//કાપડ ઉદ્યોગ પર કોરોનાની અસરો ગંભીર અને મોટા પરિવર્તન લાવનારી, નવું મૂડીરોકાણ મુશ્કેલ, ઓટોમેશન અનિવાર્ય, લેબર સમસ્યા વકરશે: પ્રમોદ ચૌધરી

કાપડ ઉદ્યોગ પર કોરોનાની અસરો ગંભીર અને મોટા પરિવર્તન લાવનારી, નવું મૂડીરોકાણ મુશ્કેલ, ઓટોમેશન અનિવાર્ય, લેબર સમસ્યા વકરશે: પ્રમોદ ચૌધરી

Share

 4,153 total views,  2 views today

(ટેક્સટાઈલ ગ્રાફ ન્યુઝ) સુરત, હાલમાં Let’s Change Together નાં ઉપક્રમે ‘Impact of CORONA on Textile Industry’ (સુરતનાં કાપડ ઉઘોગ પર કોરોનાની અસરો) જેવાં મહત્વનાં પ્રાસંગિક વિષય પર એક વેબનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શહેરનાં ખૂબજ જાણીતા અગ્રણી ટેક્સટાઈલ ઉઘોગપતિ પ્રમોદ ચૌધરીએ કે જેઓ છેલ્લાં પાંત્રીસથી વધુ વર્ષોથી કાપડ ઉઘોગ સાથે સંકળાયેલાં છે અને સુપ્રસિધ્ધ ટેક્સટાઈલ કંપની પ્રતિભા ગૃપનાં મેનેજીંગ ડિરેક્ટર છે તેઓએ કોરોનાં વૈશ્વિક મહામારીનાં પગલે ઉભી થયેલી વર્તમાન પરિસ્થિતિ અને આવનારા સમયમાં કાપડ ઉઘોગ પર પડનારી તેની અસરો પર પોતાનાં વિચારો વિસ્તૃતપણે રજૂ કર્યાં હતાં. જેને સાંભળવા માટે સુરત તેમજ મહારાષ્ટ્ર મુંબઈ અને અન્ય સ્થળોનાં ૨૫૦થી વધુ ટેક્સટાઈલ પ્રોસેસર્સ તેમજ ટેક્સટાઈલ અગ્રણીઓ જોડાયા હતાં.
અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે વેબેનારનાં વક્તા પ્રમોદ ચૌધરી સ્વયં અગ્રણી ટેક્સટાઈલ ગૃપ પ્રતિભા સીન્ટેક્સનાં મેનેજિંગ ડિરેક્ટર છે જે કંપની ફેબ્રિક્સ પ્રોસેસીંગ, ટેકનીકલ ટેક્સટાઈલ, વેલ્યુ એડિશન, એપેરલ ગારમેન્ટ, ડાઈઝ કેમિક્લ્સ ઉઘોગ તેમજ ટેકસટાઈલ અક્સપોર્ટસ સાથે સંકળાયેલી છે. તેઓ સ્વયં અનેક ટેક્સટાઈલ એસોસીએશનો સાથે સંકળાયેલા છે તેઓ સાઉથ ગુજરાત ટેક્સટાઈલ પ્રોસેસર્સ એસોસીએશનનાં પ્રમુખ પદે પણ સેવાઓ આપી ચૂક્યા છે અને એક્સપોર્ટસ એસો.નાં પ્રમુખ પણ છે. આ ઉપરાંત તેઓ શૈક્ષણિક સંસ્થાનાં વડા પણ છે અને અનેક પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છે.
