//MakSteel Wire Healds વડોદરાને ITAMMA દ્વારા ‘મેક ઈન ઈન્ડીયા’ -‘એકસપોર્ટ એક્સલંસ એવોર્ડ’ એનાયત

MakSteel Wire Healds વડોદરાને ITAMMA દ્વારા ‘મેક ઈન ઈન્ડીયા’ -‘એકસપોર્ટ એક્સલંસ એવોર્ડ’ એનાયત

Share

876 total views, 6 views today

Maksteel Wire Healds Pvt. Ltd. કંપનીને વિવિંગ એસેસરીઝ વિભાગમાં એક મોટા પાયાનાં ઉત્પાદક તરીકે “સર્વશ્રેષ્ઠ કેટેગરી’નો “ઈટામા- એક્સપોર્ટ એકસલંસ એવોર્ડ વર્ષ ૨૦૧૯-૨૦૨૦’ તેમજ “મેક ઈન ઈન્ડીયા’ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. યુવા ડીરેક્ટર અને ટેકનોક્રેટ એવાં અર્પિત રમેશભાઈ સિધપુરાએ આ એવોર્ડ મુંબઈ ખાતેનાં શાનદાર સમારોહમાં સ્વિકાર્યો હતો. આજે ૨૦૨૦ સુધીમાં વિશ્વ કક્ષાની શ્રેષ્ઠ ક્વોલીટીની જેકાર્ડ હાર્નેશ કે જે રેપીયર એરજેટ લૂમ્સમાં વપરાય છે તેનું ઉત્પાદન કરતાં થઈને વિકાસની મોટી છલાંગ મારી છે. વર્ષ ૨૦૧૬માં મેકસ્ટીલ વાયર હીલ્ડસ પ્રા. લીમીટેડ એ નવા યુગમાં કદમ રાખીને જર્મન કંપની Groz-BeckertK સાથે કોલોબોરેશન કર્યું હતું

(પ્રતિનિધી દ્વારા) સુરત,
ITAMA ( Indian Textile Accessories & Machinery Manufacturers’ Association , Mumbai)ની તાજેતરમાં મળેલી વાર્ષિક મિટીંગ તેમજ વિવિધ ઉઘોગપતિઓને એવોર્ડ આપનારા સમારોહમાં વડોદરાની સુપ્રસિધ્ધ Maksteel Wire Healds Pvt. Ltd. કંપની કે જે વર્ષ ૧૯૮૦થી કાર્યરત છે તેને વિવિંગ એસેસરીઝ વિભાગમાં એક મોટા પાયાનાં ઉત્પાદક તરીકે “સર્વશ્રેષ્ઠ કેટેગરી’નો “ઈટામા- એક્સપોર્ટ એકસલંસ એવોર્ડ વર્ષ ૨૦૧૯-૨૦૨૦’ તેમજ “મેક ઈન ઈન્ડીયા’ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. મેકસ્ટીલ વાયર હીલ્ડસ પ્રા. લીમીટેડનાં યુવા ડીરેક્ટર અને ટેકનોક્રેટ એવાં અર્પિત રમેશભાઈ સિધપુરાએ આ એવોર્ડ મુંબઈ ખાતેનાં શાનદાર સમારોહ સ્વિકાર્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે મેકસ્ટીલ વાયર હીલ્ડસ પ્રા. લીમીટેડ કંપનીની સ્થાપના રમેશભાઈ સિધપુરા દ્વારા વર્ષ ૧૯૮૦માં વડોદરાની મકરપુરા જીઆઈડીસી ખાતે કરવામાં આવી હતી. પ્રારંભીક વર્ષોમાં હેન્ડલૂમની વાયર હીલ્ડ બનાવવાથી શુભ શરૂઆત કરવામાં આવી હતી. ત્યારપછીથી રમેશભાઈ સિધપુરા જેવી વિલક્ષણ પ્રતિભાની આગેવાનીમાં આ કંપનીએ ક્રમશઃ ખૂબજ સારી પ્રગતિ કરી છે આજે ૨૦૨૦ સુધીમાં વિશ્વ કક્ષાની શ્રેષ્ઠ ક્વોલીટીની જેકાર્ડ હાર્નેશ કે જે રેપીયર એરજેટ લૂમ્સમાં વપરાય છે તેનું ઉત્પાદન કરતાં થઈને વિકાસની મોટી છલાંગ મારી છે. વર્ષ ૨૦૧૬માં મેકસ્ટીલ વાયર હીલ્ડસ પ્રા. લીમીટેડ એ નવા યુગમાં કદમ રાખીને જર્મન કંપની Groz-BeckertK સાથે કોલોબોરેશન કર્યું હતું જેનાં પગલે સ્ટેનલેસ સ્ટીલ મોનો વાયર જેકાર્ડ હીલ્ડ વીથ સ્પીંગ એસેમ્બ્લીનું ઉત્પાદન શરૂ કર્યું હતું. જેનું સૌથી મહત્વનું પાસુ મહ્ત્વની જર્મન ટેકનોલોજી છે જેમા મોનો વાયર તેમજ મેઈલ આઈનો ઉપયોગ થાય છે.
આજે કંપનીમાં યુવા ડીરેક્ટર અર્પિત રમેશભાઈ સિધપુરા કે જેઓ સ્વયં એક તેજસ્વી ક્વોલીફાઈડ મિકેનીકલ એન્જીનિયર છે તેઓનું પણ અતિમહત્વનું યોગદાન રહયું છે. તેઓએ ખૂબજ ટૂંકા સમયગાળામાં વૈશ્વિક વિવિંગ ઈન્ડસ્ટ્રીઝ તેમજ વિવિંગ ટેકનોલોજીનું જ્ઞાન મેળવી લીધું છે અને કંપનીને એક નવા મુકામે લઈ જવા કટિબધ્ધ છે. મેકસ્ટીલ વાયર હીલ્ડસ પ્રા. લીમીટેડ કંપની આજે સુરત સહીત ભારતભારમાં અને વિદેશમાં સારી નામનાં મેળવી ચૂક્યુ છે અને ગૌરવની વાત છે કે તેઓ વિશ્વનાં ૨૨થી અધિક દેશોમાં તેમનાં ઉત્પાદન નિકાસ કરીને દેશ માટે મૂલ્યવાન વિદેશી હુંડિયામણ દેશનાં કોશમાં ઠાલવી રહયાં છે.