//વિશ્વની ફેસમાસ્ક -પીપીઈની જંગી જરૂરીયાત સંતોષવા સુરતનાં વિવિંગ-પ્રોસેસીંગ ઉદ્યોગનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર સજ્જ, આપણે તક ઝડપવી રહીઃ આશિષ ગુજરાતી

વિશ્વની ફેસમાસ્ક -પીપીઈની જંગી જરૂરીયાત સંતોષવા સુરતનાં વિવિંગ-પ્રોસેસીંગ ઉદ્યોગનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર સજ્જ, આપણે તક ઝડપવી રહીઃ આશિષ ગુજરાતી

Share

 5,709 total views,  2 views today

(ટેકસટાઈલ ગ્રાફ ન્યુઝ) સુરત, શ્રી સુરતી મોઢ વણિક સમસ્ત પંચ દ્વારા વૈશ્વિક મહામારી કોરોનાનાં પગલે સુરત સહિત દેશનાં કાપડ ઉઘોગમાં ઉદ્‍ભવેલી નવી ઔઘોગીક તેમજ આર્થિક પરિસ્થિતિઓમાં ખાસ કરીને વિશાળ વિવર્સ સમુદાયને ભાવી માર્ગદર્શન મળે તેવા હેતુથી શ્રી સુરતી મોઢ વણિક સમસ્ત પંચનાં પ્રમુખ હસમુખભાઈ લાલવાળાનાં અધ્યક્ષપદે ‘Post COVID-19 Opportunities in Textile Industries’ જેવાં મહત્વનાં પ્રાસંગિક વિષય પર એક વેબનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભરતભાઈ ગાંધી, પ્રમુખ- ફીઆસ્વી (ફેડરેશન ઓફ આર્ટ સીલ્ક વિવિંગ ઈન્ડસ્ટ્રીઝ), આશિષભાઈ ગુજરાતી ( પ્રમુખ- પાંડેસરા વિવર્સ કો.ઓ. સોસાયટી તેમજ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીનાં મેનેજિંગ કમીટી સભ્ય), અનિલ દલાલ (અગ્રણી વિવર તેમજ યાર્ન ડિલર્સ) દ્વારા પોતાનાં વિશાળ અનુભવ અને ઉંડી જાણકારી દ્વારા મોટી સંખ્યામાં ઈન્ટરનેટ લીંકથી જોડાયેલા ઉઘોગકારોને સંબોધન કરવામાં આવ્યું હતું. આ વેબનારનું ટેકનીકલ સંકલન તેમજ સમગ્ર કાર્યક્રમનું સંચાલન જાણીતા વિવર અને સુરત ચેમ્બરનાં મેનેજિંગ કમીટીનાં સભ્ય એવાં હિમાંશુ બોડાવાળા તેમજ દીપકભાઈ સેઠવાળા દ્વારા ખૂબજ સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું. હવે પછીનાં નવા વેબનારનાં વિષયો તેમજ સમય તારીખની માહિતી ટૂંક સમયમાં સોશ્યલ મિડીયાનાં માધ્યમથી આપવામાં આવશે.
વેબનારનાં પ્રારંભમાં આશિષભાઈ ગુજરાતીએ આંકડાકીય માહિતી આપતા જણાવ્યું હતું કે પોલીયેસ્ટર ટેક્સટાઈલ ક્ષેત્રે વિશ્વમાં ભારત બીજા ક્રમે છે અને ભારતમાં સુરત પ્રથમ સ્થાને છે, તેવીજ રીતે વિસ્કોસ કાપડ ઉત્પાદન ક્ષેત્રે તેમજ કોમ્પ્યુટરાઈઝડ એમ્બ્રોયડરી મશીનોની સંખ્યાની દ્રષ્ટિએ દેશમાં સુરત પ્રથમ સ્થાને છે. રેપીયર, વૉટરજેટ એરજેટ વિવિંગ મશીનોની સંખ્યાની દ્રષ્ટિએ પણ સુરત અવ્વલ સ્થાને છે. વિશ્વનાં ટોચનાં દેશોનો જીડીપી ઘટી રહયો છે ત્યારે ભારતે સારો ક્રમ જાળવી રાખ્યો છે. કોરોના જેવી ભયાનક વૈશ્વિક મહામારીથી ભારતને પણ ખાસ્સી અસર પડી છે પરંતુ આપણે મનમક્કમ કરીને થોડોક સમય પસાર કરવો રહયો. કોરોના પછીનું ભારત અને આપણાં કાપડ ઉઘોગની સ્થિતિ ઘણી મજબુત હશે અને આપણી પાસે ખૂબજ સારી તકો આવશે તે નક્કી છે. ખાસ કરીને મેડીકલ ટેક્સટાઈલ ક્ષેત્રે ઘણી સારી તકો આવી રહી સ્પષ્ટ દેખાય છે. આગામી સમયમાં વિશ્વને ખૂબજ જંગી માત્રામાં ફેસમાસ્કની જરૂર રહેશે તેમજ પીપીઈ એટલે કે પર્સનલ પ્રોટેક્ષન ઈક્વીપમેન્ટની જરૂર ઉભી થનાર છે. આ મુદ્દે સુરત ધણું સજ્જ છે અને આપણી પાસે ઘણું ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર છે. ૭૫ – ૩૬ એફડીવાય સાઈઝ બીમનાં યાર્ન પર વૉટરજેટ પર આ બધાં કાપડ ખૂબજ સારી રીતે વણીને તૈયાર કરી શકાય છે. ત્યારપછીથી તેની ઉપર પ્રોસેસીંગ એકમનાં હોટએર સ્ટેન્ટર મશીન ઉપર લેમીનેશન અને કોટિંગ કરીને સીધુ પીપીઈ (જે એકજાતનો રેઈનકોટ જ છે) બનાવીને સપ્લાય કરી શકાય છે. આ દિશામાં સુરતનાં ઉઘોગકારોએ તત્કાળ સજ્જ થઈને ખૂબજ ઝડપથી આગળ વધવાની જરૂર છે જે મોટી તક ઝડપી શકાય તેમ છે. આવી જ રીતે વિશ્વની હોટલો- હોસ્પીટલોમાં એન્ટી બેક્ટેરીયલ એન્ટી વાયરસ ફેબિ્રક્સની મોટી જરૂર પડશે જે તક આપણે ઝડપી શકીએ તેમ છીએ. આજે ચાઈના પરત્વે વિશ્વભરમાં વિરોધનો વંટોળ ઉભો થઈ ચૂક્યો છે તેનો સીધો લાભ આપણાં દેશ અને સુરતનાં કાપડ ઉઘોગને મળી શકે તેમ છે.