‘Impact of CORONA on Textile Industry’ (સુરતનાં કાપડ ઉઘોગ પર કોરોનાની અસરો) વિશે બોલતા પ્રમોદ ચૌધરીએ જણાવ્યુ હતું કે, કૃષિ પછી દ્વિતીય ક્રમે આવતાં કાપડ ઉઘોગનું દેશનાં જીડીપીમાં ૬ ટકા અને ઉત્પાદનમાં ૧૪ ટકા જેવું મહત્વનું યોગદાન છે. જ્યારે સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરવામાં આવી ત્યારે ઉભી થનારી પરિસ્થિતિ વિશે અમને કશોજ અંદાજ ન હતો કે અમે તૈયાર પણ ન હતાં. અચાનક કાપડ ઉઘોગમાં બધી ફેકટરીઓ કાપડ માર્કેટો બંધ થઈ ગયા જેની અમને કલ્પના પણ ના હતી. આજે ૪૩ દિવસ થયાં ત્યારે સમગ્ર ઉઘોગ સમક્ષ અનેક પ્રશ્નો છે. કામદારોનાં પગાર કરવા પૈસા નથી, કામદારોની અને અમારી સૌની સલામતી સહિત અનેક પ્રકારની નાણાં સમસ્યાઓ તેમજ પડકારો સૌની સમક્ષ ઉભા છે. વર્તમાન કોરોના મહામારીની વિપરીત અસરો ઉઘોગો, વ્યવસાયીઓથી લઈને નાના મોટા ગરીબ અમીર સૌ દેશવાસીઓને પડી છે. સુરતનાં કાપડ ઉઘોગમાં યાર્ન ઉત્પાદકો, ડિલર્સ, વિવર્સ, પ્રોસેસર્સ, ટ્રેડર્સ બધાં ખાસ્સા પ્રભાવિત થયાં છે. કોરોનાની કોઈએ કલ્પના કરી ન હતી. સુરતનાં કાપડ ઉઘોગ પર તો પ્લેગ, મંદિર મસ્જીદ,પૂર, નોટબંધી, જીએસટી એમ એકપછી એક સમસ્યાઓ આવતી જ રહી છે.
આપણી સમક્ષ અનેક પડકારો આવ્યાં છે અને સૌ લડયાં છીએ. આ કોરોના મહામારી એ મોટો પડકાર ઉભો થયો છે. હવે આપણને ફરીથી ફેક્ટરીઓ શરૂ કરતાંજ ત્રણ-ચાર મહિના લાગશે જેમાં ૨૫ – ૩૦ ટકા એફીશ્યનસીએ મ્હાંડ કાર્યરત થવાશે અને તેની અસરો એકથી બે વર્ષ સુધી પડશે જેની આપણે તૈયારી રાખવી પડશે. આપણે મોટા પરિવર્તનો અને પડકારોનો સામનો કરવા તૈયાર રહેવું પડશે. હવે આપણી પાસે ખૂબજ મર્યાદીત નાણાંભંડોળ હશે અને આપણે ખર્ચાએ સાવધાનીથી કરવા પડશે. ફાયનાન્સ મેનેજમેન્ટમાં ખૂબ સાવધાન થવું પડશે. આપણી વર્કિંગ સ્ટાઈલ બદવલી પડશે અને પ્રોસેસીંગ એકમોમાં માસ્ટરો અને ટેકનિશ્યનોને પ્રોડક્ષન અને ક્વોલીટી કંટ્રોલમાં કામે લગાડી મીલોનાં માલિકોએ માર્કેટિંગ, ફાઈનાન્સ, સેલ્સ, લેબર મેનેજમેન્ટ, ગ્રાહક લાયેઝન, ડેવલેપમેન્ટ જેવાં અનેક કામો ઉપાડી લેવા કમર કસવી પડશે. હવે કેબિનમાં બેસી રહેવાનાં દિવસો પૂરા થયાં છે. હવે કોરાના પછીનાં સમયમાં પરપ્રાંતિય વેપારી તમારી પાસે કે માર્કેટમાં આવવાનો નથી આથી વેપારીઓ એ માર્કેટનાં ટ્રેડસે પોતાનાં કામકાજ ઓનલાઈન, સોશ્યસ મીડિયા માર્કેટીંગ અને ડિજીટલ માર્કેટીંગનો ફરજીયાતપણે અમલ કરવો પડશે, સારી વેબસાઈટ અને કોમ્પ્યુટર પ્રેઝન્ટેશન કરવું પડશે નહીંતર તમે ધંધામાંથી બહાર ફેંકાઈ જશો. કેમકે હવે તમારે ઘર કે વ્યવસાયની અંદર સોશ્યલ ડિસ્ટન્સીંગનું ફરજીયાત પાલન કરવું પડશે.
