//મુખ્યમંત્રીએ લોકડાઉન-4નાં અમલ અને રાહતો અંગે ચેમ્બર સહિત ટેક્સટાઈલ અને ડાયમંડ ઉદ્યોગ સંગઠનો સાથે વિડિયો કોન્ફરન્સ કરી

મુખ્યમંત્રીએ લોકડાઉન-4નાં અમલ અને રાહતો અંગે ચેમ્બર સહિત ટેક્સટાઈલ અને ડાયમંડ ઉદ્યોગ સંગઠનો સાથે વિડિયો કોન્ફરન્સ કરી

Share

 2,023 total views,  2 views today

સુરત, આજરોજ કલેકટર કચેરી ખાતે લોકડાઉન ૪.૦ દરમિયાન લોકડાઉનનો અમલ કેવી રીતે કરવો અને તેમાં કયા પ્રકારની રાહતો આપવી તે અંગે રાજ્યના માનનીય મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીશ્રી નિતિનભાઇ પટેલની રાજ્યની તમામ ચેમ્બર ઓફ કોમર્સ સાથે વિડિયો કોન્ફરન્સ યોજાઇ હતી. જેમાં ચેમ્બરના પ્રમુખ કેતન દેસાઇ, ઉપપ્રમુખ દિનેશ નાવડીયા અને તત્કાલિન નિવૃત્ત પ્રમુખ હેતલ મહેતા તેમજ ડાયમંડ ઉદ્યોગના આગેવાનો ગોવિંદભાઇ ધોળકીયા અને સેવંતીભાઇ શાહ તથા ફોગવા, ફોસ્ટા, સાઉથ ગુજરાત ટેક્ષ્ટાઇલ પ્રોસેસિંગ એસોસિએશન, સુરત ડાયમંડ એસોસિએશનના આગેવાનો હાજર રહયા હતા.
ચેમ્બર દ્વારા પ્રથમ તો રાજ્ય સરકાર દ્વારા લોકડાઉન ખોલવા માટે જે નિર્ણય લેવામાં આવી રહયો છે તે અંગે સરકારનો આભાર માનવામાં આવ્યો હતો. સરકારની ગાઇડલાઇન મુજબ સોશિયલ ડિસ્ટન્સીંગ સહિતના બધા નિયમોના પાલન સાથે ઇન્ડસ્ટ્રી ચાલુ કરવાની ખાતરી ચેમ્બરે આપી હતી. ઇન્ડસ્ટ્રી અને ઓફિસો ચાલુ કરવામાં આવે તો તેમાં પોલીસ પરમીશન માટેની પ્રોસિજર ન કરી સીધું એક જાહેરનામું બહાર પાડવા માટે સૂચન કરવામાં આવ્યુ હતુ. જેથી કરીને બધાને અવરજવર માટે મુશ્કેલીનો સામનો ન કરવો પડે અને પોલીસ પરમીશનની ગેરસમજ પણ ઉભી ન થાય. અલગ અલગ વિસ્તારોની ટેક્ષ્ટાઇલ માર્કેટને ધીમે ધીમે શરૂ કરવામાં આવે. એકી – બેકી નંબરો સાથે દુકાનોને નિયત સમય મર્યાદા માટે શરૂ કરવામાં આવે. ઓટોમોબાઇલ્સના શો રૂમ, જ્વેલરી શો રૂમ તેમજ અન્ય ઓફિસોને પણ સરકારની ગાઇડલાઇન મુજબ ઓછા સ્ટાફની સાથે શરૂ કરવામાં આવે. આંતરરાજ્ય ટ્રાન્સપોર્ટ સર્વિસ શરૂ કરવામાં આવે. મહારાષ્ટ્ર રાજ્યમાં રેડ ઝોન હોવા છતાં ત્યાં દસ ટકા ડાયમંડ યુનિટો શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી છે ત્યારે સુરતમાં પણ આ રીતની મંજૂરી આપવામાં આવે તેવા સૂચનો ચેમ્બર દ્વારા કરવામાં આવ્યા હતા.