//દિલ્હી ખાતે ‘ટેક્સટાઈલ પોલીસી ૨૦૨૦’ની મિટીંગમાં વિવિંગ ક્ષેત્ર માટે ફીઆસ્વીની ૯૦ટકા ભલામણોનો સ્વિકારઃ આશિષ ગુજરાતી

દિલ્હી ખાતે ‘ટેક્સટાઈલ પોલીસી ૨૦૨૦’ની મિટીંગમાં વિવિંગ ક્ષેત્ર માટે ફીઆસ્વીની ૯૦ટકા ભલામણોનો સ્વિકારઃ આશિષ ગુજરાતી

Share

 4,770 total views,  2 views today

આશિષ ગુજરાતીનાં વડપણ હેઠળનું પ્રતિનિધિ મંડળ દિલ્હી ખાતે ટેક્સટાલ સેક્રેટરી રવિ કપુર (આઈએએસ)ને પણ મળ્યુ હતું અને પાવરલૂમ્સ નિટીંગ ક્ષેત્રોનાં મહત્વનાં પ્રશ્નો અને મુદ્દાઓ અંગે “વન ટુ વન’ મિટીંગ કરી હતી. ઉપરાંત આગામી ૨૫ જાન્યુઆરીનાં રોજ સુરત ખાતે ફીઆસ્વીની વાર્ષિક સામાન્ય સભા કે જેમાં દેશભરનાં પાવરલૂમ્સ કેન્દ્રોમાંથી રીજીયોનલ આગેવાનો ઉપસ્થિત રહેવાનાં છે તેમાં અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેવા ટેક્સટાઈલ સેક્રેટરી રવિ કપુર (આઈએએસ)ને ખાસ આમંત્રણ આપ્યું હતું અહીં ટેક્સટાઈલ ઉઘોગનાં મહત્વનાં મુદ્દાઓ તેમજ ટેક્સટાઈલ ઉઘોગનાં વિકાસનાં રોડમેપ ની ચર્ચા કરવાની ઈચ્છા દર્શાવી

(અમરિષ ભટ્ટ દ્વારા) સુરત,
આગામી “રાષ્ટ્રીય ટેક્સટાઈલ પોલીસી – ૨૦૨૦’નાં અનુસંધાનમાં ભારત સરકારનાં ટેક્સટાઈલ મંત્રાલયનાં જોઈંટ સેક્રેટરી જોગીરંજન પાણીગ્રહીનાં વડપણ હેઠળ First cut draft note on National Textile Policy : Spinning, Weaving, Processing and Infrastructure અંગે દિલ્હી ખાતે મિટીંગ મળી હતી જેમાં સુરતથી ફેડરેશન ઓફ આર્ટસીલ્ક વિવિંગ ઈન્ડસ્ટ્રી(ફીઆસ્વી)નું પ્રતિનિધી મંડળ જાણીતા વિવર્સ આગેવાન અને ઉઘોગપતિ આશિષ ગુજરાતીની આગેવાનીમાં હાજર રહી પાવરલૂમ્સ અને નિટીંગ ઉઘોગની જોગવાઈઓ અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી. આ મિટીંગમાં નવી રાષ્ટ્રીય ટેક્સટાઈલ પોલીસી ૨૦૨૦ માટે ટેક્સટાઈલ કમિટીની ભલામણો ઉપર ચર્ચા કરવામાં આવી હતી. તાજેતરમાં મુંબઈ ખાતે ટેક્સટાઈલ કમિશ્નર મલય ચક્રવર્તી સાથે “રાષ્ટ્રીય ટેક્સટાઈલ પોલીસી – ૨૦૨૦’ અંગે થયેલી ચર્ચા પછી દિલ્હી ખાતે મળેલી ઉચ્ચસ્તરીય મિટીંગનું ખાસ્સુ મહત્વ છે. ફીઆસ્વીનાં ચેરમેન તેમજ ટેક્સટાઈલ કમિટીનાં સભ્ય ભરતભાઈ ગાંધી સાથે જરૂરી ચર્ચાઓ કરીને ખાસ સંદેશ સાથેનું આશિષ ગુજરાતીનાં વડપણ હેઠળનું પ્રતિનિધિ મંડળ દિલ્હી ખાતે ટેક્સટાલ સેક્રેટરી રવિ કપુર (આઈએએસ)ને પણ મળ્યુ હતું અને પાવરલૂમ્સ નિટીંગ ક્ષેત્રોનાં મહત્વનાં પ્રશ્નો અને મુદ્દાઓ અંગે “વન ટુ વન’ મિટીંગ કરી હતી. ઉપરાંત આગામી ૨૫ જાન્યુઆરીનાં રોજ સુરત ખાતે ફીઆસ્વીની વાર્ષિક સામાન્ય સભા કે જેમાં દેશભરનાં પાવરલૂમ્સ કેન્દ્રોમાંથી રીજીયોનલ આગેવાનો ઉપસ્થિત રહેવાનાં છે તેમાં અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેવા ટેક્સટાઈલ સેક્રેટરી રવિ કપુર (આઈએએસ)ને ખાસ આમંત્રણ આપ્યું હતું અહીં ટેક્સટાઈલ ઉઘોગનાં મહત્વનાં મુદ્દાઓ તેમજ ટેક્સટાઈલ ઉઘોગનાં વિકાસનાં રોડમેપ ની ચર્ચા કરવાની ઈચ્છા દર્શાવી હતી.
દિલ્હી ખાતે આગામી “રાષ્ટ્રીય ટેક્સટાઈલ પોલીસી – ૨૦૨૦’ નાં પ્રથમ ડ્રાફટ કટ અંગે થયેલી ચર્ચા અંગે માહિતી આપતાં ફીઆસ્વીનાં સુરતનાં અગ્રણી આશિષ ગુજરાતીએ માહિતી આપતાં જણાવ્યું હતું કે આગામી ટેક્સટાઈલ પોલીસી ૨૦૨૦નાં ફર્સ્ટ કટ ઓફ ડ્રાફટમાં ફીઆસ્વીની લગભગ ૯૦ ટકા ભલામણોનો સ્વિકાર કરવામાં આવ્યો છે જે આપણાં પાવરલૂમ્સ તથા નિટીંગ ઉઘોગ માટે આવનારા સમયમાં ખૂબજ મહત્વનાં સાબિત થશે અને ઉઘોગનાં વિકાસમાં ખૂબજ મહત્વની ભૂમિકા ભજવશે. ફીઆસ્વીની નવી ટેક્સટાઈલ પોલીસી માટે નીચેનાં મહત્વનાં સૂચનોનો સ્વિકાર ટેકસટાઈલ કમિટી દ્વારા કરવામાં આવ્યો છે.