આગામી સમયમાં વિશ્વને ખૂબજ જંગી માત્રામાં ફેસમાસ્કની જરૂર રહેશે તેમજ પીપીઈ એટલે કે પર્સનલ પ્રોટેક્ષન ઈક્વીપમેન્ટની જરૂર ઉભી થનાર છે. આ મુદ્દે સુરત ધણું સજ્જ છે અને આપણી પાસે ઘણું ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર છે. ૭૫ – ૩૬ એફડીવાય સાઈઝ બીમનાં યાર્ન પર વૉટરજેટ પર આ બધાં કાપડ ખૂબજ સારી રીતે વણીને તૈયાર કરી શકાય છે. ત્યારપછીથી તેની ઉપર પ્રોસેસીંગ એકમનાં હોટએર સ્ટેન્ટર મશીન ઉપર લેમીનેશન અને કોટિંગ કરીને સીધુ પીપીઈ (જે એકજાતનો રેઈનકોટ જ છે) બનાવીને સપ્લાય કરી શકાય છે. આ દિશામાં સુરતનાં ઉઘોગકારોએ તત્કાળ સજ્જ થઈને ખૂબજ ઝડપથી આગળ વધવાની જરૂર છે જે મોટી તક ઝડપી શકાય તેમ છે. આવી જ રીતે વિશ્વની હોટલો- હોસ્પીટલોમાં એન્ટી બેક્ટેરીયલ એન્ટી વાયરસ ફેબિ્રક્સની મોટી જરૂર પડશે જે તક આપણે ઝડપી શકીએ તેમ છીએ. ફીઆસ્વીનાં પ્રમુખ ભરતભાઈ ગાંધીએ જણાવ્યું હતું કે કોરાના વાઈરસ અને લોકડાઉનનાં પગલે આપણાં ઉઘોગમાં ધણો સમય બગડયો જરૂર છે પરંતુ આવનારા સમયમાં ઉઘોગ તેમજ અર્થવ્યવસ્થામાં મોટા ફેરફારો સાથે નવી તકો ઉભી થશે. ખાસ કરીને ટેકનીકલ ટેક્સટાઈલ ક્ષેત્રે ખૂબજ મોટું બજાર થયું છે તેનો ફાયદો ઉઠાવવાની જરૂર છે. યાદ કરીએ તો કચ્છનો ભૂકંપ અને સુરતનાં પ્લેગ પછી ચોમેર ભારે તારાજી થઈ હતી પરતું આપણે મજબુત મનોબળથી તેમાંથી બેઠાં થયાં હતાં, અનિલ દલાલે જણાવ્યું હતું કે સુરતનાં મોટી સંખ્યાનાં પરપ્રાંતીય લેબરને સાચવવી એ આપણી મોટી પ્રાથમિકતા છે. આપણે તેનાં માટે થોડોક ભોગ પણ આપવો પડશે. હવેનાં સમયમાં ઉઘોગપતિઓની કેપીટલ ઘટશે અને સ્પીનર્સ સાથે વ્યાજની સમસ્યાઓ પણ શાંતિથી પરસ્પરની સમજૂતીથી ઉકેલવી પડશે

