//SGCCI- GFRRC દ્વારા ‘કોરોનામાં ટેક્ષ્ટાઇલ ક્ષેત્રમાં અભિશાપમાં આશિર્વાદ’ વેબિનાર યોજાયો

SGCCI- GFRRC દ્વારા ‘કોરોનામાં ટેક્ષ્ટાઇલ ક્ષેત્રમાં અભિશાપમાં આશિર્વાદ’ વેબિનાર યોજાયો

Share

 1,303 total views,  2 views today

સુરત. ઘી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના ગ્લોબલ ફેબ્રિક રિસોર્સ એન્ડ રિસર્ચ સેન્ટર (જી.એફ.આર.આર.સી.) દ્વારા ‘કોરોનામાં ટેક્ષ્ટાઇલ ક્ષેત્રમાં અભિશાપમાં આશિર્વાદ’વિષય ઉપર વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નિષ્ણાંત વક્‌તાઓ તરીકે જે. રઘુનાથ (રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ) અને ડો. જગત શાહ ( ગ્લોબલ નેટવર્ક, વાઇબ્રન્ટ માર્કેટ્‌સ,) દ્વારા મેડીકલ અને ટેક્‌નીકલ ટેક્ષ્ટાઇલમાં રહેલી વિપુલ તકો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

ડો. જગત શાહે જણાવ્યું હતું કે, અમેરિકા અને ભારતના લઘુ ઉદ્યોગોની સમસ્યા મને એકસરખી દેખાય છે. ઉદ્યોગ સાહસિકોએ સ્ટ્રેટેજી ઉપર ધ્યાન આપવું જોઇએ અને ઓપરેશન અન્ય લોકોની ઉપર છોડી દેવું જોઇએ. અત્યારે આપણે નોલેજ ઇકોનોમી અને ડિજીટલ ઇકોનોમીમાં છીએ. તેમણે કહયું હતું કે, બિઝનેસને ગ્લોબલી કનેકટ નહીં કરીશું ત્યાં સુધી સ્પર્ધામાં આવી શકીશું નહીં. તેમણે ઇ–કોમર્સ બિઝનેસ વિશે પણ માહિતી આપી હતી.

મોટા ભાગની બ્રાન્ડ્‌સ અને અન્ય કંપનીઓ ચાઇનાથી અન્ય જગ્યાએ શીફટ થઇ રહી છે. ખાસ કરીને તેઓ ભારતમાં રોકાણ કરવા માંગી રહી છે ત્યારે કોરોનાને કારણે આજે આપણા માટે તક ઉભી થઇ છે અને આ તકનો લાભ ભારતના ઉદ્યોગપતિઓએ લેવો જોઇએ. વિયેતનામ અને બાંગ્લાદેશ ગ્લોબલ માર્કેટની સ્પર્ધામાં આવી ગયા છે ત્યારે આપણે પણ લાર્જ કેપેસિટીઝ તથા ક્‌વોલિટી અને હયુજ કોન્ટીટી સાથે ગ્લોબલી માર્કેટમાં ઉતરવું પડશે. ….. ટેક્‌નીકલ ટેક્ષ્ટાઇલનું હાલનું ૧૬ બિલિયન ડોલરનું માર્કેટ વર્ષ ર૦ર૪ સુધીમાં વધીને પ૦ બિલિયન ડોલર થઇ જશે : જે. રઘુનાથ …….સુરતના ઉદ્યોગે પણ એવી રીતે વિચાર કરવાનો છે કે પહેલાં કપડું ઇનોવેટ કરો અને ત્યારબાદ બજારમાં વેચવા માટે મુકો. એના માટે બિઝનેસમાં ફેલ થવાથી ગભરાશો નહીં. ઇન્ટરનેશનલ માર્કેટમાં નહીં જઇશું ત્યાં સુધી પાંચ ટ્રિલિયન ડોલરની ઇકોનોમી સુધી નહીં પહોંચીશું.: ડો. જગત શાહ

