//આખરે આયાતી નાયલોન યાર્ન ઉપર એન્ટી ડમ્પીંગ ડયુટી નાંખવા ડીજીટીઆરની ભલામણઃ મોટી સંખ્યાનાં વિવર્સમાં ચિંતાનું મોજું

આખરે આયાતી નાયલોન યાર્ન ઉપર એન્ટી ડમ્પીંગ ડયુટી નાંખવા ડીજીટીઆરની ભલામણઃ મોટી સંખ્યાનાં વિવર્સમાં ચિંતાનું મોજું

Share

 1,661 total views,  6 views today

(પ્રતિનિધિ દ્વારા) સુરત,
ભારતમાં ધરઆંગણાનાં નાયલોન યાર્ન સ્પીનર્સનાં સંગઠન દ્વારા ભારત સરકારનાં વાણિજ્ય મંત્રાલન સમક્ષ છેલ્લાં કેટલાંક મહિનાઓથી ચીન કોરિયા જેવાં દેશોમાંથી આયાત થતાં નાયલોન યાર્ન ઉપર એન્ટી ડમ્પીંગ ડયુટી નાંખવાની માંગ કરવામાં આવી હતી જેનાં માટે આયાતી નાયલોન યાર્નનાં પગલે તેમને મોટું આર્થિક નુકસાન થતું હોવાની દલીલ કરવામાં આવી હતી. આ મેટરનું છેલ્લાં છ મહિનાથી વાણિજ્ય મંત્રાલય અંતર્ગત આવતાં ડાયરેક્ટર જનરલ ઓફ રેમિડીઝ સમક્ષ સુનવણી ચાલી રહી હતી જેમાં નાયલોન વિવર્સ તેમજ સ્પિનર્સ બંન્ને પક્ષો દ્વારા તેમનાં ઉપર પડતી પ્રતિકૂળ અસરો વિશે દલીલો આંકડાકીય તથ્યો સહિત રજૂ કરવામાં આવેલી હતી. જે સંદર્ભમાં ગત તારીખ ૪ માર્ચનાં રોજ ડાયરેક્ટર જનરલ ઓફ રેમિડીઝ (ડીજીટીઆર) દ્વારા પોતાનાં અંતિમ તારણોમાં નિર્ણય નાયલોન યાર્ન સ્પિનર્સની તરફેણમાં આપ્યો હતો. જેનાં પરિણામે ચાયના, કોરિયા જેવા દેશોમાંથી ભારતમાં આયાત થતાં નાયલોન યાર્ન ઉપર કીલો દીઠ ૦.૪૦ થી લઈને ૧.૧૭ અમરિકી ડૉલર સુધીની એન્ટિ ડંમ્પીંગ ડયુટી નાંખવાની ભલામણ સરકારને કરવામાં આવી છે. જેનાં સમાચારને પગલે સુરત જેવાં શહેર જ્યાં નાયલોન યાર્નનાં વિવર્સ ખૂબજ મોટી સંખ્યામાં છે તેમની અંદર ભારે ચિંતાનું મોજુ ફરી વળ્યું છે અને એક વખત આયાતી નાયલોન ઉપર એન્ટી ડંમ્પીંગ ડયુટી લાગુ પડે તો તેનાંથી કેવી પરિસ્થિતિ સર્જાશે તેની અટકળો શરૂ થઈ છે.