અન્ય ટેક્સટાઈલ અગ્રણી અને ફીઆસ્વીનાં પ્રમુખ ભરતભાઈ ગાંધીએ પોતાનાં વિચારો રજૂ કરતાં જણાવ્યું હતું કે કોરાના વાઈરસ અને લોકડાઉનનાં પગલે આપણાં ઉઘોગમાં ધણો સમય બગડયો જરૂર છે પરંતુ આવનારા સમયમાં ઉઘોગ તેમજ અર્થવ્યવસ્થામાં મોટા ફેરફારો સાથે નવી તકો ઉભી થશે. ખાસ કરીને ટેકનીકલ ટેક્સટાઈલ ક્ષેત્રે ખૂબજ મોટું બજાર થયું છે તેનો ફાયદો ઉઠાવવાની જરૂર છે. યાદ કરીએ તો કચ્છનો ભૂકંપ અને સુરતનાં પ્લેગ પછી ચોમેર ભારે તારાજી થઈ હતી પરતું આપણે મજબુત મનોબળથી તેમાંથી બેઠાં થયાં હતાં. હાલમાં આપણે ત્યાં કારીગરો લોકડાઉનનાં પગલે ફસાયા છે આ બધાં પરત્વે આપણે સહાનુભૂતિ રાખીને મામલો સંભાળવો પડશે. અન્ય વક્તા વિવર અગ્રણી અને યાર્ન ડીલર્સ એવાં અનિલ દલાલે જણાવ્યું હતું કે સુરતનાં મોટી સંખ્યાનાં પરપ્રાંતીય લેબરને સાચવવી એ આપણી મોટી પ્રાથમિકતા છે. આપણે તેનાં માટે થોડોક ભોગ પણ આપવો પડશે. હવેનાં સમયમાં ઉઘોગપતિઓની કેપીટલ ઘટશે અને સ્પીનર્સ સાથે વ્યાજની સમસ્યાઓ પણ શાંતિથી પરસ્પરની સમજૂતીથી ઉકેલવી પડશે. સુરતીઓ ગમેતેવા કપરાં સંજોગામાંથી બહાર આવવાની કળા જાણે છે. ચાઈનાંમાંથી વિશ્વને ભરોસો ઉઠી ગયો છે તેનાં લીધે આપણાં પાસે મોટી તક જરૂર ઉભી થઈ છે આપણે કમર કસવી પડશે અને લાભ ઉઠાવવો રહયો.