//ટેક્સ. કમિશ્નરે ‘ટફ’ની પેડિંગ અરજી મુદ્દે ફીઆસ્વીની માંગણીઓ સ્વિકારીઃ આશિષ ગુજરાતી- મયુર ગોળવાળાની મહેનત ફળી

ટેક્સ. કમિશ્નરે ‘ટફ’ની પેડિંગ અરજી મુદ્દે ફીઆસ્વીની માંગણીઓ સ્વિકારીઃ આશિષ ગુજરાતી- મયુર ગોળવાળાની મહેનત ફળી

Share

 2,681 total views,  2 views today

ભારત સરકારનાં ટેક્સટાઈલ કમિશ્નર મલય ચક્રવર્તી દ્વારા ફીઆસ્વીનાં પ્રતિનિધી મંડળને ખાસ સ્પેશ્યલ એજન્ડાનાં ભાગરૂપે ચર્ચા કરવા મુંબઈ ખાતે બોલાવવામાં આવ્યું હતું જેમાં ફીઆસ્વી વતી સુરતનાં બે પ્રતિનિધીઓ મયુરભાઈ ગોળવાળા તેમજ આશિષભાઈ ગુજરાતી બંન્ને મુંબઈ ખાતે રૂબરૂ જઈને મળ્યાં હતાં. આવા અનેક મુદ્દે દેશભરમાંથી ધણાં ટેક્સટાઈલ એસોસીએશનોનાં પ્રતિનિધીઓ પણ હાજર રહયાં હતાં જેમાં એપેરલ કાઉન્સીલ તેમજ સીન્થેટીક એન્ડ રેયોન એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સીલનાં જનરલ સેક્રેટરી બાલા રાજુ પણ હાજર રહયાં હતાં.

