//સુરતને ટેક્સટાઈલ મશીનરી મેન્યુફેકચરીંગનુ હબ બનાવવાની વાત દોહરાવતા મંત્રી સ્મૃતિ ઈરાની

સુરતને ટેક્સટાઈલ મશીનરી મેન્યુફેકચરીંગનુ હબ બનાવવાની વાત દોહરાવતા મંત્રી સ્મૃતિ ઈરાની

Share

 2,152 total views,  4 views today

TMMA -Textile Machinery Manufacturers’ Association, India( ટેક્ષ્ટાઇલ મશીનરી મેન્યુફેકચરીંગ એસોસિએશન ઈન્ડીયા) ના ચેરમેન શ્રી વલ્લભ ઠુમ્મર સાથે સુરત એરપાેર્ટ પર ટેક્સટાઈલ મંત્રી સ્મૃિત ઈરાનીએ સુરતને ટેક્ષ્ટાઇલ મશીનરી મેન્યુફેકચરીંગનુ હબ બનાવવાની દિશામાં શું પ્રયાસ કરી શકાય તેની વિગતવાર ચર્ચા કરી હતી તેમજ ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રીને નવી ઉચાઇએ લઇ જવા માટે ટેક્ષ્ટાઇલ એન્જીનિયરીંગને ડેવલપ કરવી પડશે તેમ જણાવ્યુ હતુ. દિલ્હી ખાતે યાેજાનારા વિશાળ ટેક્સટાઈલ એક્સપાેમાં સહકાર આપવા ચેમ્બરનાં પ્રમુખને વિનંતી કરતાં દિલ્હી આવી ચર્ચા કરવા જણાવ્યુ હતું.

સુરત, ધી સધર્ન ગુજરાત ચેમ્બર આેફ કોમર્સનાં પ્રતિનિધી મંડળે ડિસેમ્બર ર૦૧૯માં નવી દિલ્હી ખાતે ભારત સરકારના માનનીય ટેક્ષ્ટાઇલ મંત્રી શ્રીમતી સ્મૃતિબેન ઇરાની સાથે મુલાકાત કરી હતી. જેમાં સુરતને ટેક્ષ્ટાઇલ મશીનરી મેન્યુફેકચરીંગનુ હબ બનાવવા વિશે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.સુરતની એક વ્યક્તિગત મુલાકાતે આવેલા શ્રીમતી સ્મૃતિબેન ઇરાનીએ ચેમ્બરના પ્રતિનિધી મંડળ સાથે સુરત એરપોર્ટ ખાતે મિટીંગ કરી હતી.

આ મિટીંગમાં ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ શ્રી કેતન દેસાઇ, ટેક્ષ્ટાઇલ મશીનરી મેન્યુફેકચરીંગ એસોસિએશનના ચેરમેન શ્રી વલ્લભ ઠુમ્મર, ચેમ્બરના તત્કાલિન ભુતપુર્વ પ્રમુખ તેમજ સેતુ ફાઉન્ડેશનના ચેરમેન શ્રી હેતલ મહેતા અને ચેમ્બરની મેનેજિંગ કમિટીના સભ્ય તેમજ સેતુ ફાઉન્ડેશનના ડાયરેકટર શ્રી પંકજ ત્રિવેદી ઉપસ્થિત રહયા હતા.

માનનીય મંત્રીશ્રીએ સુરતને ટેક્ષ્ટાઇલ મશીનરી મેન્યુફેકચરીંગનુ હબ બનાવવાની દિશામાં શું પ્રયાસ કરી શકાય તેની વિગતવાર ચર્ચા કરી હતી તેમજ ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રીને નવી ઉચાઇએ લઇ જવા માટે ટેક્ષ્ટાઇલ એન્જીનિયરીંગને ડેવલપ કરવી પડશે તેમ જણાવ્યુ હતુ. એના માટે આગામી દિવસોમાં સરકારશ્રી દ્વારા નવી દિલ્હી ખાતે ટેક્ષ્ટાઇલ સેકટર માટે વિશાળ એક્ષ્પોનું આયોજન કરવામાં આવનાર છે તેમ જણાવી ટેક્ષ્ટાઇલ એન્જીનિયરીંગ સેકટરને મોટાપાયે આ એક્ષ્પોમાં જોડવા માટે ચેમ્બર દ્વારા પ્રયાસ કરવામાં આવે તેમ આશાવાદ તેમણે વ્યકત કર્યો હતો. આ અંગે વિગતવાર ચર્ચા કરવા માટે ચેમ્બરના પ્રતિનિધી મંડળને માનનીય મંત્રીશ્રીએ નવી દિલ્હી ખાતેનું આમંત્રણ આપ્યુ હતુ.