તેમણે ઉદ્યોગપતિઓને બિઝનેસમાં કસ્ટમર કમ સેકન્ડ અને સર્વિસ કમ ફર્સ્ટનો નિયમ અપનાવવા સૂચન કર્યું હતું. સુરતના ઉદ્યોગે પણ એવી રીતે વિચાર કરવાનો છે કે પહેલાં કપડું ઇનોવેટ કરો અને ત્યારબાદ બજારમાં વેચવા માટે મુકો. એના માટે બિઝનેસમાં ફેલ થવાથી ગભરાશો નહીં. ઇન્ટરનેશનલ માર્કેટમાં નહીં જઇશું ત્યાં સુધી પાંચ ટ્રિલિયન ડોલરની ઇકોનોમી સુધી નહીં પહોંચીશું. તેમણે ઇક્‌વીટી એન્ડ બિઝનેસ કોન્સેપ્ટ વિશે સમજણ આપી હતી. ઉદ્યોગપતિઓને તેમણે પોતાની કંપનીમાં યુવા સ્નાતકોને નોકરીએ રાખવાની તેમજ તેમને ઓથોરિટી આપવાની સલાહ આપી હતી.

જે. રઘુનાથે જણાવ્યું હતું કે, દરેક સફળ વ્યકિત વિષમ પરિસ્થિતિમાં અવસર શોધી લે છે. અમેરિકા સહિતના વિશ્વના મોટા ભાગના દેશો હવે ચાઇના સાથે વેપાર કરવા માંગતા નથી. મોટા ભાગની બ્રાન્ડ્‌સ અને અન્ય કંપનીઓ ચાઇનાથી અન્ય જગ્યાએ શીફટ થઇ રહી છે. ખાસ કરીને તેઓ ભારતમાં રોકાણ કરવા માંગી રહી છે ત્યારે કોરોનાને કારણે આજે આપણા માટે તક ઉભી થઇ છે અને આ તકનો લાભ ભારતના ઉદ્યોગપતિઓએ લેવો જોઇએ. વિયેતનામ અને બાંગ્લાદેશ ગ્લોબલ માર્કેટની સ્પર્ધામાં આવી ગયા છે ત્યારે આપણે પણ લાર્જ કેપેસિટીઝ તથા ક્‌વોલિટી અને હયુજ કોન્ટીટી સાથે ગ્લોબલી માર્કેટમાં ઉતરવું પડશે. તેમણે કહયું કે, બિઝનેસમાં નફો જરૂરી છે પણ રાષ્ટ્રને પ્રાથમિકતા આપીને આપણે ચાઇનીઝ બેઇઝ્‌ડ ગુડ્‌સનો ઉપયોગ બંધ કરી લોકલ ઇન્ડસ્ટ્રીને પ્રમોટ કરવી જોઇએ.

કોરોનામાં મેડીકલ ટેક્ષ્ટાઇલનું મહત્વ વધી ગયું છે ત્યારે એન્ટી વાયરસ ફેબ્રિકમાં પણ ઘણી બધી તક ઉભી થઇ છે. ફેસ માસ્ક, પીપીઇ કીટ અને હાઇજીન શીટીંગ વિગેરેના ઉત્પાદનમાં નવો ગ્રોથ જોવા મળી રહયો છે. અત્યારે દરરોજ ૧.પ૦ કરોડ ફેસ માસ્ક અને પ૦ લાખ પીપીઇ કીટનું નિર્માણ થઇ રહયું છે. ભારતમાંથી પ૦ લાખ પીપીઇ કીટના એક્ષ્પોર્ટને ટેક્ષ્ટા. મંત્રાલય દ્વારા મંજૂરી આપી દેવાઇ છે. હાલમાં ટેકનીકલ ટેક્ષ્ટાઇલનું ૧૬ બિલિયન ડોલરનું માર્કેટ છે, જે વર્ષ ર૦ર૪ સુધીમાં વધીને પ૦ બિલિયન ડોલર ઉપર પહોંચી જશે. આથી ભવિષ્યમાં પણ પીપીઈ કીટ અને ફેસ માસ્કના એક્ષ્પોર્ટ માટેની વિશાળ તક રહેનાર છે.: જે. રઘુનાથ

