//સુરતની Autotech Nonwovens દ્વારા કોરોના માટે મેડીકલ પીપીઈ સુટ, N-95 માસ્ક, બેડકવર જેવી આઈટમો બનાવવા ટેકનીકલ ટેક્સટાઈલ ઉત્પાદન ક્ષેત્રે હરણફાળ

સુરતની Autotech Nonwovens દ્વારા કોરોના માટે મેડીકલ પીપીઈ સુટ, N-95 માસ્ક, બેડકવર જેવી આઈટમો બનાવવા ટેકનીકલ ટેક્સટાઈલ ઉત્પાદન ક્ષેત્રે હરણફાળ

Share

 3,243 total views,  2 views today

(પ્રતિનિધિ દ્વારા) સુરત, ભારત અને વિશ્વભરમાં હાહાકાર મચાવનાર કોરોના વાઈરસ હવે મોટો ખતરો અને સાથે સાથે પડકાર બન્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં 20 લાખ કરોડનું સ્ટીમ્યુલસ પેકેજ જાહેર કરતી વેળાએ ખાસ ઉલ્લેખ કરતાં કહયું હતું કે એક જમાનામાં જેની કલ્પના કરી નહોતી શકાતી તેવા કોરોના સહિત ગમે તેવી મહામારી સામે લડવાનાં મુખ્ય શસ્ત્ર એવાં PPE Coverall, Medical Suit Gown, ચહેરા ઉપર પહેરવાના એન-95 માસ્ક ભારતમાં ઘરઆંગણે બનાવવાની ખૂબજ ટૂંકા સમયગાળામાં આત્મનિર્ભરતા આપણે કેળવી છે અને COVID-19 કોરોના મહામારી સામે લડવા વધુ સક્ષમ બન્યાં છીએ. ગઈકાલ સુધી જેની કલ્પના પણ નહોતા કરતાં તે આજે આપણી વાસ્તવિકતા અને ગૌરવની વાત બની છે.
સુરતની નામાંકિત એવી AUTOTECH NONWOVENS (ઓટોટેક નોનવોવન્સ) કંપની કે જેનાં પ્રણેતા યુવા ઉદ્યોગ સાહસીક અંકિત દેસાઈ છે, તેનાં મેન્યુફેક્ચરીંગ પ્લાન્ટની સ્થાપના વર્ષ 2012માં કરવામાં આવી હતી. કંપની ઘણાં વર્ષોથી નોન વોવન ફેબ્રિક્સનું ઉત્પાદન કરતી આવી છે. તેમની પાસે આ નોન વોવન ટેકનિકલ ટેક્સટાઈલ બનાવવાની આધુનિક ઉત્પાદન મશીનરીઓ અને ટેકનોલોજી છે ઉપરાંત તેમની પાસે પોતાનાંજ લેમિનેશન અને કોટિંગનાં પ્લાન્ટ પણ છે. તેઓ આજદિન સુધી ઓટોમોબાઈલ, ફિલ્ટરેશન તેમજ ફાર્માસ્યુટિકલ – મેડિકલ માટેની પ્રોસેસ તેમજ ઉપયોગમાં લેવાતાં ટેકનિકલ ટેક્સટાઈલનું ઘણાં લાંબા સમયથી કોમર્શીયલ ઉત્પાદન પણ કરી રહ્યાં છે અને તે માટે જરૂરી એવું IATF 16949:2016 એક્રિડેશન પણ મેળવી ચૂકી છે.
ઓટોટેક નોન વોવન કંપની દ્વારા પહેર્યા પછી આસાનીથી શ્વાસ લઈ શકાય તેવાં ટેકનિકલ ટેક્સટાઈલ કે જેને PPE Coverall Fabric તરીકે ઓળખવામાં આવે છે અને જેની અનેક ઉપયોગીતાઓ છો તેનું મોટો પાયે ઉત્પાદન કરવાનો મહત્વકાંક્ષી કાર્યક્રમ અમલમાં મુકવામાં આવ્યો છે. હવે જ્યારે ભારતમાં અને વિશ્વભરમાં કોરોના જેવી મહામારીની સામેની લડાઈ ખૂબજ લાંબી ચાલવાની સંભાવના છે ત્યારે જે લોકો Nonwoven PPE fabric કે જેમાંથી પીપીઈ મેડીકલ સુટ, મેડિકલ ગાઉન, બૂટ અને તેનાં કવર, માથે પહેરવાની મેડિકલ કેપ(ટોપી), આઈસોલેશન વોર્ડની પથારી બેડકવર તકીયા (ઓશીકા) મેડીકલ પડદાનું ગમે તેટલાં મોટાપાયે ઉત્પાદન કરવું હોય તો ઓટોટેક નોન વોવન કંપની આ માટે જરૂરી ટેકનીકલ ટેક્સટાઈલ ગમે તેટલા મોટાપાયા પર પુરુ પાડવા માટે સક્ષમ છે.

સુરતમાં જે ઉદ્યોગ સાહસીકો આનું ઉત્પાદન કરવા માંગતા હોય તેમણે આ ટેકનીકલ ફેબ્રિક્સનાં ઉત્પાદનની જટિલ પ્રક્રિયામાં પડવાની જરૂરજ નથી કેમકે આ હાઈલી ટેકનીકલ પ્રક્રિયા છે અને ખૂબ ઉંચી કિંમતની મશીનરી વસાવવી જરૂરી છે તેમજ તેનાં માટે જંગી બેજટ લાંબાગાળાનું આયોજન અને સમયની જરૂર રહે છે. તેનાં બદલે ઉદ્યોગ સાહસીકો ઓટોટેક નોન વોવન કંપની પાસેથી ટેકનીકલ ફેબ્રિક્સની ગમે તેટલી મોટી માત્રામાં સીધી તત્કાળ ખરીદી કરીને પીપીઈ સુટ, એન-95 માસ્ક ઈત્યાદિનાં ઝડપી ઉત્પાદનની દિશામાં જઈને તેનાં બિઝનેસ થકી સારામાં સારી કમાણી કરી શકે છે.


