//ગ્રે કાપડમાં ૧૦ દિવસથી ભાવો સ્થિર, પાવરલૂમ્સ- રેપીયર-ઈલે.જેકાર્ડ ની વેરાયટીમાં ડિમાન્ડ ધણી સારી, વૉટરજેટનું ગ્રે માર્કેટ આઈસકોલ્ડ

ગ્રે કાપડમાં ૧૦ દિવસથી ભાવો સ્થિર, પાવરલૂમ્સ- રેપીયર-ઈલે.જેકાર્ડ ની વેરાયટીમાં ડિમાન્ડ ધણી સારી, વૉટરજેટનું ગ્રે માર્કેટ આઈસકોલ્ડ

Share

 2,393 total views,  2 views today

હાલમાં રેપીયર વિવર્સ પાસે ટોપડાઈડ સાડી તેમજ ડ્રેસ મટિરિયલ્સ તેમજ ગારમેન્ટ કાપડનાં એમ ત્રણેય ક્ષેત્રોમાં કામકાજ ખૂબજ સારા છે. અને ગારમેન્ટ ક્ષેત્રમાં તો સ્થિતિ ધણી સારી છે અને મોટાભાગનાં જોબવર્ક કરતાં રેપીયર વિવર્સ પાસે તો ત્રણથી છ મહિના ચાલે તેટલાં ભારે સંખ્યામાં જોબઓર્ડર્સ પડેલાં છે. સુરત ખાતે રેપીયર વિવર્સમાં સૌથી ઓછી સંખ્યામાં વિવર્સ ટોપડાઈડ સાડીનું વિવિંગ કરે છે ત્યારપછીથી સંખ્યાની દ્રષ્ટિએ ડ્રેસ મટિરિયલ્સ અને સૌથી વધુ સંખ્યામાં ગારમેન્ટનું કાપડ વિવિંગ કરતાં હોય છે. આમ રેપીયર વિવિંગમાં બજાર માંગ અને જોબવર્કમાં મોટો સુધારો થતાં દિવાળી પહેલાંથીજ સુરતમાં નવા રેપીયર મશીન તેમજ ઈલેક્ટ્રોનીક જેકાર્ડનાં ક્ષેત્રેમાં મૂડીરોકાણ વધવા લાગ્યુ હતું અને હાલમાં પણ નવા વર્ષ ૨૦૨૦૨માં તેમાંથી મોટી વૃધ્ધિ થઈ હોવાનાં અહેવાલો

