//‘વજન ઘટાડો @ NLP ટેકનીક’ – બેટર લાઈફ સોસાયટી દ્વારા ૮ માર્ચે રસપ્રદ સેમિનારનું આયાેજન

‘વજન ઘટાડો @ NLP ટેકનીક’ – બેટર લાઈફ સોસાયટી દ્વારા ૮ માર્ચે રસપ્રદ સેમિનારનું આયાેજન

Share

 1,916 total views,  2 views today

(પ્રતિનિધિ દ્વારા) સુરત,
સુરતની બેટર લાઈફ સોસાયટી તેમજ અગ્રવાલ સમાજ ટ્રસ્ટનાં સંયુક્ત ઉપક્રમે આગામી રવિવાર તા. ૮ માર્ચ ૨૦૨૦નાં રોજ અગ્રવાલ સમાજ ભવન, ઘોડદોડ રોડ સુરત ખાતે જાણીતા લાઈફ એન્ડ વેલનેસ કોચ- મોટીવેશનલ સ્પીકર- માઈન્ડ ટ્રેનર અને પત્રકાર અમરિષ ભટ્ટનાં “વજન ઘટાડો @ NLP ટેકનીક’ વિષય પર સેમિનારનું સવારે ૧૦.૧૫ કલાકથી બપોરે ૧૨.૧૫ દરમ્યાન આયોજન કરવામાં આવ્યું છે. આ સેમિનાર “નિઃશુલ્ક’ (ફ્રી) છે પરંતુ તેનાં માટે રજીસ્ટ્રેશન કરાવવુ અનિવાર્ય રહેશે.
અત્રે ઉલ્લેખનીય છે કે બેટર લાઈફ સોસાયટીએ સુરતનાં અગ્રણી ઉઘોગપતિ અને ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સનાં પૂર્વ પ્રમુખ બી.એસ. અગ્રવાલનાં વડપણ હેઠળ ખૂબ પ્રગતિ કરી છેલ્લાં કેટલાક વર્ષોથી શારિરીક તેમજ માનસિક ફિટનેસ, નિરોગી શરીર, આર્થિક સક્ષમતા, શિક્ષણ, જનજાગૃતિ જેવાં અનેક વિષયોનાં સેમિનારો દ્વારા લોકજાગૃતિના કાર્યક્રમોનું આયોજન કરી રહી છે જ્યાં વિવિધ વિષયોનાં નિષ્ણાંતો પોતાનાં વિચારો અને અનુભવો શ્રોતાઓ સમક્ષ રજૂ કરતાં હોય છે.
“વજન ઘટાડો @ NLP ટેકનીક’ વિષય સેમિનારનાં વક્તા અને લાઈફ એન્ડ વેલનેસ કોચ- મોટીવેશનલ સ્પીકર અને પત્રકાર અમરિષ ભટ્ટએ માહિતી આપતાં જણાવ્યું હતું તે વર્તમાન સમયમાં સ્ત્રી-પુરૂષ, યુવાન કે વયસ્ક, સૌ ફિઝીકલ ફીટનેસ બાબતે ખૂબજ સજાગ બન્યાં છે. સૌનાં મનમાં કોઈક ફિલ્મસ્ટાર કે કોઈ માનીતી વ્યક્તિનાં શરીરની આદર્શમૂર્તિ વસી ગઈ હોય છે જે મેળવવાનું તેનું સ્વપ્ન હોય છે. આ સેમિનારનાં માધ્યમથી એ શીખવવું છે કે આપણાં શરીરનાં ઘણાં અવયવો અને ક્રિયાઓ જેવી કે પાચનતંત્ર(મેટાબોલિઝમ), શ્વસનતંત્ર, ઉત્સર્ગક્રિયા, શરીરની વૃધ્ધિ વિગેરેનું સંચાલન આપણું “મન’ એટલે કે “સબ-કોન્સીયસ'(અર્ધજાગૃત મન) કરતું હોય છે. આથી વજન ધટાડવા માટે તેની શક્તિઓ અને ભૂમિકાને ઉંડાણથી જાણવા જરૂરી છે. આપણું ‘મન’ અને ‘શરીર’ એ એકજ અસ્તિત્વનાં બે હિસ્સા છે. જ્યારે એકને અસર થાય તો તેનો પ્રભાવ બીજા ઉપર પડે છે. આથી એકની સારવાર કરવી હોય તો બીજાની કાળજી લેવી અનિવાર્ય છે. વજનનું વધવું એ કાંઈક આવીજ ધટના છે. વજન આપણાં શરીરનું ઘટાડવાનું છે, પરંતુ, તેની સમસ્યાની જડો મનમાં ક્યાંક પડેલી હોય છે. આજ કારણથી એવું “વર્કઆઉટ’ શીખવવાનું છે જે “શરીર’નું નહીં પરંતુ “મન’નું છે.

