//SGCCI દ્વારા ‘ફૂડ એન્ડ એગ્રીટેક એક્ષ્પો 2020’ અને ‘SBC બિઝનેસ એક્ષ્પો’નું 6-7-8 માર્ચ દરમ્યાન આયોજન

SGCCI દ્વારા ‘ફૂડ એન્ડ એગ્રીટેક એક્ષ્પો 2020’ અને ‘SBC બિઝનેસ એક્ષ્પો’નું 6-7-8 માર્ચ દરમ્યાન આયોજન

Share

 1,615 total views,  2 views today

(પ્રતિનિધિ દ્વારા) સુરત, ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા આગામી તા. ૬ થી ૮ માર્ચ દરમિયાન સરસાણા સ્થિત સુરત ઈન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ‘ફૂડ એન્ડ એગ્રીટેક એક્ષ્પો– ર૦ર૦’અને ‘SBC બિઝનેસ એક્ષ્પો’નું ભવ્ય પ્રદર્શન યોજાશે. આ પ્રદર્શનના આયોજનમાં ડેવલપમેન્ટ કમિશ્નરેટ, મિનિસ્ટ્રી ઓફ એમએસએમઇ, ભારત સરકાર અને મિનિસ્ટ્રી ઓફ એગ્રીકલ્ચર એન્ડ ફાર્મર્સ વેલફેર, ભારત સરકાર અને ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિમિટેડ, ગુજરાત સરકારનો સહયોગ પ્રાપ્ત થયો છે.

ચેમ્બરના પ્રમુખ કેતન દેસાઇએ જણાવ્યુ હતુ કે, સુરત સહિત દક્ષિણ ગુજરાતનો બેલ્ટ કૃષી ઉદ્યોગ તરીકે વિકસિત થઇ રહયો છે ત્યારે આવનારા સમયમાં ઉદ્યોગપતિઓ તેમજ નવા એગ્રો ગ્રેજયુએટ્‌સ કૃષી ઉદ્યોગમાં પોતાનું યોગદાન આપી શકે તે હેતુથી પણ આ હેતુલક્ષી પ્રદર્શન એગ્રો ફૂડ યોજાઇ રહયુ છે. આ પ્રદર્શન થકી આ ક્ષેત્રમાં નવી ટેકનોલોજી અને ગુણવત્તા વધારવાની સારી તક મળશે. આ પ્રદર્શન કુલ ૭પ હજાર સ્કવેર ફૂટ વિસ્તારમાં યોજાશે. જેમાં ૧૦૦થી વધુ એકઝીબીટર્સે ભાગ લીધો છે. આ પ્રદર્શનથી ખાદ્ય ઉદ્યોગ, સંસ્થાઓ અને વિદ્યાર્થીઓને માટે ઉજળી તક મળશે. ભવિષ્યમાં આંત્રપ્રિન્યોર્સને પણ સારુ પ્લેટફોર્મ મળી રહેશે.

આ પ્રદર્શનમાં નાબાર્ડ (નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ), સી.એફ.એમ.ટી. એન્ડ ટી.આઇ. બુડની (મધ્યપ્રદેશ), જુનાગઢ એગ્રીકલ્ચરલ યુનિવર્સિટી, ગુજરાત એગ્રો ઇન્ફ્રાસ્ટ્રકચર મેગા ફૂડ પાર્ક પ્રા. લિમીટેડ, યુરો ઇન્ડિયા ફ્રેશ ફૂડ્‌સ લિમિટેડ, ગુજરાત સ્ટેટ સીડ્‌સ કોર્પોરેશન લિમિટેડ, નેશનલ સીડ્‌સ કોર્પોરેશન લિમિટેડ, મેસર્સ સૌરાષ્ટ્ર એન્વાયરો પ્રોજેકટ્‌સ પ્રા. લિમિટેડ, નેશનલ હોર્ટીકલ્ચર બોર્ડ, નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ એગ્રીકલ્ચરલ એક્ષ્ટેન્શન મેનેજમેન્ટ, બ્રાયો એગ્રી પ્રોડયુસર કંપની લિમિટેડ, ગૌ સંસ્કૃતિ આયુર્વેદિક, એપીએમસી સુરત અને ધી સુરત ડિસ્ટ્રીકટ કો–ઓપ. બેન્ક દ્વારા ભાગ લેવામાં આવ્યો છે.

