//રીલાયંસે બુકિંગ બંધ કર્યુઃ ક્રુડનાં પગલે સ્પિનર્સે યાર્નમાં રૂ.૧થી ૨નો ભાવ વધારો ઝીક્યો, ખાનગીમાં જુના ભાવે સોદા ચાલુ

રીલાયંસે બુકિંગ બંધ કર્યુઃ ક્રુડનાં પગલે સ્પિનર્સે યાર્નમાં રૂ.૧થી ૨નો ભાવ વધારો ઝીક્યો, ખાનગીમાં જુના ભાવે સોદા ચાલુ

Share

 1,807 total views,  2 views today

ખુલતાં બજારમાં રીલાયંસ એફડીવાયમાં બુકિંગ બંધ કર્યું જે નવા ભાવ વધારાનો સંકેત આપે છે. ઈંડોરામાએ પીઓવાય બધાંજ લસ્ટરમાં રૂા.૧નો વધારો કર્યો ગાર્ડન મીલ્સ પીટીવાય માં દરેક ડેનિયર તેમજ લસ્ટરમાં રૂ. ૧નો વધારો, શુભલક્ષ્મી પોલીયેસ્ટરમાં પીટીવાય માં દરેક ડેનિયર તેમજ લસ્ટરમાં રૂ.૨નો વધારો, ફીલાટેક્ષમાં પીટીવાય માં દરેક ડેનિયર તેમજ લસ્ટરમાં રૂ.૨નો વધારો, ભિલોસમાં પીટીવાય માં દરેક ડેનિયર તેમજ લસ્ટરમાં રૂા.૨ તેમજ એફડીવાયમાં રૂ. ૧ નો વધારો,સીઆઈએલ- નોવા સેમિડલ બ્રાઈટ લસ્ટર એફડીવાયમાં રૂ.૨નો વધારો જાહેર કરવામાં આવ્યો છે. જોકે નાયલોન યાર્નમાં ઓછી ડિમાન્ડ અને વિવર્સને વિપરીત પરિસ્થિતિઓનાં પગલે સ્પિનર્સ દ્વારા કિલોએ રૂ.૭ જેવાં ક્વોન્ટીટી ડિસ્કાઉન્ટની જાહેરાત ગયા સપ્તાહે કરી હતી. આમ એકંદરે લાંબા સમયથી બેકફૂટ ઉપર ચાલતી યાર્ન સ્પિનર્સ કંપનીઓ આળસ મરડીને બેઠી થયાંનાં અહેવાલો

