//Rabatex અને ઈટાલીયન કંપની વચ્ચે એડવાન્સ ઈલેક્ટ્રીક ઑપરેટેડ મટિરિયલ હેન્ડલીંગ- સ્ટોરેજ સાધનો ઉત્પાદન અંગેનાં સંયુક્ત સાહસ કરાર થયા

Rabatex અને ઈટાલીયન કંપની વચ્ચે એડવાન્સ ઈલેક્ટ્રીક ઑપરેટેડ મટિરિયલ હેન્ડલીંગ- સ્ટોરેજ સાધનો ઉત્પાદન અંગેનાં સંયુક્ત સાહસ કરાર થયા

Share

 2,298 total views,  2 views today

સુરત, (પ્રતિનિધિ દ્વારા),
ભારતનાં ટેક્સટાઈલ ઉઘોગમાં વૉર્પિંગ ટેક્નોલોજી અને મશીનરી ક્ષેત્રે અતિ મહત્વનું યોગદાન આપનાર સુપ્રસિધ્ધ અમદાવાદ સ્થિત રાબાટેક્સ ઈન્ડસ્ટ્રીઝ તેમજ ઈટાલીની નામાંકીત Alexander & Giovanelli Group કંપની વચ્ચે એડવાન્સ ઈલેક્ટ્રીક ઑપરેટેડ મટિટિયલ હેન્ડલીંગ તેમજ સ્ટોરેજ સાધનો ઉત્પાદન અંગે તાજેતરમાં સંયુક્ત સાહસ કરાર ઉપર સહીસિક્કા થયા હતાં. અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે અગાઉનાં વર્ષમાં રાબાટેક્સ ઈન્ડસ્ટ્રીઝ તેમજ વિશ્વ વિખ્યાત Karl Mayer વચ્ચે ભારતમાં વૉર્પિંગ ટેકનોલોજી પ્રિપેરેટરી મશીનોનાં ઉત્પાદન અંગે સંયુક્ત કરાર થયા હતાં. રાબાટેક્સ ઈન્ડસ્ટ્રીઝ છેલ્લાં કેટલાંક વર્ષોમાં પ્રગતિનાં ઉંચા સોપાન સર કરી ચૂકી છે અને એક પછી એક વિદેશી કંપનીઓ સાથે ઉત્પાદનનાં સંયુક્ત કરારો કરીને ભારતીય ટેક્સટાઈલ મશીનરી ઉત્પાદન ક્ષેત્રે વિકાસની એક છલાંગ લગાવી છે અને પ્રગતિની હરણફાળ સાથે દેશ અને દુનિયાનાં કાપડ ઉઘોગમાં આગવું સ્થાન નિશ્ચિત કર્યું છે.
રાબાટેક્સ ઈન્ડસ્ટ્રીઝ પ્રા. લીમીટેડ, અમદાવાદ, એ ૧૯૬૨નાં વર્ષથી ટેક્સટાઈલ મશીનરી ઉત્પાદન ક્ષેત્રે કાર્યરત કંપની છે જેણે પોતાની આગવી દ્રષ્ટિ અને દુરંદેશીતા તેમજ ટેકનોલોજી તેમજ સંસોધન વિકાસની સધન પ્રવૃત્તિનાં પગલે નોંધપાત્ર સિધ્ધીઓ મેળવી પ્રગતિની હરણફાળ ભરી છે. આજે કંપનીનો પ્લાન્ટ વિશ્વની સૌથી આધુનિક ઉત્પાદન મશીનરીઓથી સજ્જ છે તેમજ ટેક્સટાઈલ ક્ષેત્રનો બહોળો અનુભવ ધરાવતાં ક્વોલીફાઈડ ઈજનેરો, અનુભવી ટેકનિશ્યનોનો મોટો કાફલો તેમજ રીસર્ચ ડેવલપમેન્ટની કામગીરી માટે આગવી કૂશળ ટીમ વર્ષોથી અહીં કાર્યરત છે જેનો એકમાત્ર ઉદ્દેશ વિશ્વની સૌથી આધુનિક ટેકનોલોજી ધરાવતી મશીનરી ભારતમાં ધરઆંગણે તેમજ વિદેશનાં ગ્રાહકોને આપવાનો રહયો છે. આનાં પગલે રાબાટેક્સ ઈન્ડસ્ટ્રીઝ ખાતે ઉત્પાદન થયેલી મશીનરી દુનિયાનાં ૨૮થી અધિક દેશોનાં ટેક્સટાઈલ એકમોમાં શ્રેષ્ઠ ક્વોલીટીનું ફેબ્રિક્સ બનાવવામાં સફળ રહી છે.
રાબાટેક્સ ઈન્ડસ્ટ્રીઝ અત્યારે તેની સફળતાનાં શિખરે છે અને પોતાની ઉત્પાદન શક્તિ અને પ્રોડક્ટની ગુણવત્તામાં મોટી ક્રાંતિ લાવવા માટે હાલમાં ઈટાલીની Alexander & Giovanelli Group કંપની કે જે સ્વયં એક ટેકસટાઈલ મશીનરી અંગેની સિસ્ટમ પ્રોવાઈડર પણ છે તેની સાથે સંપૂર્ણ ટેકનીકલ સપોર્ટ તેમજ જાણકારી માટે સંયુક્ત સાહસ કરાર ઉપર સહીસિક્કા કરવામાં આવ્યાં છે. ઈટાલીની આ કંપનીએ મટિરિયલ્સ હેન્ડલીંગ ઈક્વીપમેન્ટને વિકસાવવા અને ઉત્પાદન માટે લાંબી મંઝિલ પાર કરી છે અને તે યુરોપનાં ક્વોલીટી મટિરિયલ્સમાં ઉત્પાદીત કરેલ છે.
ઈટાલીની આ કંપની એક શતાબ્દી એટલે કે ૧૦૦ વર્ષથી અધિક સમયથી ચાલતાં પારિવારીક વ્યવસાય સાથે તેમની કટિબધ્ધતા, સમર્પણ, આદર અને ગ્રાહકોની વિશિષ્ટ કાળજી લેવાનો ગૌરવવંતો ઈતિહાસ ધરાવે છે. જેનાંથી તેઓ વિકાસની એક ઉંચાઈએ પહોંચ્યા છે. આ કંપની એડવાન્સ મટિરિયલ હેન્ડલીંગ અને સ્ટોરેજ ઈક્વીપમેન્ટનાં ડિઝાઈનીંગ, ઉત્પાદન તેમજ ઈન્સ્ટોલેશનની કામગીરીમાં નિષ્ણાંત છે, આવી કંપની સાથે સ્ટેટ-ઓફ-આર્ટ વિવિંગ ટ્રાન્સ્પોર્ટેશન ટ્રોલી વિગેરેનાં ઉત્પાદન માટેનાં ટેકનીકલ સપોર્ટ માટેનાં સંયુક્ત કરાર કરીને રાબાટેક્સ ઈન્ડસ્ટ્રીઝ મોટું પગલું ભરીને આગેકદમ કરી રહી છે.