હાલમાં લગ્નસરાની એક મોટી સિઝન આપણાં હાથમાંથી સરી ચૂકી છે અને હવે નવી સિઝન ક્યારે આવશે તે કોઈને ખબર નથી. યાર્ન વેપારી, વિવર્સ, પ્રોસેસર્સ કે કાપડનાં વેપારી સૌ કોઈનાં ખાસ્સા પૈસા બજારમાં પડયા છે અને ક્યારે આપણાં હાથમાં પાછા આવશે તે કહી ન શકાય. આજદીન સુધી આપણાં કાપડ ઉઘોગમાં ઉધારીનું ચલણ ખૂબજ વ્યાપક હતું. યાર્ન ડિલર્સ, વિવર્સ કોઈ ઉધાર આપતું નથી પ્રોસેસર્સ અને કપડા વેપારીની મોટી રકમો ફસાયેલી હોય છે, ઉધારીનાં ચક્કરમા દુબઈનો કાપડનો ધંધો ખતમ થયો છે. આપણે આમાંથી શિખવાની જરૂર છે. આપણે પેમેન્ટનાં નવા ધારા અને કડક અમલની દિશામાં જવુંજ પડશે. આપણાં કાપડ ઉઘોગમાં હવે પછી લેબરની ખૂબજ મોટી સમસ્યા ઉભી થશે કેમકે પરપ્રાંતિય કારીગરો જલ્દી આવશે નહીં અને તેઓ વતનની નજીકમાં કામ શોધવા પુરો પ્રયાસ કરશે. જે કામદારો આવશે તેમને ઉંચો આપવો અને તેમની વેલ્ફરની કાળજી લેવાની કિંમત લાગશે. આનાં માટે આપણે આપણી એફીશ્યન્સી વધારવી પડશે. ચીનમાં એક મહિલા કામદાર એક સ્ટેન્ટર મશીન ઓપરેટ કરે છે. આપણે ત્યાં પાંચથી છ માણસ કામ કરે છે. આપણે આ સમસ્યાથી લડવા ઓટોમેશન ભણી જવું અનિવાર્ય થયું છે. આપણે લેબર ખર્ચ, ડાઈઝ કેમિકલ્સ તેમજ વીજળીનાં ખર્ચમાં કાપ અને સંયમનો રસ્તો લેવો પડશે. આપણે ટેક્સટાઈલ નાં ઉત્પાદનમાં નવી દિશા, નવા કાપડ, નવું વેલ્યુ એડિશન, નવી ટેકનીકલ ટેક્સટાઈલની દિશામાં જવું પડશે. આ દિશામાં ધણી તકો છે પણ સાવધાનીથી આગળ વધવું પડશે. આજે પીપીઈ સુટની માંગ જરૂર છે પણ આગળ કેવું બજાર રહેશે તે જોવું રહયું. આજની કોરોનાની પરિસ્થિતિ અને ભયાનકતા જોતાં લાગે છે કે આવનારા સમયમાં ટેક્સટાઈલ ઉઘોગમાં નવું મૂડીરોકાણની પ્રક્રીયાને મોટો ધક્કો લાગશે. કેમકે, તત્કાળ સૌને મૂડી ખેંચનો મોટા સામનો કરવાનો રહેશે. આની અસર આધુનિકીકરણની પ્રક્રિયાને લાગશે. હવે ઓટોમેશનની દિશામાં આપણે જવું પડશે કેમકે કામદારોની સમસ્યા વિકરાળ હશે.