//ધી ટેક્સટાઈલ એસોસીએશન(ઈન્ડીયા) સા.ગુ. ચેપ્ટર ‘TAI for Business Growth’ સેમીનાર યોજશે

ધી ટેક્સટાઈલ એસોસીએશન(ઈન્ડીયા) સા.ગુ. ચેપ્ટર ‘TAI for Business Growth’ સેમીનાર યોજશે

Share

 4,329 total views,  2 views today

૧૧ જાન્યુઆરી ૨૦૨૦નાં રોજ શનિવારે ‘TAI for Business Growth’ વિષય પર અર્ધદિવસીય સેમીનારમાં ધી ટેક્સટાઈલ એસોસીએશન (ઈન્ડીયા) સાઉથ ગુજરાત ચેપ્ટર જેવાં મજબુત અને મહત્વનાં પ્લેટફોર્મ પર રહીને પોતપોતાનાં ધંધાનો વિકાસ શી રીતે કરી શકાય તેની મહત્વની જાણકારી આપવા સાથે નિષ્ણાંતો દ્વારા પોતાનાં અનુભવો અને વિચારોનું આદાનપ્રદાન કરવામાં આવશે

(પ્રતિનિધિ દ્વારા) સુરત,
ધી ટેક્સટાઈલ એસોસીએશન (ઈન્ડીયા) સાઉથ ગુજરાત ચેપ્ટર દ્વારા આગામી ૧૧ જાન્યુઆરી ૨૦૨૦નાં રોજ શનિવારે‘TAI for Business Growth’ વિષય પર અર્ધદિવસીય સેમીનારનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ધી ટેક્સટાઈલ એસોસીએશન (ઈન્ડીયા) સાઉથ ગુજરાત ચેપ્ટર જેવાં મજબુત અને મહત્વનાં પ્લેટફોર્મ પર રહીને પોતપોતાનાં ધંધાનો વિકાસ શી રીતે કરી શકાય તેની મહત્વની જાણકારી આપવા સાથે નિષ્ણાંતો દ્વારા પોતાનાં અનુભવો અને વિચારોનું આદાનપ્રદાન કરવામાં આવશે.
‘TAI for Business Growth’ વિષય પર અર્ધદિવસીય સેમીનાર વિષેની માહિતી આપતાં ધી ટેક્સટાઈલ એસોસીએશન (ઈન્ડીયા) સાઉથ ગુજરાત ચેપ્ટરનાં પ્રેસીડેન્ટ મિનેશભાઈ અધ્વર્યુ અને માનદ્‍ મંત્રી હેમલ સક્કાઈએ જણાવ્યું હતું કે તેમનું સંગઠન આખા દેશમાં પથરાયેલું છે અને તેની દેશભરમાં અનેક શાખાઓ છે જેનાં બધાં સભ્યો ટેક્સટાઈલ ઉઘોગ સાથે વર્ષોથી જોડાયેલાં છે અને ધણાં સભ્યો નામાંકીત ટેક્સટાઈલ ટેક્નોલોજીસ્ટ અને ઉઘોગનું બુધ્ધિધન છે. તેમનાં અનુભવ અને જ્ઞાનનો લાભ સ્થાનિક સંગઠનના મોટી સંખ્યાનાં કાપડ ઉઘોગ સાથે સંકળાયેલાં સભ્યોને મળે તે આશયથી આ સેમિનારનું મહત્વાકાંક્ષી આયોજન કરવામાં આવ્યું છે.
આ સેમીનાર તા. ૧૧ જાન્યુઆરીનાં રોજ સવારે ૧૦.૩૦ કલાકથી ૦૧.૩૦ કલાક દરમ્યાન રાજ દરબાર હોલ, હોટલ લોર્ડઝ પ્લાઝા, રીંગરોડ, સુરત ખાતે યોજાશે. આ સેમીનારમાં સ્પીકર તરીકે મુંબઈનાં જાણીતા ટેક્સટાઈલ કન્સલટન્ટ અને ઈન્વેસ્ટમેન્ટ એડવાઈઝર હરેશભાઈ બી. પારેખ કે જેઓ ધી ટેક્સટાઈલ એસોસીએશન (ઈન્ડીયા) મુંબઈ સેન્ટર ઓફીસનાં માનદ્‍ જનરલ સેક્રેટરી પણ છે તેઓ તેમજ કમલ શાહ કે જેઓ અમદાવાદનાં નવા પ્રોજેક્ટ કન્સલટન્ટસ છે તેઓ પણ ઉપસ્થિત રહેનાર છે. આ અંગેની જાણકારી માટે taisgusurat@gmail.com પર સંપર્ક કરીને મેળવી શકાશે.