//નવી ટેક્સટાઈલ પોલીસી 2020નાં મધ્યમાં આવશે, નવા 10 મેગા ટેક્સટાઈલ પાર્ક બનશેઃ ટેક્સ. સેક્રેટરી રવિ કપુર

નવી ટેક્સટાઈલ પોલીસી 2020નાં મધ્યમાં આવશે, નવા 10 મેગા ટેક્સટાઈલ પાર્ક બનશેઃ ટેક્સ. સેક્રેટરી રવિ કપુર

Share

 3,505 total views,  2 views today

(પ્રતિનિધિ દ્વારા) સુરત,
ભારત સરકારનાં ટેક્સટાઈલ મંત્રાલયનાં સેક્રેટરી રવિ કપુરે અખબારી મુલાકાતમાં જણાવ્યું હતું કે નવી ટેક્સટાઈલ પોલીસી ૨૦૨૦ ચાલુ વર્ષ ૨૦૨૦નાં મધ્યભાગ સુધીમાં તૈયાર થશે અને તેની વિધિવત ધોષણા કરવામાં આવશે. તેમણે વધુ કહયું હતું કે “ટેક્સટાઈલ મંત્રાલય દ્વારા વિવિધ સંસ્થાઓ અને લાગતા વળગતાઓ સાથે ચર્ચાનાં બે રાઉન્ડ થઈ ચુકયા છે અને અમને આશા છે કે વર્ષનાં મધ્યભાગ સુધીમાં નવી ટેક્સટાઈલ પોલીસી ધડાઈને તૈયાર થઈ જશે એ માટે અને આશાવાદી છીએ.”
ટેક્સટાઈલ્સ અને ક્લોધિંગ ક્ષેત્રોમાં મૂડીરોકાણ આકર્ષવા માટે કેવા પગલાં લેવામાં આવશે પ્રશ્નનાં ઉત્તરમાં ટેક્સટાઈલ સેક્રેટરી રવિ કપુરે જણાવ્યું હતું કે, “હાલમાં કોસ્ટ ઈફેક્ટીવ કેવી રીતે બનવું તે આપણી સમક્ષનો સૌથી મોટો પડકાર છે. કોસ્ટ ઈફેક્ટીવ બનવા આડે આવતી સમસ્યાઓમાં સ્કેલ (ઉત્પાદનનું કદ) મોટી સમસ્યા છે. નવા ઉઘોગોએ આ સ્કેલ ઉપર વધુ ધ્યાન કેન્દ્રિત કરવાનું રહેશે. સરકાર વધુ ૧૦ મેગા ટેક્સટાઈલ પાર્ક વિકસાવવાની દિશામાં જઈ રહી છે. જો આપણે વિદેશી મુડીરોકાણ અને એકસપોર્ટ વધારવા ઈચ્છીએ તો સ્કેલ તેમજ ટેક્સટાઈલ ઉઘોગનાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર વધુ ધ્યાન આપવાની જરૂર રહેશે. આ માટે ભારત સરકારનાં ટેક્સટાઈલ મંત્રાલય દ્વારા વિવિધ રાજ્ય સરકારો સાથે વાતચીત થઈ રહી છે. જે રાજ્યો પાસે ટેક્સટાઈલ પાર્ક માટે મીનીમમ ૧૦૦૦ એકર જગ્યા હશે તેમને વિકાસ માટે સહકાર આપવામાં આવશે.”

ટેક્સટાઈલ્સ અને ક્લોધિંગ ક્ષેત્રોમાં મૂડીરોકાણ આકર્ષવા માટે કોસ્ટ ઈફેક્ટીવ કેવી રીતે બનવું તે આપણી સમક્ષનો સૌથી મોટો પડકાર છે. કોસ્ટ ઈફેક્ટીવ બનવા આડે આવતી સમસ્યાઓમાં સ્કેલ (ઉત્પાદનનું કદ) મોટી સમસ્યા છે. નવા ઉઘોગોએ આ સ્કેલ ઉપર વધુ ધ્યાન કેન્દ્રિત કરવાનું રહેશે. સરકાર વધુ ૧૦ મેગા ટેક્સટાઈલ પાર્ક વિકસાવવાની દિશામાં જઈ રહી છે. જે રાજ્યો પાસે ટેક્સટાઈલ પાર્ક માટે મીનીમમ ૧૦૦૦ એકર જગ્યા હશે તેમને વિકાસ માટે સહકાર આપવામાં આવશે.” સરકાર ટૂંક સમયમાં “નેશનલ ટેક્નીકલ ટેક્સટાઈલ મિશન’ કરશે . સરકાર ટેક્નીકલ ટેક્સટાઈલનાં વિકાસ માટે જરૂરી એવાં રો-મટિરિયલ્સનાં વિકાસ માટે રૂા. ૧,૦૦૦ કરોડનો ખર્ચ કરશેઃ રવિ કપુર


ટેક્સટાઈલ સેક્રેટરી રવિ કપુરે ગત નાણાંકીય વર્ષ કરતાં આ વર્ષે ટેક્સટાઈલ તેમજ ક્લોધિંગનું એકસપોર્ટ વધશે એવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. યાદ રહે ગયા વર્ષની ભારતની ટેક્સટાઈલ નિકાસ ૩૮ બિલીયન ડૉલર હતી. ટેક્સટાઈલ સેક્રટરી રવિ કપુરે વધુમાં જણાવ્યું હતું ભારતનાં કાપડ ઉઘોગે મેનમેડ ફાઈબરની દિશામાં ઝડપથી ગતિ કરવાની રહેશે. દેશનાં કાપડ ઉઘોગનાં વિકાસમાં ટેકનિકલ ટેક્સટાઈલનો ફાળો મોટો હશે એવું ભારત સરકારનું માનવું છે અને તેને ધ્યાનમાં રાખીને સરકાર ટૂંક સમયમાં “નેશનલ ટેક્નીકલ ટેક્સટાઈલ મિશન’ કરશે એવું જણાવ્યું હતું. ભારતમાં ટેક્નીકલ ટેક્સટાઈલનાં વિકાસ માટે જરૂરી એવાં રો-મટિરિયલ્સનાં વિકાસ માટે રૂા. ૧,૦૦૦ કરોડનો ખર્ચ કરશે અને આ માટે જરૂરી સહયોગ અને એપ્લિકેશન માટે એસોસીએશનને મદદરૂપ થશે.