(પ્રતિનિધી દ્વારા) સુરત,
સ્થાનિક કાપડ વિવિંગ ઉઘોગમાં સાદી પરંપરાગત પાવરલૂમ્સ ઉપર કોમોડીટી ગ્રે કાપડ ઉત્પાદન કરતાં ખૂબજ મોટી સંખ્યાનાં વિવર્સનો દબદબો કાયમ છે ગયા સપ્તાહમાં કોમોડીટી ગ્રે જાતોનાં ભાવોમા પચાસ પૈસાથી લઈને પંચોતેર પૈસા જેવો જાતવાર ભાવ ધટાડો પણ જોવા મળ્યો હતો પરંતુ પાછી રીકવરી આવીને ભાવ પચીસ પૈસા સુધર્યાે પણ હતો અને હાલમાં પંદર દિવસનાં બુકિંગ છે તેનાં ઉપરથી જાણી શકાય છે કે બજારની સ્થિતિ શું છે? એકંદરે ગ્રે કાપડમાં છેલ્લા એક સપ્તાહ દસ દિવસમાં સુરતનાં ગ્રે કાપડનાં બજારમાં ભાવોની એકંદરે સપાટી સ્થિર જોવા મળી છે. કાપડ વિવર્સ માટે સૌથી સારી સ્થિતિ હોવા પાછળનું એક મહત્વનું કારણ યાર્નનાં લાંબા સમયથી નીચી સપાટીનાં અને સ્થિર ભાવો છે. જ્યાં સુધી ભાવોમાં મોટો વધારો ના થાય ત્યાં સુધી વિવર્સ માટે અચ્છે દીન અકબંધ રહેશે.
સાદી લૂમ્સની સામે રેપીયર ઈલેક્ટ્રોનીક જેકાર્ડ ઉપર ટોપ ડાઈડ સાડી વણતાં વિવર્સ તેમજ ડ્રેસ મટિરિયલ્સ કે ગારમેન્ટ વિવિંગ કરતાં વિવર્સની સ્થિતિ પણ પ્રમાણમાં ધણી સારી જોવા મળી છે, તેઓ ધંધામાં કમાણી સાથે નવું મૂડીરોકાણ કરતાં જોવા મળે છે. હાલમાં રેપીયર વિવર્સ પાસે ટોપડાઈડ સાડી તેમજ ડ્રેસ મટિરિયલ્સ તેમજ ગારમેન્ટ કાપડનાં એમ ત્રણેય ક્ષેત્રોમાં કામકાજ ખૂબજ સારા છે. અને ગારમેન્ટ ક્ષેત્રમાં તો સ્થિતિ ધણી સારી છે અને મોટાભાગનાં જોબવર્ક કરતાં રેપીયર વિવર્સ પાસે તો ત્રણથી છ મહિના ચાલે તેટલાં ભારે સંખ્યામાં જોબઓર્ડર્સ પડેલાં છે. અત્રે ઉલ્લેખનીય છે કે સુરત ખાતે રેપીયર ઉપર કાપડ વિવિંગ કરતાં વિવર્સમાં સૌથી ઓછી સંખ્યામાં વિવર્સ ટોપડાઈડ સાડીનું વિવિંગ કરે છે ત્યારપછીથી સંખ્યાની દ્રષ્ટિએ ડ્રેસ મટિરિયલ્સ અને સૌથી વધુ સંખ્યામાં ગારમેન્ટનું કાપડ વિવિંગ કરતાં હોય છે. આમ રેપીયર વિવિંગમાં બજાર માંગ અને જોબવર્કમાં મોટો સુધારો થતાં દિવાળી પહેલાંથીજ સુરતમાં નવા રેપીયર મશીન તેમજ ઈલેક્ટ્રોનીક જેકાર્ડનાં ક્ષેત્રેમાં મૂડીરોકાણ વધવા લાગ્યુ હતું અને હાલમાં પણ નવા વર્ષ ૨૦૨૦૨માં તેમાંથી મોટી વૃધ્ધિ થઈ હોવાનાં અહેવાલો છે.
તેની સામે અત્યારે વૉટરજેટ લૂમ્સ ઉપર પોલીયેસ્ટર કાપડ વણતો એક મોટો વિવર્સ વર્ગ અત્યારે ધણાં કપરાં સમયનો સામનો કરી રહયો હોવાનાં અહેવાલો મળી રહયાં છે. છેલ્લાં સપ્તાહથી વૉટરજેટ વિવર્સ પાસે ડિમાન્ડ ખૂબજ ધટી છે અને પુછપરછ પણ નથી અને બજાર સાવ આઈસકોલ્ડ થયું છે. આની પાછળ ચોમેર જંગી સંખ્યામા વધેલી મશીનોની સંખ્યા છે. એક જાણીતા વૉટરજેટ વિવર્સૈ તો ત્યાં સુધી કીધુ હતું કે છેલ્લા સપ્તાહથી કોઈ ઈન્કવાયરી નથી અને જો કોઈ વૉટરજેટ વિવર પાસે એક લાખ મીટરનાં માલની માંગ આવે અને રૂા. ૨૧નો ભાવ આપે તો સાંજ સુધીમાં તો પાંચ લાખ મીટર ગ્રે માલ આવીને ઠલવાઈ જાય તેવી સ્થિતિ છે અને કદાચ જે તે વિવરજ સાંજે રૂા ૨૦માં માલ આપવા તૈયાર થાય તેવો ધાટ થયો છે.
આ બધાં વચ્ચે કાપડ ઉઘોગની નાણાં તંગી જેમની તેમ પડી છે અને તેમાં કોઈ સુધારાનાં લક્ષણો જણાતાં નથી જેનાં પગલે સમગ્ર ઉઘોગ દુખી છે જેનું કોઈ તત્કાળ સમધાન જણાતું નથી.
અગ્રણી વિવર અને જાણીતા ટેક્સટાઈલ આગેવાન નવીનભાઈ બોમ્બેવાલા અનુસાર નોટબંધી અને જીએસટી લાગુ થયા પછી હાલમાં સમગ્ર કાપડ ઉઘોગમાં પરિવર્તન અને બદલાવનો સમયગાળો છે જેમાં એકાઉન્ટીંગથી લઈને વર્કીંગ કેપીટલની તકલીફો છે પરંતુ એકંદરે સમગ્ર કાપડ વિવિંગ ઉઘોગ છેલ્લાં એક વર્ષથી ધણી સારી સ્થિતિમાં છે સારી કમાણી કરી રહયો છે. પરંતુ એકસમયે વિવિંગમાં સારી કમાણી કરીને જેમણે જમીનોમાં પૈસા રોક્યા હતાં તેમાંના આજે તકલીફમાં છે જેમની પાસે ધંધામાં જરૂરી વર્કિંગ કેપીટલ ઓછી છે તેમને પણ ધંધામાં મુશ્કેલીઓ છે પરંતુ તેનાં માટે સરકાર નહીં પરંતુ પોતાની વેપારી ચાલ અવળી પડી છે તે જવાબદાર છે. વૈશ્વિક અર્થકારણની અસરો જરૂર છે પરંતુ વિવર્સ કમાણી કરેજ છે. અને આવનારા દિવસો ધણાં સારા આવશે અને જીએસટી વ્યવસ્થાનાં ફળ સૌને મળશે.