//‘‘ચાઇનાને પછાડવા માટે લેટેસ્ટ ટેકનોલોજીની જરૂર, જેનું સોલ્યુશન સકર્યુલર નીટિંગ છે. ભારતીય ટેક્સટાઈલનું ભાવી ખૂબ ઉજ્જવળ’’ સંજય મેહરોત્રા (સેન્ચુરી એન્કા)

‘‘ચાઇનાને પછાડવા માટે લેટેસ્ટ ટેકનોલોજીની જરૂર, જેનું સોલ્યુશન સકર્યુલર નીટિંગ છે. ભારતીય ટેક્સટાઈલનું ભાવી ખૂબ ઉજ્જવળ’’ સંજય મેહરોત્રા (સેન્ચુરી એન્કા)

Share

 1,456 total views,  4 views today

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી તથા જીએફઆરઆરસી દ્વારા ‘ન્યુ ટ્રેન્ડ્‌સ ઈન સકર્યુલર નીટીંગ’ વિશે સેમિનાર યોજાયોઃ સેન્ચુરી એન્કાનાં સંજય મેહરોત્રાએ જણાવ્યુ હતુ કે, ફેબ્રિકસમાં યોગ્ય મશીનની પસંદગી થકી જ સારુ ફેબ્રિક બનાવી શકાશે. ગ્લોબલી માર્કેટમાં ૭૦ ટકા હિસ્સો નીટિંગ ઇન્ડસ્ટ્રીનો છે. એમાં પણ સકર્યુલર નીટિંગનો ૬૦ ટકા હિસ્સો છે. લો-કોસ્ટ, બેટર ઇલાસ્ટીસિટી અને સિમ્પલ પ્રોડકશન પ્રોસેસ એ સકર્યુલર નીટિંગની ખાસિયત છે. એમાં ફેબ્રિક વેરાયટીઝ બદલવાનું આસાન છે અને ઇનોવેશન વધારે શકય છે. ઇનોવેશન માટે સકર્યુલર નીટિંગ આઇડીયલ મશીન છે. શુઝ, એપેરલ, ઓટોમોબાઇલ, કન્સ્ટ્રકશન, મેડીકલ અને જીઓ ટેક્ષ્ટાઇલ સકર્યુલર નીટિંગ ફેબ્રિકસથી જ બને છે.

સુરત, ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના જીએફઆરઆરસી દ્વારા તાજેતરમાં ‘ન્યુ ટ્રેન્ડ્‌સ ઇન સકર્યુલર નીટિંગ’ વિશે સેમિનારનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં નિષ્ણાંત વકતા તરીકે સેન્ચુરી એન્કા લિમિટેડના માર્કેટીંગના વાઇસ પ્રેસિડેન્ટ સંજય મેહરોત્રાએ ભવિષ્યમાં વૈશ્વિક સ્તરે ઇન્ડીયન ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રીના વિકાસ માટે સકર્યુલર નીટિંગના મહત્વ વિશે માર્ગદર્શન આપ્યુ હતુ. ચેમ્બરના ઉપપ્રમુખ દિનેશ નાવડીયાએ જણાવ્યુ હતુ કે, ચેમ્બર દ્વારા ઇન્ડસ્ટ્રીના ડેવલપમેન્ટ માટે નિષ્ણાંતોને બોલાવીને ઇન્ડસ્ટ્રીમાં રહેલી તકોની માહિતી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવે છે.

જીએફઆરઆરસીના ચેરમેન ગિરધરગોપાલ મુંદડાએ જણાવ્યુ હતુ કે, સુરતની ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રી વૈશ્વિક માર્કેટમાં કઈ રીતે પોતાની પ્રોડકટ સેલ કરી શકે તે માટેની અવેરનેસ માટે જીએફઆરઆરસી દ્વારા વિવિધ અવેરનેસ પ્રોગ્રામોનું આયોજન કરવામાં આવે છે. સકર્યુલર નીટિંગ ઇન્ડસ્ટ્રી વિશ્વની ફયુચર ઇન્ડસ્ટ્રી બનશે તે અંગેની માહિતી આજના કાર્યક્રમમાં મળશે. સંજય મેહરોત્રાએ સકર્યુલર નીટિંગનો ગ્લોબલ ઓવરવ્યૂ, મશીન ટેકનીકલી નોલેજ, ફેબ્રિકસમાં નવો ટ્રેન્ડ અને ભવિષ્યમાં શું કરી શકાય તે વિશે વકતવ્ય રજૂ કર્યુ હતુ.

