “અટીરા’
સહીત દેશની આઠ જેટલી અગ્રણી ટેક્સટાઈલ રીસર્ચ સંસ્થાઓનો દરજ્જો “સરકાર સંલગ્ન’માંથી ધટાડીને “સરકાર માન્ય’ કરવાનો નિર્ણય કર્યો છે તેની હાલમાં સરકારી ગેઝેટમાં પ્રસિધ્ધિ પણ થઈ ચૂકી છે. આ સમાચારની સાથે દેશનાં કાપડ ઉઘોગમાં ખૂબ પડધા પડયાં છે અને તેની નજદીકી તેમજ દૂરગામી અસરો સમગ્ર કાપડ ઉઘોગ ઉપર પડશે તે સ્પષ્ટ જણાય છે. ભારત સરકારે આવું ગંભીર અને મહત્વનું પગલું શા માટે ભરવું પડયું અને તેનાં સુચિતાર્થો અને પ્રત્યાધાતો કેવાં હશે તેની આસપાસની વિગતોને આવરી લેતી એક ખાસ લેખમાળા ક્રમશઃ ટેક્સટાઈલ ગ્રાફ વેબ ન્યુઝમાં ખૂબજ ટંૂક પ્રસિધ્ધ કરવામાં આવશે….. વાચકોને રાહ જોવા નમ્ર વિનંતી. (તંત્રીઃ અમરિષ ભટ્ટ
)