શું વજન ઘટાડવા ડાયેટીંગ કે વધુ કસરતોથી કંટાળ્યા છો? શું વજન ઘટાડવાની સલાહોનો અમલ કરતાં વજન ઘટવાને બદલે વધી ગયું છે? શું વજન એકવખત ઘટે પછીથી તે આજીવન જળવાઈ રહે તેવું ઈચ્છો છો? શું સપ્રમાણ વજન અને ભરપૂર ઉત્સાહ સાથેની સફળ જિંદગી જીવવા ઈચ્છો છો? …..તો આવો આ વજન ઘટાડો @ NLP સેમિનાર તમારા માટેજ છે જે સમસ્યાઓનો સાચો, આસાન, બીનખર્ચાળ અને કાયમી ઉકેલ આપશે.

ઉંચી ફી વસુલતા જીમ્નેશ્યમ, તાલીમબધ્ધ કોચ, ટ્રેનરોની શિક્ષા કે પછી ડાયેટીશ્યનોની સલાહ અને લાંબા ભૂખમરા પછી વજનનો ધટાડો થાય તો પણ કાયમી ટકતો નથી. કેમકે, આજીવન ડાયેટીંગ કે ઘડિયાળનાં કાંટે કસરતો સંભવ નથી.
વજન ઘટાડવા અને પાતળા દેખાવા માટે વધતો જતો ક્રેઝ ધણાં માટે કસદાર ધંધો પણ બની ગયો છે. ઉપવાસ કે કસરતો વગર ગેરંટીથી વજન ધટાડી આપતાં ફૂડ સપ્લીમેન્ટ, પાવડર તેમજ શેક(પીણાં) આપતી કંપનીઓનો તો રીતસર રાફડો ફાટયો છે. આમાં કોણ જેન્યુઈન અને કોણ બોગસ છે તેનું પરિક્ષણ કરવાનાં માપદંડ ઉપલબ્ધ નથી. તાજેતરમાં પ્રસિધ્ધ થયેલાં મારા પુસ્તક “વજન ધટાડો @ NLP ટેકનીક’માં અનેક મુદ્દે વિસ્તૃણ માહિતી આપી છે જેને ખૂબ સારો આવકાર મળ્યો છે. વજનનું મેનેજમેન્ટ કરવા ઉત્સુક લોકોએ તે જરૂર વાંચવા જેવું છે.
વજન ધટાડવું એટલે જુની લાઈફસ્ટાઈલને તિલાંજલી અને નવાં જીવનની શરૂઆત. આ સેમિનાર સૌને શરીરનો કાયાકલ્પ કરવાનાં માર્ગે આગળ વધવા માટે એક તદ્દન નવો વિચાર, નવી ટેકનીકોની માહિતી અને નવું પ્રેરક બળ જરૂર મળશે. આ સેમિનારમાં NLP એટલે કે Neuro Lignuistic Programming શું છે તેની પ્રાથમિક જાણકારી મળશે આજે વિશ્વમાં ધણાં લોકો કરી રહયાં છે, જેનાંથી માત્ર વજન ધટાડવાનું લક્ષજ નહીં જીવન અને વ્યયસાયમાં સફળતા અને સારૂ આરોગ્ય કેવી રીતે મેળવવું તે જાણવા મળશે. શરીરનું વજન ધટાડવું કે વધારવું એ પણ એક લક્ષજ છે. તમે સ્ત્રી હોવ કે પુરૂષ, ઉંમર ગમે તેટલી હોય, તમારી શારિરીક તંદુરસ્તી અને ફિટનેસનું લક્ષ્ય બિંદાસ નક્કી કરી શકો છો. તે માટે જરૂરી બદલાવ લાવવા તમારા મનને તૈયાર કરો. સેમિનાર માટે રજીસ્ટ્રેશન કરાવવા નીચેની લીંક ઉપર ક્લીક કરો…..
For Seminar Registration clink link… https://docs.google.com/forms/d/1vjUPv1HEi6oiYRAmThgNiAHGEy6KRw3Y_vqQ6TUTGsY/edit