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કોરોનામાં મેડીકલ ટેક્ષ્ટાઇલનું મહત્વ વધી ગયું છે ત્યારે એન્ટી વાયરસ ફેબ્રિકમાં પણ ઘણી બધી તક ઉભી થઇ છે. ફેસ માસ્ક, પીપીઇ કીટ અને હાઇજીન શીટીંગ વિગેરેના ઉત્પાદનમાં નવો ગ્રોથ જોવા મળી રહયો છે. અત્યારે દરરોજ ૧.પ૦ કરોડ ફેસ માસ્ક અને પ૦ લાખ પીપીઇ કીટનું નિર્માણ થઇ રહયું છે. ભારતમાંથી પ૦ લાખ પીપીઇ કીટના એક્ષ્પોર્ટને ટેક્ષ્ટાઇલ મંત્રાલય દ્વારા મંજૂરી આપી દેવાઇ છે. તેમણે કહયું કે, હાલમાં ટેકનીકલ ટેક્ષ્ટાઇલનું ૧૬ બિલિયન ડોલરનું માર્કેટ છે, જે વર્ષ ર૦ર૪ સુધીમાં વધીને પ૦ બિલિયન ડોલર ઉપર પહોંચી જશે. આથી ભવિષ્યમાં પણ પીપીઈ કીટ અને ફેસ માસ્કના એક્ષ્પોર્ટ માટેની વિશાળ તક રહેનાર છે.

જે. રઘુનાથે વધુમાં કહયું કે, ટેકનીકલ ટેક્ષ્ટાઇલનું ભવિષ્ય ખૂબ જ સારું છે. તેનું ગ્લોબલ માર્કેટ પણ ખૂબ જ મોટું છે. પોલીસ્ટરનું પણ ભવિષ્ય સારું છે. સરકાર પણ ઉદ્યોગોના ડેવલપમેન્ટ માટે ઘણું વિચારે છે. ઇનોવેશન માત્ર પ્રોડક્‌ટમાં જ કરવાની નથી પણ તમે પ્રોસેસિસ અને સર્વિસિસમાં પણ ઇનોવેશન કરી શકો છો. તેમણે મેન્યુફેકચરીંગ, સપ્લાય ચેન, સેલ્સ એન્ડ માર્કેટીંગ, પ્લાનિંગ એન્ડ લોજીસ્ટીક અને મેન મેનેજમેન્ટ વિશે પણ સમજણ આપી હતી. લેબર અને તેમના પરિવારની કાળજી રાખવી એ કોરોનાએ કારખાનેદારો અને ઉદ્યોગપતિઓને શીખવાડયું છે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.

જો કે, તેમણે ચિંતા વ્યકત કરતા જણાવ્યું હતું કે, સુરત મેનમેઇડ ટેક્ષ્ટાઇલનું એપીક સેન્ટર છે પણ ભારતમાં અન્ય રાજ્યોની તુલનામાં સુરતનો ટેક્ષ્ટાઇલ ઉદ્યોગ લોકડાઉન બાદ માત્ર ર૦ ટકા જ શરૂ થયો છે. તેની તુલનામાં પંજાબ અને પાણીપતમાં માર્કેટ ૬૦થી ૭૦ ટકા શરૂ થઇ ગયું છે. જ્યારે દક્ષિણ ભારતમાં પણ તિરુપુર વિગેરે સ્થળે માર્કેટ ૬૦ ટકા જેટલું શરૂ થઇ ગયું છે. ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રી એ લેબર ઇન્ટેસીવ ઇન્ડસ્ટ્રી છે અને લોકડાઉન દરમિયાન સુરતમાંથી ૧૦ લાખ જેટલા લેબર સુરતમાંથી જતા રહયાં છે ત્યારે ચેમ્બર તથા અન્ય એસોસીએશનો દ્વારા તેમને પરત લાવવા માટે પ્રયાસો પણ કરવામાં આવી રહયાં છે.

ચેમ્બરના કાર્યવાહક પ્રમુખ દિનેશ નાવડિયાએ સ્વાગત પ્રવચન કર્યું હતું. જી.એફ.આર.આર.સી.ના ચેરમેન ગિરધરગોપાલ મુંદડાએ વક્‌તાઓનો પરિચય આપ્યો હતો. ચેમ્બરની મેનેજિંગ કમિટીના સભ્ય હિમાંશુ બોડાવાલાએ વેબિનારનું સંચાલન કર્યું હતું. અંતે ચેમ્બરની ટેક્ષ્ટાઇલ કમિટીના ચેરમેન આશિષ ગુજરાતીએ સર્વેનો આભાર માની વેબિનારનું સમાપન કર્યું હતું.