//SGCCIએ લઘુ-મધ્યમ ઉદ્યોગો માટે ડે. વિત્ત- કોર્પોરેટ મંત્રી અનુરાગ ઠાકુર સમક્ષ વિસ્તૃત રજૂઆતો કરી

SGCCIએ લઘુ-મધ્યમ ઉદ્યોગો માટે ડે. વિત્ત- કોર્પોરેટ મંત્રી અનુરાગ ઠાકુર સમક્ષ વિસ્તૃત રજૂઆતો કરી

Share

 1,751 total views,  2 views today

સુરત. વેસ્ટર્ન મહારાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ, ઇન્ડસ્ટ્રીઝ, એગ્રો એન્ડ એજયુકેશન (વેસ્મેક) દ્વારા ‘બ્રાઇટ ફયૂચર ઓફ ઇન્ડિયન ઇકોનોમી પોસ્ટ કોવિડ– ૧૯’ વિષય ઉપર વેબીનારનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં ભારત સરકારના ફાયનાન્સ અને કોર્પોરેટ અફેર્સના રાજ્ય કક્ષાના મંત્રી અનુરાગ ઠાકુર સાથે સ્પેશિયલ ઇન્ટરેકટીવ સેશન રાખવામાં આવ્યુ હતુ. આ સેશનમાં ફિક્‌કી મહારાષ્ટ્ર સ્ટેટ કાઉન્સીલના ચેરપર્સન સુશ્રી લજ્જા ફિરોડીયા–મોટવાની, મોતીલાલ ઓસવાલ ફાયનાન્સિયલ સર્વિસિસ લિમિટેડના એમડી એન્ડ સીઇઓ મોતીલાલ ઓસવાલ, ક્રેડાઇના નેશનલ વાઇસ પ્રેસિડેન્ટ શ્રી શાંતિલાલ કટારીયા, મહારાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ સંતોષ માંડલેચા અને ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ કેતન દેસાઇ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહયા હતા.

મંત્રી અનુરાગ ઠાકુરે પ્રારંભિક સંબોધનમાં સરકાર દ્વારા ઇન્ડસ્ટ્રી માટે કરવામાં આવી રહેલા વિવિધ પ્રયાસો વિશે માહિતી આપી અતિથિ વિશેષોને ઇન્ડસ્ટ્રી સ્પેસિફીક સૂચનો રજૂ કરવા અનુરોધ કર્યો હતો. ઇન્ડસ્ટ્રીના પ્રતિનિધીઓએ જુદા–જુદા સેકટર સંબંધિત પ્રશ્નોની સીધી રજૂઆત મંત્રીશ્રી સમક્ષ કરી હતી. જેમાં ચેમ્બરના પ્રમુખ કેતન દેસાઇ દ્વારા દક્ષિણ ગુજરાતના ટેક્ષટાઇલ, ડાયમંડ, એક્‌વાકલ્ચર, એગ્રીકલ્ચર, કેમિકલ, રીયલ એસ્ટેટ તેમજ એમએસએમઇ માટે નીચે મુજબની વિસ્તૃત રજૂઆત કરવામાં આવી હતી.

– સમગ્ર ઉદ્યોગ જગતને હાલમાં લોકડાઉન, લીકવીડિટી અને લેબરના મુળ પ્રશ્નો સતાવી રહયાં છે.

– ઉદ્યોગોને ત્રણ–છ મહિનાને બદલે ૩૧ માર્ચ ર૦ર૧ સુધી એક વર્ષ માટે રાહત આપવી જોઇએ.

– એમએસએમઇને બેંકો પાસેથી વર્કીંગ કેપીટલ માટે મળતી લોનની મર્યાદામાં રપ ટકા સુધીનો વધારો સોફટ લોન તરીકે આપવામાં આવે.

– ખાનગી બેંકો પાસે આરબીઆઇના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવામાં આવે.

– એમએસએમઇ તથા ટેક્ષ્ટાઇલ અને ડાયમંડ માટે વહેલી તકે આર્થિક સહાય પેકેજ જાહેર કરવામાં આવે.

– સુરતના એમએસએમઇ ઉદ્યોગકારો લેબરને વેજીસ આપી શકે તેવી સ્થિતિમાં ન હોવાથી આ અંગે કોઇ કાયદેસર કાર્યવાહી કરવામાં ન આવે.

– વેપારીઓને પાંચ લાખથી વધુના ઇન્કમ ટેક્ષના રિફંડ, જીએસટીના રીફંડ તથા ટફ અને અન્ય સબસિડીઓ કે જે અગાઉ મંજૂર થઇ ગઇ છે તેઓને તાત્કાલિક રિલીઝ કરવામાં આવે.

– વિવર્સના રીફંડ અંગે સરકાર દ્વારા સુપ્રિમ કોર્ટમાં કરવામાં આવેલી પીટિશનને પરત ખેંચી વેપારીઓને તાત્કાલિક ધોરણે રીફંડ આપવામાં આવે. આથી વેપારીઓને ખૂબ જ સારી મદદ મળી રહેશે.

