//આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડ 50 ડૉલરથી નીચે જતાં સિન્થે. યાર્નનાં ભાવો સાવ તળીયે છતાં માંગ ફિક્કીઃ હોળી પછી એપ્રિલથી યાર્ન બજાર સુધરવા આશાવાદ

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડ 50 ડૉલરથી નીચે જતાં સિન્થે. યાર્નનાં ભાવો સાવ તળીયે છતાં માંગ ફિક્કીઃ હોળી પછી એપ્રિલથી યાર્ન બજાર સુધરવા આશાવાદ

Share

 2,490 total views,  2 views today

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડ 50 ડૉલરથી નીચે જતાં સિન્થે. યાર્નનાં ભાવો તળીયે જઈ બેઠાં છે છતાં યાર્નની માંગ સાવ ઠંડી છે અને સ્પિનર્સનની અચ્છે દિનનું સ્વપ્ન રોળાઈ ગયું છે. સ્પિનર્સ દ્વારા માર્ચ મહિનાનાં સેલમાં ભાવો રોલ-ઓવર કર્યા છે. આજે મોટાભાગનાં સ્પિનર્સે પોતાનું ધંધાનું સંતુલન બનાવવા યાર્ન ઉત્પાદન ઘટાડી દીધું છે અને તળીયાનાં ભાવ છતાં માલની મોટી ડિમાન્ડ નથી અને વિવર્સ માત્ર રેડી રેડીમાં છૂટક ખરીદી કરી રહયાં છે, સરવાળે સૌ પાસે યાર્નનો સ્ટોક વધવા લાગ્યો છે જે મોટી ચિંતાનો વિષય છે. સિન્થેટીક યાર્નનાં બદલે કૉટન યાર્ન તેમજ વિસ્કોસની માંગ સારી


(પ્રતિનિધિ દ્વારા), જે ઘરમાં સારા પ્રસંગની શરણાઈ વાગે તેની રાહ જોવાતી હોય ત્યાં અચાનક પ્રસંગ માતમમાં બદલાઈ જાય અને આશા-અરમાનો ચકનાચૂર થઈ જાય તેવો ઘાટ સિન્થેટીક યાર્ન સ્પિનર્સ અને યાર્ન ડિલર્સનો થયો છે એવું સુરતનાં યાર્નબજારમાં ચર્ચાઈ રહયું છે. કેમકે, થોડા સમય પહેલાં ઈરાન અમેરિકા વચ્ચે યુધ્ધનાં વાદળો ઘેરાયા અને બેન્ટ ક્રુડનો ભાવ 69 યુએસ ડૉલર પ્રતિ બેરલ થયો અને તે વધીને 100 ડૉલર થવાની વાત હતી. કેમકે, તેનાંથી યાર્નના રો-મટિરિયલ્સનાં ભાવો આસમાને જતે અને સ્પિનર્સને માટે અચ્છે દિન અવશ્ય આવતે. તેનાં બદલે આજે પરિસ્થિતિ સાવ ઉલટી થઈ ચૂકી છે. આજે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડ 50 ડૉલરથી નીચે જતાં સિન્થે. યાર્નનાં ભાવો તળીયે જઈ બેઠાં છે છતાં યાર્નની માંગ સાવ ઠંડી છે અને સ્પિનર્સનની અચ્છે દિનનું સ્વપ્ન રોળાઈ ગયું છે. સ્પિનર્સ દ્વારા માર્ચ મહિનાનાં સેલમાં ભાવો રોલ-ઓવર કર્યા છે. આજે મોટાભાગનાં સ્પિનર્સે પોતાનું ધંધાનું સંતુલન બનાવવા યાર્ન ઉત્પાદન ઘટાડી દીધું છે અને તળીયાનાં ભાવ છતાં માલની મોટી ડિમાન્ડ નથી અને વિવર્સ માત્ર રેડી રેડીમાં છૂટક ખરીદી કરી રહયાં છે, સરવાળે સૌ પાસે યાર્નનો સ્ટોક વધવા લાગ્યો છે જે મોટી ચિંતાનો વિષય છે.
જ્યારે સિન્થેટીક યાર્નનાં બદલે કૉટન યાર્ન તેમજ વિસ્કોસની માંગ સારી રહી છે કેમકે હવે શિયાળાની સિઝન પૂર્ણ થઈ છે અને ગરમીમાં કૉટન તેમજ ઈકોફ્રેન્ડલી કપડાંની માંગ વધુ રહેતી હોય છે. આજ કારણે વિવિધ સિન્થેટીક યાર્ન સ્પિનર્સ પાસે ક્રિમ્પ તેમજ એફડીવાયનો સ્ટોક સારો એવો હોવાનાં સમાચાર મળી રહયાં છે. કૉટન યાર્નમાં પણ 100-125-150 જાડા ડેનિયરમાં હજુ પણ માંગ સારી રહી છે. પરંતુ, યાર્નના ભાવો તળીયાનાં રહેવાથી સુરતનાં ખૂબ મોટી સંખ્યાના સિન્થેટીક યાર્નમાંથી રનિંગ કોમોડીટી ગ્રે કાપડ ક્વોલિટિનાં વિવર્સની ખરીદી ધીમા સૂરે થતી રહી છે પરંતુ કોઈ મોટી ડિમાન્ડ નથી તેમજ કોઈ ઝાઝો સ્ટોક કરતાં નથી. સિલવાસાનાં મોટા સ્પિનર્સ કે જેઓ રોટો યાર્નનાં માસ્ટર ગણાતા હતાં તેમણે હાલની સ્થિતિમાં મોટો ઉત્પાદન કાપ મુકવા ફરજ પડી છે. આજે સુરતમાં અસંખ્ય જાતની ગ્રે કાપડ ક્વોલિટિઓ બની રહી છે આથી બધાં પાસે માલનું વેચાણ જરૂર થાય છે પરંતુ ક્વોન્ટીટી ઘટતી ગઈ છે.સરવાળે યાર્નનાં ધંધામાં બજારમાં લાવલાવ દેખાતી નથી અને સ્પિનર્સ ડિલર્સ નિરાશ છે.
સુરતનાં યાર્ન બજારનાં અમારા સુત્રોનું કહેવું છે કે હાલમાં સુરતનાં યાર્નબજારમાં કોઈ મોટી તેજી કે માંગ નીકળવાનાં કોઈ સંજોગો દેખાતા નથી. આમ પણ આખો માર્ચ મહિનો ઠંડો રહે તેમ લાગે છે અને હોળી પછીથી માર્ચ મહિનો પતે પછીથી એપ્રિલ 2020નાં પ્રારંભથી ખરીદીમાં વધારો થશે આમ પણ સુરતનાં કાપડ યાર્નબજારમાં એપ્રિલ અને મે મહિનો કામકાજ માટો સારો રહે છે. આ દરમ્યાન હાલમાં પ્રવર્તતી તંગ નાણાં સ્થિતિમાં તત્કાળ કોઈ સુધારો થાય તેમ લાગતું નથી.