વૉર્પિંગ ટેક્નોલોજી ક્ષેત્રે અતિ મહત્વનું યોગદાન આપનાર સુપ્રસિધ્ધ રાબાટેક્સ ઈન્ડસ્ટ્રીઝ તેમજ ઈટાલીની નામાંકીત Alexander & Giovanelli Group કંપની વચ્ચે એડવાન્સ ઈલેક્ટ્રીક ઑપરેટેડ મટિરિયલ હેન્ડલીંગ તેમજ સ્ટોરેજ સાધનો ઉત્પાદન અંગે તાજેતરમાં સંયુક્ત સાહસ કરાર ઉપર સહીસિક્કા થયાઃ રાબાટેક્સ ઈન્ડસ્ટ્રીઝ ખાતે ઉત્પાદન થયેલી મશીનરી દુનિયાનાં ૨૮થી અધિક દેશોનાં ટેક્સટાઈલ એકમોમાં શ્રેષ્ઠ ક્વોલીટીનું ફેબ્રિકસ બનાવવામાં સફળ રહી છેઃ Alexander & Giovanelli Group કંપની આજની તારીખમાં એડવાન્સ ઈલેક્ટ્રીક ઑપરેટેડ મટિટિયલ હેન્ડલીંગ- સ્ટોરેજ સાધનોની વિશાળ શ્રેણી જે ઈટાલીમાં બનાવે છે તેને હવે રાબાટેક્સ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા ભારતમાં બનાવવામાં આવશે અને તેને ઈટાલીથી ઈમ્પોર્ટ કરવાની આવશ્યકતા નહીં રહે, જે ગુણવત્તા અને આધુનિક ટેકનોલોજીનાં ઈક્વીપમેન્ટ ઈટાલીમાં બનાવવામાં આવે છે તેજ ગુણવત્તા અને ઉત્પાદન સ્ટાન્ડર્ડ હવે ધરઆંગણે બનેલાં ઈક્વીપમેન્ટમાં જોવા મળશે આ મોટો ફાયદો ભારતીય તેમજ એશિયાઈ ટેક્સટાઈલ મશીનરી ઉપભોક્તાઓને મળશે.