આ પ્રદર્શનનો ઉદ્‌ઘાટન સમારોહ શુક્રવારે, ૬ઠ્ઠી માર્ચના રોજ સવારે ૯:૦૦ કલાકે યોજાશે. જેમાં મુખ્ય મહેમાન અને ઉદ્‌ઘાટક તરીકે રામેશ્વર તેલી રાજય કક્ષાના મંત્રી, મિનિસ્ટ્રી ઓફ ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝ, ભારત સરકાર પધારશે. જયારે અતિથિ વિશેષ તરીકે પુનમચંદ પરમાર (આઇએએસ) એડીશનલ ચીફ સેક્રેટરી – એગ્રીકલ્ચર, ફાર્મર્સ વેલફેર અને કો–ઓપરેશન ડિપાર્ટમેન્ટ, ગુજરાત સરકાર, કે.બી. સુબ્રમણ્યમ, ડિરેકટર – મિનિસ્ટ્રી ઓફ ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝ, ભારત સરકાર, મધુભાઇ શ્રીવાસ્તવ, ચેરમેન – ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિમિટેડ, ગુજરાત સરકાર અને કે.એસ. રંધાવા (આઇએફએસ), એમડી – ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિમિટેડ, ગુજરાત સરકાર, ડો. ધવલ પટેલ (આઇએએસ) કલેકટર, સુરત, રાજુ પાઠક, ચેરમેન – સુમુલ અને રમણ જાની, ચેરમેન – એપીએમસી સુરત હાજર રહેશે.

ફૂડ એન્ડ એગ્રીટેક એક્ષ્પોના કો–ચેરમેન કે.બી. પીપલીયાએ જણાવ્યુ હતુ કે સુરત ઉપરાંત અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, રાજકોટ, નવસારી, ભરૂચ, જુનાગઢ, અંકલેશ્વર, બારડોલી, વ્યારા, મુંબઇ, નવી મુંબઇ, નવી દિલ્હી, તેલંગાણા, નાગપુર, આણંદ, સિહોર (મધ્યપ્રદેશ) ખાતેથી એકઝીબીટર્સે ભાગ લીધો છે.

હાઇડ્રોપોનિકસ ટેકનોલોજીથી શાકભાજી ઉગાડનાર કંપનીઓએ પણ આ પ્રદર્શનમાં ભાગ લીધો છે. આ ટેકનોલોજીના ઉપયોગથી પાણીની અંદર જ શાકભાજી ઉગાડી શકાય છે. જેમાં માટીનો ઉપયોગ કરવામાં આવતો નથી. જે અંતર્ગત ઘરના ટેરેસ અને બાલ્કનીમાં શાકભાજી ઉગાડી શકાય છે. પ્રદર્શનમાં એકજ સ્થળે સુરતીઓને ૪૦૦થી પણ વધુ ટેસ્ટી તથા હેલ્ધી વાનગીઓ માણવા મળશે.

SBC બિઝનેસ એક્ષ્પોના ચેરમેન હરીવદન રાણાએ જણાવ્યુ હતુ કે, ચેમ્બરની SGCCI બિઝનેસ કનેકટ કમિટી દ્વારા ચેમ્બરના સભ્યોના બિઝનેસને પ્રમોટ કરવા માટે આખુ પ્લેટફોર્મ ઉભું કરવામાં આવ્યુ છે. જે અંતર્ગત આ પ્રદર્શનમાં ‘SBC બિઝનેસ એક્ષ્પો’ના નામથી અલગ પેવેલીયન બનાવવામાં આવ્યુ છે. જેમાં ૯૦થી વધુ સ્ટોલ લગાવવામાં આવ્યા છે. ચેમ્બરના સભ્યો પોતપોતાની પ્રોડકટનું મોટાપાયે પ્રદર્શન કરશે.

તદુપરાંત મિનિસ્ટ્રી ઓફ ફૂડ પ્રોસેસીંગ ઈન્ડસ્ટ્રીઝ, ભારત સરકાર તથા એગ્રીકલ્ચર, ફાર્મર્સ વેલ્ફેર એન્ડ કો–ઓપરેશન ડિપાર્ટમેન્ટ, ગુજરાત સરકાર અને ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના સંયુક્ત ઉપક્રમે શુક્રવારે, તા. ૬ માર્ચ ર૦ર૦ના રોજ સવારે ૯:૦૦ થી સાંજે પઃ૦૦ કલાક દરમિયાન સરસાણા સ્થિત પ્લેટીનમ હોલ ખાતે ફૂડ ઇન્ડિયા અંતર્ગત ‘ફૂડ પ્રોસેસિંગમાં પડકારો અને સંભાવનાઓ’ વિષય ઉપર આખા દિવસની કોન્કલેવનું આયોજન કરવામાં આવ્યું છે. કોન્કલેવમાં ‘ઈન્ડિયન પર્સપેકટીવ ઓફ ફૂડ પ્રોસેસીંગ ઈન્ડસ્ટ્રી’, ‘નીડ ફોર રેગ્યુલેટરી એન્વાયરમેન્ટ’ અને ‘ઈનોવેશન્સ એન્ડ ન્યુ પ્રોડકટ્‌સ’ વિષય ઉપર સેશન યોજાશે. જેમાં મંત્રીશ્રીઓ, અધિકારીઓ અને તજજ્ઞો મહત્વનું માર્ગદર્શન આપશે. ચેમ્બરના ઉપપ્રમુખ દિનેશ નાવડીયાએ જણાવ્યુ હતુ કે, ‘ફૂડ એન્ડ એગ્રી ટેક અને SBC બિઝનેસ એક્ષ્પો’ના આયોજનમાં સુરત મહાનગરપાલિકા અને યસ બેંકનો પણ સહયોગ પ્રાપ્ત થયો છે.