(પ્રતિનિધી દ્વારા) સુરત, ફેડરેશન ઓફ આર્ટ સીલ્ક વિવિંગ ઈન્ડસ્ટ્રીઝ (ફીઆસ્વી)નાં પ્રમુખ ભરતભાઈ ગાંધી દ્વારા કેન્દ્ર સરકારમાં નાણાં મંત્રી તેમજ ટેક્સટાઈલ મંત્રી તેમજ ટેક્સ. સેક્રેટરી રવિકપુર સમક્ષ “ટફ’, એમએમએસ તેમજ આરઆરટફની પેન્ડીંગ સબસીડીનાં મૂળ અરજી ફોર્મ કે જેમાં નાનકડી ક્ષતિ હોય તો સબસીડીની ખાસ્સી મોટી રકમો અટકાવી દેવાઈ હતી તેનો ઝડપી નિકાલ લાવી આ રકમને તત્કાળ છૂટી કરવાનાં મુદ્દે ગયા મહિને ભારપૂર્વક રજૂઆતો કરવામાં આવી હતી. આ બાબતની ઝડપી નોંધ લઈને એકજ મહિનાની અંદર ભારત સરકારનાં ટેક્સટાઈલ કમિશ્નર મલય ચક્રવર્તી દ્વારા ફીઆસ્વીનાં પ્રતિનિધી મંડળને ખાસ સ્પેશ્યલ એજન્ડાનાં ભાગરૂપે ચર્ચા કરવા આજરોજ મુંબઈ ખાતે બોલાવવામાં આવ્યું હતું જેમાં ફીઆસ્વી વતી સુરતનાં બે પ્રતિનિધીઓ મયુરભાઈ ગોળવાળા તેમજ આશિષભાઈ ગુજરાતી બંન્ને મુંબઈ ખાતે રૂબરૂ જઈને મળ્યાં હતાં. આવા અનેક મુદ્દે દેશભરમાંથી ધણાં ટેક્સટાઈલ એસોસીએશનોનાં પ્રતિનિધીઓ પણ હાજર રહયાં હતાં જેમાં એપેરલ કાઉન્સીલ તેમજ સીન્થેટીક એન્ડ રેયોન એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સીલનાં જનરલ સેક્રેટરી બાલા રાજુ પણ હાજર રહયાં હતાં.
ટેક્સટાઈલ કમિશ્નર મલય ચક્રવર્તી સાથેની દેશનાં ટેક્સટાઈલ એસોસીએશનોની મિટીંગની અંદર અઢીસોથી વધુ મુદ્દાઓ ઉપર ચર્ચા વિચારણા થઈ હતી જેમાં સુરતનાં કાપડ ઉઘોગને લગતાં લગભગ ૧૨ જેટલાં મુદ્દાઓનો સમાવેશ થતો હતો. જેમાંથી MTUF, RTUF, RRTUF, ATUF & MMS ની વર્ષ ૨૦૧૯- ૨૦૨૦ પેન્ડિીંગ રૂા. ૧૬૭.૯૫ કરોડની ચૂકવણીનાં ક્લેઈમમાંથી તત્કાળ રૂા. ૧૪૨.૧૬ કરોડની સબસીડીની રકમ છૂટી કરવાનું જાહેર કરવામાં આવ્યું હતું જે સુરતનાં કાપડ ઉઘોગ માટે મોટી સિધ્ધિ સમાન હતું જેનું સંપૂર્ણ શ્રેય ફીઆસ્વીનાં પ્રયાસોને ફાળે જાય છે. ફીઆસ્વીનાં પ્રતિનિધિ આશિષભાઈ ગુજરાતી અને મયુરભાઈ ગોળવાળાનાં જણાવ્યાનુસાર સુરતનાં કાપડ ઉઘોગને સ્પર્શતા અન્ય ચાર મુદ્દે પણ ઉઘોગની તરફેણ નિર્ણયો કરવામાં આવ્યાં હતાં જેમાં (૧) ભારતની અંદર બનેલાં સ્વદેશી બનાવટનાં રેપીયર મશીનનાં સપ્લાયર્સ તેમની મશીનરી સાથે જો વિદેશથી આયાત કરવામાં આવેલાં ઈલેક્ટ્રોનીક જેકાર્ડ બેસાડીને સપ્લાય કરે તો તેનો પણ સ્કીમમાં સમાવેશ કરવામાં આવશે. આ માટેની શરત એ છે કે સપ્લાયર્સનાં ઈનવોઈસમાં રેપીયર મશીનની સાથે આયાતી ઈલેક્ટ્રોનીક જેકાર્ડ કે ડોબી લગાડાવમાં આવી છે તેનાં સમાવેશનો સ્પષ્ટ ઉલ્લેખ હોવો જોઈએ. આ ઉપરાંત જે તે રેપીયર મશીન સપ્લાયર “એ-ટફ’ હેઠળ નોંધાયેલા હોવા જોઈએ. (૨) ફીઆસ્વી દ્વારા રજૂઆત કરવામાં આવેલ કે “એ-ટફ’ સ્કીમ હેઠળ આયાતી એરજેટ લૂમ્સની સાથે વપરાતા એર-કોમ્પ્રેશરમાંથી સ્થાનિક હવામાનનાં કારણોને સ્વિકારીને “ઈન-બીલ્ટ ડ્રાયર સિવાયની’ આયાતને મંજૂરી આપવી અને તેને ખરીદનારાને એ-ટફ સ્કીમ હેઠળ સબસીડીનો લાભ આપવાની માંગને સ્વિકારી છે. આમ હવે આયાતી એરજેટ મશીનનાં ખરીદનારા “ઈન-બીલ્ટ ડ્રાયર સિવાયનાં એર-કોમ્પ્રેશરની ખરીદી ઉપર “એ-ટફ’ સ્કીમની સબસીડી મેળવવાને પાત્ર રહેશે. (૩) સ્પ્લીટ વોર્પિંગ મશનનો એ-ટફ યોજનાંમાં સ્વિકાર. નિટીંગ માટેના હાઈસ્પીડ કોમ્પ્યુટરાઈઝડ વોર્પિંગ મશીન કે જેની ઓછામાં ઓછી ક્લોઝડ ક્રીલ જેમાં સામાન્ય ક્ષમતા ૨૦૦ હોય તેમજ સ્પ્લીટ વોર્પિંગ સાથેનાં મશીન જેની મીનીમમ સ્પીડ ૧૦૦ મીટર પ્રતિ મીનીટ અને અન્ય ૬૦ સ્પીડ સ્પ્લીટ વોર્પિંગ મશીન મીનીમમ સ્પીડ ૫૦૦ મીટર્સ પ્રતિ મીનીટનાં કિસ્સામા એ-ટફ યોજનામાં સમાવેશ કરીને તેને સબસીડીનો લાભ આપવાનું નક્કી થયું હતું. (૪) પહેલાં કોમ્પ્યુટરાઈઝડ એમ્બ્રોયડરી મશીન કે શીફલી એમ્બ્રોયડરી મશીનોને ટફ સ્કીમનો લાભ ત્યારેજ મળતો જ્યારે તે ગારમેન્ટ એકમનાં ભાગરૂપે આયાત કરવામાં આવેલાં હોય તેનાં સ્થાને હવે તેમાં કોમ્પ્યુટરાઈઝડ એમ્બ્રોયડરી મશીન અને શીફલી એમ્બ્રોયડરી મશીનોને “અલગ પાડી’ દેવાયા છે અને તેને સ્વતંત્ર રીતે ગારમેન્ટ એકમ સિવાય અલગથી પણ આયાત કરીને તેની ટફ સબસીડી લઈ શકાશે.
મુંબઈ ખાતે ટેક્સટાઈલ કમિશ્નર મલય ચક્રવતીની ઉઘોગનાં સંગઠનોની સાથેની ચર્ચામાં જોઈન્ટ ટેક્સટાઈલ કમિશ્નર વિજય ચૌહાણ તેમજ એડીશનલ ટેક્સટાઈલ કમિશ્નર એસ.પી.વર્મા પણ હાજર રહયાં હતાં.