સુરતમાં જે ઉદ્યોગ સાહસીકો આનું ઉત્પાદન કરવા માંગતા હોય તેમણે આ ટેકનીકલ ફેબ્રિક્સનાં ઉત્પાદનની જટિલ પ્રક્રિયામાં પડવાની જરૂરજ નથી કેમકે આ હાઈલી ટેકનીકલ પ્રક્રિયા છે અને ખૂબ ઉંચી કિંમતની મશીનરી વસાવવી જરૂરી છે તેમજ તેનાં માટે જંગી બેજટ લાંબાગાળાનું આયોજન અને સમયની જરૂર રહે છે. તેનાં બદલે ઉદ્યોગ સાહસીકો ટેકનીકલ ફેબ્રિક્સની ગમે તેટલી મોટી માત્રામાં સીધી તત્કાળ ખરીદી કરીને પીપીઈ સુટ, એન-95 માસ્ક ઈત્યાદિનાં ઝડપી ઉત્પાદનની દિશામાં જઈને તેનાં બિઝનેસ થકી સારામાં સારી કમાણી કરી શકે છે.
અત્રે ખાસ ઉલ્લેખનીય છે ઓટોટેક નોન વોવન કંપની દ્વારા તાજેતરમાં જ્યારે કોરોનાની મહામારી ફાટી નીકળી ત્યારે ભારત સરકાર અને સુરત શહેરનાં કલેક્ટર ડો ધવલ પટેલ સહીત ઈન્ડસ્ટ્રીઝ કમિશ્નર કચેરી સમક્ષ પીપીઈ સુટ તથા એન-95 માસ્કનાં ઉત્પાદનની મંજૂરી માંગી દ્વારા તત્કાળ જરૂરી મંજૂરીઓ તત્કાળ આપવામાં આવી હતી. અને આનું ઉત્પાદન ખૂબજ ઝડપથી થાય તે માટે બધો સહકાર આપવાની ખાતરી આપી પ્રોત્સાહીત કરવામાં આવેલ. આ ઉપરાંત ઓટોટેક નોન વોવન દ્વારા ઉત્પાદિત PPE Coverall Fabric ટેકનિકલ ટેક્સટાઈલને દક્ષિણ ભારતની SITRA કે જેને ભારત સરકારે નિયુક્ત કરી છે તેનાં દ્વારા પણ ગુણવત્તાનું સર્ટિફિકેશન આપવામાં આવેલું છે. આમ આ કંપનીનાં ટેકનીકલ ટેક્સટાઈલની ગુણવત્તા અને ક્ષમતા પણ પ્રમાણિત થયાં છે.
વિશ્વવ્યાપી વર્તમાન મહામારી COVID-19 સામેની ભારત સરકાર અને સૌ દેશવાસીઓની લડાઈમાં સહકાર અને મહત્વનું યોગદાન આપવાનાં મક્કમ નિર્ધાર થકી ઓટોટેક નોન વોવન કંપની દ્વારા PPE Coverall Fabric કે જેનો ઉપયોગ પીપીઈ સુટ તેમજ એન-95 માસ્ક બનાવવામાં થાય છે તેનું ઉત્પાદન વધુ ઝડપી કરવાનો આરંભ કર્યો છે અને આની જરૂરીયાત ખૂબ ઝડપી બને તે જરૂરી હોવાથી કંપની દ્વારા યુધ્ધનાં ધોરણે ઉત્પાદન કામગીરી કરવામાં આવે છે.
ઓટોટેક નોન વોવનનાં ડીરેક્ટર અંકીત દેસાઈનાં જણાવ્યાં અનુસાર તેમની કંપની દ્વારા N95નાં સિલક્ટેડ કોમ્પોનન્ટનું ઉત્પાદન કરવામાં આવે છે આ ઉત્પાદન માસ્કમાં એક મધ્યવર્તી મહત્વનું પટલ તૈયાર કરે છે જેની સ્ટેબિલિટી અને કમ્ફર્ટનાં પગલે લોકોને માસ્ક પહેરવો સરળ રહે છે. હાલમાં ભારતમાં ઘરઆંગણેજ પીપીઈ સુટ, N95 માસ્ક, મેડિકલ રૂ પડદા, બેડ કવર વિગેરેની ખૂબજ મોટાપાયે જરૂર છે આથી તેઓ તેની ઉપરજ ધ્યાન કેન્દ્રિત કર્યું છે પરંતુ આવનારા દિવસોમાં કંપનીનાં ઉત્પાદન ગુણવત્તા, ટેકનોલોજી તેમજ કિંમતની દ્રષ્ટિએ ચઢીયાતા હોવાથી સરકાર તેની વિદેશમાં નિકાસ કરવા મંજૂરી આપશે તેવો આશાવાદ વ્ચક્ત કર્યો છે.
આમ સુરતનીજ એક સ્થાનિક કંપની અને યુવા ઉદ્યોગ સાહસીક અંકીત દેસાઈએ સુરત અને સમગ્ર ભારતને મેડીકલ પીપીઈ સુટ, N95 માસ્ક ઉત્પાદનની દિશામાં આત્મનિર્ભર કરી મોટું ગૌરવ અપાવ્યું છે.