  • યાર્ન બેંકની માફક ફેબિ્રક્સ બેંકની સ્થાપના.
  • એફડીવાય, ટેકસચર્ડ યાર્ન, પીઓવાય, એનએફવાય, વીએફવાય વિગેરે યાર્ન ની આયાત ઉપર લાદવામાં આવેલી એન્ટી ડંપીંગ ડૂયુટીને હટાવવી.
  • પાવરલૂમ્સ(વિવિંગ) ક્ષેત્રને વિકાસ માટે ખાસ નાણાં ભંડોળની જરૂર છે જે તેનાં કાપડનાં ઉત્પાદનનાં ગુણોત્તરમાં મળવું જોઈએ. આ કામ યુધ્ધનાં ધોરણે થવું જોઈએ જેથી વિવિંગ ક્ષેત્ર ઝડપથી આધુનિકીકરણના રસ્તે ગતિ કરી શકે.
  • ૩૦ ટકા સબસીડીનું પુનસ્થાપન.
  • મોડર્ન વિવિંગ માટે આધુનિક હાઈટેક મશીનરીની આયાત “શૂન્ય’ ઝીરો ડયુટીથી થવા મુક્તિ આપવી જોઈએ.
  • નાના કદનાં વિવર્સ (ખાસ કરીને વૉટરજેટ લૂમ્સનાં એકમો) તેમજ યાર્ન ડાઈંગ એકમો કે જેઓ પાણીનાં શુદ્ધિકરણ માટેનાં નાનાં પ્લાન્ટ વસાવી નથી શકતાં (અને તેમનાં અસ્તિત્વ સામે મોટો સરકારી શિકંજો છે) તેમની સમસ્યા માટે ખાસ પોલ્યુશન કંટ્રોલ બોર્ડનાં સેવા કેન્દ્રોની સ્થાપના કરવી.
    આ ઉપરાંત સુરત સહીતનાં કાપડ વિવિંગ ઉઘોગમાં વર્તમાન સમયમાં સારી સંખ્યામાં રેપીયર મશીન્સ, વૉટરજેટ અને એરજેટ મશીનો કાર્યરત છે. આમાં આધુનિક ટેકનોલોજીનાં મશીનો પણ છે. હજુ વધુ સારી ટેકનોલોજી અને ઉંચી ઝડપવાળા વિવિંગ મશીનોની વધુ જરૂર છે. પરંતુ સરકારનાં અધિકારીઆનું કહેવું હતું કે ભારતમાં વૉટરજેટ અને એરજેટ મશીનો હાઈસ્પીડ મશીનો જરૂર આવ્યાં છે, પરંતુ હજી ૧૮૦થી ૨૨૦ આરપીએમનાં લો સ્પીડ રેપીયર મશીનો જેમાં ક્રેન્ક અને કેમ ટાઈપ મશીનો વપરાય છે તેમાં ક્રેન્ક ટાઈપનાં લો સ્પીડ રેપીયરને સબસીડી ના અપાવી જોઈએ તેવો મત વ્યક્ત કર્યો હતો તે અંગે ફીઆસ્વી પ્રતિનિધિઓએ બચાવ કરીને ધર-આંગણાનાં રેપીયર ઉત્પાદકોને આ લાભ મળે તેવો મત વ્યક્ત કર્યો હતો.
    (ખાસ નોંધઃ- નવી ટેક્સટાઈલ પોલીસી ૨૦૨૦નાં ફર્સ્ટ કટ ડ્રાફટની જોગવાઈઓની વિસ્તૃત માહિતી જાણવા આગામી ટેકસટાઈલ ગ્રાફ અખબારમાં પ્રસિધ્ધ કરવામાં આવશે. તેની જાણકારી માટે ટેકસટાઈલ ગ્રાફ અખબારનો આગામી અંક મંગાવી ખાસ વાંચવા વાચકોને વિનંતી.)