તાજેતરમાં ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ ખાતે વિવિધ ટેક્સટાઈલ સંગઠનોની બેઠકમાં પણ વિવર્સ આગેવાનો તેમજ નાયલોન યાર્ન સ્પીનર્સ વચ્ચે આજ મુદ્દે સીધી ટપાટપી પણ થઈ હતી અને અંતે ત્રણ ટેક્સટાઈલ નિષ્ણાંતોની નિમણુંક કરીને તેમનાં સજેશનો મુજબ નિર્ણય લેવા વાત થઈ હતી. આવી કોઈ મિટીંગ થાય તે પહેલાં જ ડીજીટીઆરનાં સરકારને સૂચનો થતાં વાતમાં નવો વળાંક આવેલો છે.
છેલ્લાં કેટલાંક મહિનાઓથી નાયલોન યાર્નનાં મોટી સંખ્યાનાં વિવર્સ અને નાયલોન યાર્નનાં ઉંચા ભાવોનાં મુદ્દે સ્પિનર્સ જૂથો વચ્ચે ચાલતી આવેલી કશ્મકશમાં ડીજીટીઆરની આયાતી નાયલોન યાર્ન ઉપર એન્ટી ડંમ્પીંગ નાંખવાની ભલામણોથી સ્પીનર્સ જૂથોનો હાથ ઉપર રહયો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આયાતી નાયલોન યાર્ન ઉપર એન્ટી ડંમ્પીંગ ડયુટી નહીં નાંખવા માટે સુરતનાં વિવર્સ સંગઠનોનાં સમુહો દ્વારા ભરતભાઈ ગાંધી, આશિષભાઈ ગુજરાતી, મયુર ગોળવાલા, અશોકભાઈ જીરાવાલા જેવાં આગેવાનો દ્વારા રસ લઈને ભારત સરકારનાં ટેક્સટાઈલ મંત્રાલય તેમજ ડીજીટીઆર સમક્ષ આંકડાઓ રજૂ કર્યાં હતાં જેનાં અનુસાર વર્ષ ૨૦૧૫-૨૦૧૬માં નાયલોન કાપડનું ડોમેસ્ટીક ઉત્પાદન ૭૪,૩૬૨ મેટ્રિક ટન હતું જે વધીને વર્ષ ૨૦૧૮ -૨૦૧૯માં ૧,૨૪,૭૫૦ મેટ્રિક ટન થયું હતું, જેની સામે વર્ષ ૨૦૧૫-૨૦૧૬માં કુલ નાયલોન યાર્ન આયાત મ્હાંડ ૨૫,૨૦૭ મેટ્રિક ટન હતી, જેની સામે નાયાલોન યાર્ન સ્પીનર્સનુ કહેવું હતું કે ચાઈનાથી જે વર્ષ ૨૦૧૬- ૨૦૧૭માં ૨૩ ટન નાયલોન યાર્ન આયાત થતું હતું જેમાં જંગી વધારો થયો છે જેનાં પરીણામે નાયલોન યાર્ન ઉત્પાદકોનો ખૂબજ મોટું આર્થિક નુકસાન વેઠવાની નોબત આવી છે જેથી નાયલોન યાર્નની વિદેશથી થતી આયાત ઉપર એન્ટી ડંમ્પીંગ ડયૂટી નાંખવી અનિવાર્ય બની છે. નહીંતર ધરઆંગણાનાં નાયલોન સ્પીનર્સનુ ખૂબ મોટું નુકસાન વેઠવું પડશે.
આમ આખરે તારીખ ૪ માર્ચનાં રોજ ડાયરેક્ટર જનરલ ઓફ રેમિડીઝ (ડીજીટીઆર) દ્વારા પોતાનાં અંતિમ તારણોમાં નિર્ણય નાયલોન યાર્ન સ્પિનર્સની તરફેણમાં આપ્યો હતો. જેનાં પરિણામે ચાયના, કોરિયા જેવા દેશોમાંથી ભારતમાં આયાત થતાં નાયલોન યાર્ન ઉપર કીલો દીઠ ૦.૪૦ થી લઈને ૧.૧૭ અમરિકી ડૉલર સુધીની એન્ટિ ડંમ્પીંગ ડયુટી નાંખવાની ભલામણ સરકારને કરવામાં આવી છે. જેનો ભારત સરકાર સ્વિકાર કરશે તો નાયલોન કાપડ બનાવતા વિવર્સ માટે ધંધાનાં સમીકરણોમાં મોટા પરિવર્તનો આવશે, કેમકે,નાયલોન વિવર્સનું માનવું છે કે એક વખત નાયલોન યાર્ન ઉપર એન્ટી ડંપીંગ ડયુટી લદાય પછી સ્પીનર્સ સ્થાનિક યાર્નનાં ભાવોમાં મનસ્વીતા રાખી ભાવો ઉપર લઈ જવામાં સફળ રહેશે.