(પ્રતિનિધી દ્વારા) સુરત,
ધણાં સમયથી સિન્થેટીક યાર્નનાં ભાવોને ઉપર લઈ જવા મથતાં સ્પિનર્સને આખરે મોકો મળ્યો છે. ઈરાન તેમજ અમેરિકા વચ્ચે અચાનક તણાવ અને મિસાઈલો ફેંકવાની સ્થિતિમાં ખાડી દેશમાં યુધ્ધનો માહોલ સર્જાતા આંતરરાષ્ટ્રીય બજારમાં બેન્ટ ક્રુડ ઓઈલનાં ભાવોમાં ભડકાની શરૂઆત થઈ ૬ઠ્ઠી જાન્યુઆરીનાં ક્રુડ બેરલનો ભાવ ૭૦.૫૩ અમરિકી ડોલર થતાં સુરતનાં યાર્નબજારમાં ભાવો ઉછળાની શરૂઆત થઈ છે અને વિવિધ સ્પિનર્સ કંપનીઓએ ભાવો વધારવા માંડયાં છે.
તા.૬ઠ્ઠી જાન્યુઆરીનાં ખુલતાં બજારમાં રીલાયંસ એફડીવાયમાં બુકિંગ બંધ કર્યું જે નવા ભાવ વધારાનો સંકેત આપે છે. ઈંડોરામાએ પીઓવાય બધાંજ લસ્ટરમાં રૂા.૧નો વધારો કર્યો ગાર્ડન મીલ્સ પીટીવાય માં દરેક ડેનિયર તેમજ લસ્ટરમાં રૂા. ૧નો વધારો, શુભલક્ષ્મી પોલીયેસ્ટરમાં પીટીવાય માં દરેક ડેનિયર તેમજ લસ્ટરમાં રૂા.૨નો વધારો, ફીલાટેક્ષમાં પીટીવાય માં દરેક ડેનિયર તેમજ લસ્ટરમાં રૂા.૨નો વધારો, ભિલોસમાં પીટીવાય માં દરેક ડેનિયર તેમજ લસ્ટરમાં રૂા.૨ તેમજ એફડીવાયમાં રૂા. ૧ નો વધારો,સીઆઈએલ- નોવા સેમિડલ બ્રાઈટ લસ્ટર એફડીવાયમાં રૂા.૨નો વધારો જાહેર કરવામાં આવ્યો છે. જોકે નાયલોન યાર્નમાં ઓછી ડિમાન્ડ અને વિવર્સને વિપરીત પરિસ્થિતિઓનાં પગલે સ્પિનર્સ દ્વારા કિલોએ રૂા.૭ જેવાં ક્વોન્ટીટી ડિસ્કાઉન્ટની જાહેરાત ગયા સપ્તાહે કરી હતી. આમ એકંદરે લાંબા સમયથી બેકફૂટ ઉપર ચાલતી યાર્ન સ્પિનર્સ કંપનીઓ આળસ મરડીને બેઠી થયાંનાં અહેવાલો મળી રહયાં છે. જોકે આ ઈરાન – અમેરિકા વચ્ચેનું આ ધોષિત યુધ્ધ નથી પરંતુ અમેરિકાનાં તેજ આક્રમણ અને કડક પગલાંથી ઈરાનમાં ખળભળાટ છે અને જો આ યુધ્ધની સ્થિતિ વકરે તો તેની સૌથી મોટી અસર ભારતને થાય તેમ છે. તેનાંથી ભારતીય અર્થવ્યવસ્થાને મોટો ધક્કો લાગી શકે છે.
જોકે હાલમાં સુરતનાં કાપડ ઉઘોગમાં પરંપરાગત પાવરલૂમ્સ ઉપર ચાલતી સાદી સસ્તી કોમોડીટીમાં મારકેટ ધણું સારૂ રેહવાથી યાર્નની એવરેજ માંગનું વાતાવરણ સારૂ ચાલી રહયું છે. સુરતાં યાર્ન બજારમાંથી મળતાં અહેવાલો અનુસાર જાન્યુઆરી ૨૦૨૦નાં પ્રથમ સપ્તાહથી માર્કેટમાં ધીમી ચાલે ડિમાંડમાં સુધારો થઈ રહયો છે અને આગળ પણ બજાર જરૂર ચાલશે એમ જાણકારોનું કહેવું છે. પરંતુ કોઈ મોટી તેજીની કોઈ સંભાવના નથી. પરંતુ જો ઈરાન અમેરિકા વચ્ચે રીતસરનું મોટું યુધ્ધ છેડાશે તો તેની ભારતની અંદર મોટી અસરો જોવા મળશે અને ઈકોનોમીને પણ ખરાબ અસરો પડી શકે છે. આ સંજોગોમાં ક્રુડનાં ભાવો બજારને ડહોળી શકે છે.
ઈરાનમાં સ્થિતિ બગડે તેને ધ્યાનમાં રાખી હાલમાં સિન્થેટીક યાર્નની વિવર્સ તરફથી ખરીદી નિકળી શકે છે. કેમકે, હાલમાં વિવર્સ બહુ મોટો સ્ટોક રાખતાં નથી પરંતુ વધતાં ક્રુડનાં ભાવોને લીધે વિવર્સ દ્વારા યાર્નનો વધુ સ્ટોક રાખવાની નીતિ અપનાવે તે નકારી ન શકાય. જોકે હાલમાં યાર્ન દલાલો દ્વારા પણ વિવર્સ અને યાર્ન કંપનીઓને ખોટી જીદ ના પકડી રાખી વિવર્સની જુના ભાવો યાર્ન ખરીદવાની ઓફર હોય તો ડીલ કરવાની સલાહ અપાય છે. આનાં પગલે સ્પિનર્સ કંપનીઓનો યાર્નનો સ્ટોક હળવો થવાની પુરી સંભાવના છે.
બીજી તરફ સ્પિનર્સ કંપનીઓ પાસે પણ પોલીયેસ્ટર યાર્ન, એફડીવાય તેમજ એરટેક્સ યાર્નની ધણી જાતોમાં સારો એવો સ્ટોક પડેલો છે. તે કદાચ આ વધતાં જતાં ભાવોની સ્થિતિમાં હળવો થવાની પુરી શક્યતા છે. પરંતુ હાલમાં સુરતની અંદર પેમેન્ટની સ્થિતિ યથાવત છે અને ખાસ કોઈ સુધાર નથી જે સૌને પીડા આપતો મુદ્દો છે.