રાબાટેક્સને Alexander & Giovanelli Group કંપની સાથેનાં આ સંયુક્ત સાહસ થકી ભારતીય ટેક્સટાઈલ ઉઘોગમાં એડવાન્સ ઈલેક્ટ્રીક ઑપરેટેડ મટિટિયલ હેન્ડલીંગ- સ્ટોરેજ સાધનોનાં ઉત્પાદન તેમજ વેચાણ માટે એક મોટી તક મળવા સાથે તેની ક્ષમતાંમાં વજન ઉભુ થયું છે. Alexander & Giovanelli Group કંપની આજની તારીખમાં એડવાન્સ ઈલેક્ટ્રીક ઑપરેટેડ મટિટિયલ હેન્ડલીંગ- સ્ટોરેજ સાધનોની વિશાળ શ્રેણી જે ઈટાલીમાં બનાવે છે તેને હવે રાબાટેક્સ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા ભારતમાં બનાવવામાં આવશે અને તેને ઈટાલીથી ઈમ્પોર્ટ કરવાની આવશ્યકતા નહીં રહે, જે ગુણવત્તા અને આધુનિક ટેકનોલોજીનાં ઈક્વીપમેન્ટ ઈટાલીમાં બનાવવામાં આવે છે તેજ ગુણવત્તા અને ઉત્પાદન સ્ટાન્ડર્ડ હવે ધરઆંગણે બનેલાં ઈક્વીપમેન્ટમાં જોવા મળશે આ મોટો ફાયદો ભારતીય ટેક્સટાઈલ મશીનરી ઉપભોક્તાઓને મળશે. Mr Luca Giovanelli Director at Alexander & Giovanelli Group Italy,નું કહેવું છે કે, “રાબાટેક્સ ઈન્ડસ્ટ્રીઝ સાથેનાં સંયુક્ત સાહસનો મુખ્ય ઉદ્દેશ ભારતમાં ઉત્પાદન માટે તેમની વર્લ્ડક્લાસ ઉત્પાદન મશીનરી અને વર્ષોનો દીર્ધ અનુભવ અને તેમની સંપૂર્ણ ક્ષમતાનો સાથ મળે તેનો ઉપયોગ કરવો તેવો ખાસ રહયો છે. આનાં લીધે પ્રોડક્ટની કિંમત અંકૂશમાં રહેશે, અને અમે વિશ્વનાં ભારતનાં અને ખાસ કરીને એશિયાનાં બજારોમાં શ્રેષ્ઠ ગુણવત્તા અને વ્યાજબી સ્પર્ધાત્મક કિંમતે આપવાનું અમારા માટે હવે સંભવ બનશે. આ ઉપરાંત સપ્લાય ભારતમાંથી રાબાટેક્સ દ્વારા કરવામાં આવશે જેથી ડિસ્પચ અને પાર્ટી સુધી પ્રોડક્ટ ઝડપી પહોંચાડવાનું આસાન બનશે. આ રાબાટેક્સ સાથેનું સંયુક્ત સાહસ એક સફળ જોડાણ બની રહેશે તે નિશ્ચિત છે.”
અત્રે ઉલ્લેખનીય છે કે, રાબાટેક્સ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા આજસુધી લગભગ ૫,૦૦૦થી વધુ સંખ્યામાં પોતાની મટિરિયલ હેન્ડલીગ ટ્રોલી, મિકેનીકલ ટ્રોલી તેમજ ઈલેક્ટ્રીક ટ્રોલી આપી ચૂકી છે અને તે ભારત ઉપરાંત લગભગ ૨૮થી અધિક દેશોમાં ખૂબજ સફળ રીતે કાર્યરત છે. હવે આ સંયુક્ત સાહસનાં પગલે રાબાટેક્સ હવે એક નવી ઉત્પાદન ક્ષમતા અને નવી વૈશ્વિક ટેકનોલોજીનાં લાભ અને વિદેશી કોલોબોરશનનો સંપૂર્ણ ટેકનીકલ સહયોગ મળતાં ભારતીય ટેક્સટાઈલ બજારમાં એડવાન્સ ટેકનોલોજી ધરાવતી મટિરિયલ્સ હેન્ડલીંગ ઈક્વીપમેન્ટની વિશાળ શ્રેણી આસાનીથી આપી શકશે.
રાબાટેક્સ ઈન્ડસ્ટ્રીઝનાં સંદીપ પંચાલનાં જણાવ્યાં અનુસાર, “નવા સંયુક્ત સાહસનાં પગલે રાબાટેક્સનાં વિશાળ ગ્રાહક સમુદાયને પણ નવી આધુનિક ટેકનોલોજીનો લાભ મળશે. આનાંથી કંપનીનાં ઉત્પાદનો વધુ સારા, વધુ સારી ટેકનોલોજી અને શ્રેષ્ઠ ગુણવત્તા ધરાવતાં થશે જેનાં પગલે ટેક્સટાઈલ એકમોમાં ઓપરેશનલ કોસ્ટમાં સારો એવો ધટાડો વધશે, સુરક્ષ વધશે, અકસ્માત જોખમ ધટશે અને માલની હેરાફેરી વધુ સરળ અને ઝડપી થશે.”
Mr Luca Giovanelli Director at Alexander & Giovanelli Group Italy, નું કહેવું છે કે, “તેઓ મટિરિયલ હેન્ડલીંગ ઈક્વીપમેન્ટ ક્ષેત્રે આ મશીનરી મિલોને ભાડેથી આપવાનો નવો કોન્સેપ્ટ લાવવા માંગે છે. આમ કરતી તેમની કંપની સૌ પ્રથમ હશે. કંપની ઈક્વીમેન્ટની આંતરરાષ્ટ્રીય સ્ટાન્ડર્ડ મુજબ તેની સર્વિસ રખરખાવ કરશે જેનો લાભ ઉત્પાદન કરતાં એકમોનાં મીલ માલિકોને મળશે. જેનાંથી એક મોટી કોસ્ટ ઈફેક્વીટનેસ આવશે.”