– લોકડાઉન બાદ લેબરને ફરીથી લાવવા માટે સ્પેશિયલ ટ્રેનો ચલાવવામાં આવે. જેથી કરીને ઉદ્યોગો ફરીથી ધમધમતા થઇ શકે.

– ટેક્ષ્ટાઇલ અને ડાયમંડ ઇન્ડસ્ટ્રી માટે કન્ઝયુમર નથી. આથી ડાયમંડ ઇન્ડસ્ટ્રીને માર્કેટ મળે તેના માટે સરકાર દ્વારા અત્યારથી જ પ્રયાસો કરવામાં આવે.

– રો મટિરિયલની તકલીફ ઉભી થશે તેના નિવારણ માટે સરકાર દ્વારા યોગ્ય પગલા લેવામાં આવે.

– ઉદ્યોગો માટે વિવિધ વિભાગો દ્વારા એક વર્ષ સુધી કોઇ કાર્યવાહી ન કરી રિલેકસેશન આપવામાં આવે.

– ચાઇનામાંથી ભારતમાં આવવા માંગતી કંપનીઓ માટે સુરત તથા આજુબાજુના વિસ્તારને પ્રાધાન્ય આપવામાં આવે. અહીં ઇન્ટરનેશનલ એરપોર્ટ, ડીએમઆઇસી કોરીડોર અને પોર્ટ વિગેરે ઇન્ફ્રાસ્ટ્રકચર સારુ છે.

– ઉદ્યોગકારો તેમજ વેપારીઓ માટે બીલ ડિસ્કાઉન્ટીંગ પ્લેટફોર્મ રજૂ કરવામાં આવે.

– ડીલરોની મુશ્કેલીને નિવારવા સરકાર દ્વારા બેંકોને ચેનલ ફાયનાન્સીંગ માટે આદેશ આપવામાં આવે.

– રિન્યુએબલ એનર્જી, પાવર માટેની પેન્ડીંગ સબસિડી વહેલી તકે રીલીઝ કરવામાં આવે તો લઘુ ઉદ્યોગોને રાહત મળી રહેશે.

– ઇન્ડસ્ટ્રી માટે પાવર કોસ્ટ ઘટાડવા હેતુસર રિન્યુએબલ એનર્જીના કેપ્ટીવ પાવર પ્લાન્ટ ઉપર સબસિડીનું પ્રાવધાન કરવામાં આવે.

– કોઇપણ પ્રકારની મોર્ગેજ ડીડ ઉપર એક વર્ષ માટે સ્ટેમ્પ ડયુટીની માફી આપવામાં આવે.

ચેમ્બર દ્વારા દક્ષિણ ગુજરાતની વિવિધ ઇન્ડસ્ટ્રી પ્રત્યેની રજૂઆત વિશે મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યુ હતુ કે, ભારતીય અર્થ વ્યવસ્થામાં સૌથી મોટો ફાળો લઘુ ઉદ્યોગોનો છે તે વાત માનનીય વડાપ્રધાન પણ સ્વીકારે છે. એમએસએમઇ થકી દેશભરમાં ૧ર કરોડ લોકોને રોજગાર મળે છે. આથી એમએસએમઇ સેકટર પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહયું છે. રેડ ઝોનને કારણે જે તકલીફો ઇન્ડસ્ટ્રીને થઇ રહી છે તેના નિવારણ માટે ગૃહ મંત્રાલય સાથે વાત કરીશું. ઉદ્યોગોને આપવામાં આવતી ત્રણ કે છ મહિનાની રાહતોને ૩૧મી માર્ચ ર૦ર૧ સુધી લંબાવવામાં આવે તે માટે પણ વિચારીશું.

મંત્રીએ જણાવ્યુ હતુ કે, બેંક પ્રણાલિમાં ઇફેકટીવનેસ લાવવા માટે પ્રયાસ કરીશું. ઉદ્યોગોને આપવામાં આવતી લોનને મુદ્રા યોજના સાથે જોડીને તેને રપ લાખ સુધી કઇ રીતે કરવામાં આવે તે માટે પ્રયાસ કરીશું. રીયલ એસ્ટેટ અને કન્સ્ટ્રકશન માટે પણ સરકાર પ્રયાસ કરી રહી છે. અન્ય દેશોમાંથી ભારતમાં એકમો આવવા માટે રાહ જોઇ રહયાં છે પણ સ્થાનિક એકમોને કઇ સાચવીને તેઓને મજબુત બનાવવામાં આવે તેના માટે પ્રથમ પ્રયાસ સરકારનો રહેશે.

ચેમ્બરના પ્રમુખ કેતન દેસાઇ દ્વારા મંત્રી અનુરાગ ઠાકુરને ચેમ્બરના વેબીનાર માટે પણ આમંત્રણ આપવામાં આવ્યુ હતુ. આજના વેબીનારનું સમગ્ર સંચાલન વેસ્મેકના પ્રમુખ લલિત ગાંધીએ કર્યુ હતુ.