તેમણે જણાવ્યુ હતુ કે, ફેબ્રિકસમાં પ્રોપર મશીનના સિલેકશન થકી જ સારુ ફેબ્રિક બનાવી શકાશે. ગ્લોબલી માર્કેટમાં ૭૦ ટકા હિસ્સો નીટિંગ ઇન્ડસ્ટ્રીનો છે. એમાં પણ સકર્યુલર નીટિંગનો ૬૦ ટકા હિસ્સો છે. લો-કોસ્ટ, બેટર ઇલાસ્ટીસિટી અને સિમ્પલ પ્રોડકશન પ્રોસેસ એ સકર્યુલર નીટિંગની ખાસિયત છે. એમાં ફેબ્રિક વેરાયટીઝ બદલવાનું આસાન છે અને ઇનોવેશન વધારે શકય છે. ઇનોવેશન માટે સકર્યુલર નીટિંગ આઇડીયલ મશીન છે. શુ, એપેરલ, ઓટોમોબાઇલ, કન્સ્ટ્રકશન, મેડીકલ અને જીઓ ટેક્ષ્ટાઇલ સકર્યુલર નીટિંગ ફેબ્રિકસથી જ બને છે.

તેમણે મેજર મશીનરી સપ્લાયર્સ વિશે માહિતી આપતા જણાવ્યુ હતુ કે સકર્યુલર નીટિંગમાં જેકેટ્‌સ, બ્લેજર્સ, લેડીઝ ટોપ, ડ્રેસીંગ ગાઉન, જર્સી, બ્લીસ્ટર અને શુમાં મેજર એપ્લીકેશન્સ થઇ રહયા છે. આર્ટીફિશીયલ ઇન્ટેલીજન્સ મશીન સોફટવેરમાં એપ્લાય થઇ ગયા છે. સીમલેસ ગારમેન્ટ અને અલ્ટ્રાફાઇન ગોજ માટે મેજર ટ્રેન્ડ્‌સ બહાર આવે છે. અપ ટુ ૯૬ સુધીના ગેજવાળા મશીન આવી ગયા છે. એમાં જે કપડું બહાર આવે છે એ વુવન છે કે નીટેડ તેની સમજ પડતી નથી. ડેનીમનું આખું પ્રોડકશન પણ સકર્યુલર નીટિંગ થકી જ આવે છે. લેસ ટાઇપ ફેબ્રિકમાં પણ ટેકનોલોજીકલ મશીનરી અવેલેબલ છે. મિલાન્જીસમાં લેટેસ્ટ ફેશન આવી રહી છે. મોનો ફીલામેન્ટ યાર્ન પણ સકર્યુલર ઉપર બની રહયુ છે.પોલીસ્ટર, વિસ્કોસ, કોટન અને નાયલોનની રેન્જ બની રહી છે.

શ્રી મેહરોત્રાએ વધુમાં જણાવ્યુ હતુ કે, ભવિષ્ય માટે થ્રીડી નીટિંગની ઘણી વાત થઇ રહી છે. થ્રીડી નીટિંગ ભારત માટે નવી છે પણ અન્ય દેશોમાં દસ–પંદર વર્ષથી અવેલેબલ છે. એમાં લેટેસ્ટ ટેકનોલોજી આવી રહી છે. હવે કમર્શિયલ મશીનરી ભારત આવી રહી છે. જેથી થ્રીડી ગારમેન્ટ બનાવી શકાશે. થ્રીડીમાં એકજ પેકેજથી ગારમેન્ટ બનાવી શકાશે. આ મશીન ફેકસીબલ છે. ઇન્ડીયન ઇન્ડસ્ટ્રી માટે ચેલેન્જ બની રહેશે. તેમણે કહયુ કે, ઇન્ડીયન ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રી વિકાસ કરી રહી છે. ચાઇનાને પછાડવા માટે લેટેસ્ટ ટેકનોલોજીની જરૂર છે, જેનો એકમાત્ર જવાબ અને સોલ્યુશન સકર્યુલર નીટિંગ છે. ગ્લોબલી ભવિષ્ય ઇન્ડીયન ટેક્ષ્ટાઇલનું જ રહેશે પણ એના માટે શોર્ટ ટર્મ નહીં પણ લોન્ગ ટર્મ ઇન્ડસ્ટ્રી કયાં જશે તેનો વિચાર કરવો પડશે.

સેમિનારનું સંચાલન જીએફઆરઆરસીના સભ્ય શ્રી ઉમેશ કૃષ્ણાનીએ કર્યુ હતુ. ચેમ્બરના ઇવેન્ટ્‌સ એન્ડ પ્રોગ્રામ્સ સેલના કન્વીનર શ્રી બિજલ જરીવાલાએ પ્રાસંગિક વિધી કરી હતી. વકતાશ્રીએ ઉપસ્થિત ઉદ્યોગકારોના સંતોષકારક જવાબ આપ્યા હતા. અંતે જીએફઆરઆરસીના સભ્ય શ્રી ચેતન દેસાઇએ સર્વેનો આભાર માન્યો હતો અને ત્યારબાદ સેમિનારનું સમાપન થયુ હતુ