//ધી સુરત આર્ટ સિલ્ક ક્લોથ મેન્યુ. એસો.(સાસ્કમા) દ્વારા કોરોના કોવિડ-19 સામે લડવા રૂ.૧૩,૦૦,૦૦૦નાં દાનની ઘોષણા કરતાં જયવદન બોડાવાલા

ધી સુરત આર્ટ સિલ્ક ક્લોથ મેન્યુ. એસો.(સાસ્કમા) દ્વારા કોરોના કોવિડ-19 સામે લડવા રૂ.૧૩,૦૦,૦૦૦નાં દાનની ઘોષણા કરતાં જયવદન બોડાવાલા

Share

 1,715 total views,  2 views today

(પ્રતિનિધિ દ્વારા) સુરત, વિશ્વભરમાં જ્યારે કોરોના વાઈરસની મહામારીનો કાળો કેર વર્તાઈ રહયો છે ત્યારે દેશનાં ખૂણેખૂણે જરૂરતમંદોને ભોજન, મેડીકલ સારવાર અને અન્ય સગવડો મળી શકે તે માટે ચોમેરથી માનવતા અને મદદનો પ્રવાહ પણ ખૂબજ જોરથી અવિરત વહેવા લાગ્યો છે. આવે સમયે સુરત અને દેશભરમાં મદદ કરવાનાં ઉમદા હેતુ માટે સુરત શહેરની જાણીતી અને દાયકાઓથી કાર્યરત એવી ટેક્સટાઈલ ઉદ્યાેગની સાૈથી જૂની અને પાયાની સંસ્થા ધી સુરત આર્ટ સિલ્ક ક્લોથ મેન્યુફેક્ચરર્સ એસોસીએશન (સાસ્કમા) તરફથી વિવિધ સંસ્થાઓ તેમજ ભારત સરકારને માતબર રકમનું દાન આપવાની ધોષણા સંસ્થાનાં ચેરમેન અને સુરતનાં ટેક્સટાઈલ અગ્રણી જયવદનભાઈ એન. બોડાવાળા, સાસ્કમાનાં વાઈસ ચેરમેન વસંતભાઈ બચકાનીવાલા – નંદકિશોર ચોરાવાલા, ઉપ-પ્રમુખ આરીફ હાજી સત્તાર કુંડા તથા ફેડરેશન ઓફ ઈન્ડીયન આર્ટ સિલ્ક વિવિંગ ઈન્ડસ્ટ્રી (ફીઆસ્વી) મુંબઈનાં ચેરમેન ભરતભાઈ ગાંધી તેમજ સમગ્ર બોર્ડ દ્વારા ચર્ચા વિચારણા બાદ કોરોનાં વાયરસ (કોવીડ -૧૯) સામે લડવા માટે સહયોગી સંસ્થા ટ્રસ્ટ મેન મેઈડ વિવિંગ ઈન્ડસ્ટ્રી વેલ્ફેર એન્ડ રિલીફ ટ્રસ્ટ દ્વારા મહામારી સામે લડવા વિવિધ સંસ્થાઓને માતબર રકમનું દાન આપવાની ધોષણા કરવામાં આવી છે.

ધી સુરત આર્ટ સિલ્ક ક્લોથ મેન્યુફેક્ચરર્સ એસોસીએશન (સાસ્કમા) દ્વારા સુરત જિલ્લા કલેક્ટરને રૂ. ૫,૦૦,૦૦૦ (પાંચ લાખ), માનનીય વડાપ્રધાનનાં પીએમ કેર્સ ફંડમાં રૂ. ૨,૦૦,૦૦૦ તેમજ મેન મેઈડ વિવિંગ ઈન્ડસ્ટ્રી વેલ્ફેર એન્ડ રિલિફ ટ્રસ્ટ દ્વારા સુરત મહાનગરપાલિકા કમિશ્નરને રૂ. ૬,૦૦,૦૦૦ એમ કુલ મળીને રૂ.૧૩,૦૦,૦૦૦ (તેર લાખ)નાં માતબર દાનની જાહેરાત કરી માનવતાની મહેંક પ્રસરાવી છે સુરતનાં કાપડ ઉઘોગનું નામ ગુજરાત અને દેશભરમાં રોશન કરીને એક નવું ઉદાહરણ પુરૂ પાડયું છે.

જેનાં થકી વિશ્વવ્યાપી કોરોનાં મહામારી સામે લડવા અને જરૂરતમંદ લોકોને જીવન જરૂરી વસ્તુઓ અનાજ, ભોજન આપવા ધી સુરત આર્ટ સિલ્ક ક્લોથ મેન્યુફેક્ચરર્સ એસોસીએશન (સાસ્કમા) દ્વારા સુરત જિલ્લા કલેક્ટરને રૂા. ૫,૦૦,૦૦૦ (પાંચ લાખ), માનનીય વડાપ્રધાનનાં પીએમ કેર્સ ફંડમાં રૂા. ૨,૦૦,૦૦૦ તેમજ મેન મેઈડ વિવિંગ ઈન્ડસ્ટ્રી વેલ્ફેર એન્ડ રિલિફ ટ્રસ્ટ દ્વારા સુરત મહાનગરપાલિકા કમિશ્નરને રૂા. ૬,૦૦,૦૦૦ એમ કુલ મળીને રૂા.૧૩,૦૦,૦૦૦ (તેર લાખ)નાં માતબર દાનની જાહેરાત કરીને માનવતાની મહેંક પ્રસરાવી છે સુરતનાં કાપડ ઉઘોગનું નામ ગુજરાત અને દેશભરમાં રોશન કરીને એક નવું ઉદાહરણ પુરૂ પાડયું છે.