//સુરતની ‘મંત્રા’ સહીત આઠ ટેક્સટાઈલ રીસર્ચ સંસ્થાઓનો ‘સરકાર સંલગ્ન’નો દરજ્જો રદ્દ, હવે માત્ર ‘સરકાર એપ્રુવ્ડ’ સંસ્થાઓજ ગણાશે

સુરતની ‘મંત્રા’ સહીત આઠ ટેક્સટાઈલ રીસર્ચ સંસ્થાઓનો ‘સરકાર સંલગ્ન’નો દરજ્જો રદ્દ, હવે માત્ર ‘સરકાર એપ્રુવ્ડ’ સંસ્થાઓજ ગણાશે

Share

 2,531 total views,  8 views today

(ન્યુ દિલ્હી), ભારત સરકાર દ્વારા તાજેતરમાં ગેઝેટમાં પ્રસિધ્ધ કરવામાં આવ્યા મુજબ દેશની જાણીતી આઠ મહત્વની ટેક્સટાઈલ રીસર્ચ સંસ્થાઓનો “ભારત સરકાર સાથે સંલગ્ન’નો દરજ્જો રદ્દ કરવામાં આવ્યો છે તે સંસ્થાઓ હવે માત્ર “ભારત સરકાર દ્વારા એપ્રુવ્ડ’ સંસ્થાઓ ગણાશે. આવો મહત્વનો નિર્ણય લેવા પાછળ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારનું “મીનીમમ ગવર્મેન્ટ એન્ડ મેક્ઝીમમ ગવર્નન્સ’ કાર્યક્રમ અંતર્ગત આ નિર્ણય લેવાયો હોવાનું ગેઝેટમાં જણાવવામાં આવ્યું છે.
ભારત સરકાર દ્વારા જેમનો “ભારત સરકાર સાથે સંલગ્ન’નો દરજ્જો રદ્દ કરવામાં આવ્યો છે તેમાં સુરતની ટેક્સટાઈલ રીસર્ચ સંસ્થા “મંત્રા’ (મેન મેડ ટેક્સટાઈલ રીસર્ચ એસોસીએશન), અમદાવાદની “અટીરા’ (અમદાવાદ ટેક્સટાઈલ રીસર્ચ એસોસીએશન), મુંબઈની “બીટ્રા’ (ધી બોમ્બે ટેક્સટાઈલ રીસર્ચ એસોસીએશન), મુંબઈની “સાસ્મીરા’ (ધી સિન્થેટીક એન્ડ આર્ટ સીલ્ક મીલ્સ રીસર્ચ એસોસીએશન, ગાઝીયાબાદની “નીટ્રા’ (નોર્થ ઈન્ડીયા ટેક્સટાઈલ રીસર્ચ એસોસીએશન), કોઈમ્બતૂરની “સીટ્રા’ (ધી સાઉથ ઈન્ડીયા ટેક્સટાઈલ રીસર્ચ એસોસીએશન), થાણેની “ડબલ્યુ.આર.એ’ (વુલ રીસર્ચ એસોસીએશન), “આઈ.જે.આર.એ.’ (ઈન્ડીયન જૂટ ઈન્ડસ્ટ્રીઝ રીસર્ચ એસોસીએશન) મળીને કુલ મળીને દેશની આઠ સૌથી મહત્વની ટેક્સટાઈલ રીસર્ચ સંસ્થાઓનું સ્ટેટસ બદલાયું છે.

આઠેય ટેક્સટાઈલ રીસર્ચ એસોસીએશનો હવેથી “ભારત સરકાર સાથે સંલગ્ન’ નહીં ગણાય પરંતુ માત્ર “ભારત સરકાર દ્વારા એપ્રુવ્ડ’ સંસ્થાઓ ગણાશે. અને તે બધી સંસ્થાઓ તેમની ટેક્સટાઈલ રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટ, ટેસ્ટીંગની કામગીરીઓ યથાવત રીતે ચાલુ રાખશે. વધુમાં આ સંસ્થાઓમાંથી ભારત સરકારનાં ટેક્સટાઈલ મંત્રાલય દ્વારા નિયુક્ત સરકારી પ્રતિનિધિઓ પણ પાછા ખેંચી લેવામાં આવશે અને તે રીતે જે તે સંસ્થાઓ પોતાનાં બંધારણમાં સુધારા કરશે. આ સંસ્થાઓને ભારત સરકાર દ્વારા અપાયેલી વિવિધ ગ્રાંટ મદદમાંથી વસાવવામાં આવેલા મિલકતો પણ આ સંસ્થાઓ હવેથી વેચાણ-નિકાલ- ભાડે અને હસ્તાંતરીત કરી શકશે નહીં અને તે માટે તેમણે કેન્દ્ર સરકારની પૂર્વ મંજૂરી લેવી પડશે.


ભારત સરકાર દ્વારા પ્રસિધ્ધ ગેઝેટની વિગતો અનુસાર ઉપર જણાવેલ આઠેય ટેક્સટાઈલ રીસર્ચ એસોસીએશનો હવેથી “ભારત સરકાર સાથે સંલગ્ન’ નહીં ગણાય પરંતુ માત્ર “ભારત સરકાર દ્વારા એપ્રુવ્ડ’ સંસ્થાઓ ગણાશે. વધુમાં આ સંસ્થાઓમાંથી ભારત સરકારનાં ટેક્સટાઈલ મંત્રાલય દ્વારા નિયુક્ત સરકારી પ્રતિનિધિઓ પણ પાછા ખેંચી લેવામાં આવશે અને તે રીતે જે તે સંસ્થાઓ પોતાનાં બંધારણમાં સુધારા કરશે. આ સંસ્થાઓને ભારત સરકાર દ્વારા અપાયેલી વિવિધ ગ્રાંટ મદદમાંથી વસાવવામાં આવેલા મિલકતો પણ આ સંસ્થાઓ હવેથી વેચાણ-નિકાલ- ભાડે અને હસ્તાંતરીત કરી શકશે નહીં અને તે માટે તેમણે કેન્દ્ર સરકારની પૂર્વ મંજૂરી લેવી પડશે.
ભારત સરકાર દ્વારા ગેઝેટમાં જણાવ્યા અનુસાર દેશની આ આઠેય ટેક્સટાઈલ રીસર્ચ સંસ્થાઓ હવેથી “ભારત સરકાર દ્વારા એપ્રુવ્ડ’ સંસ્થાઓ ગણાશે અને તે બધી સંસ્થાઓ તેમની ટેક્સટાઈલ રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટ, ટેસ્ટીંગની કામગીરીઓ યથાવત રીતે ચાલુ રાખશે.