//આગામી બજેટ અને નવી ટેક્સટાઈલ પોલિસીથી ઉદ્યોગને મોટી આશાઃ આશિષ ગુજરાતી

આગામી બજેટ અને નવી ટેક્સટાઈલ પોલિસીથી ઉદ્યોગને મોટી આશાઃ આશિષ ગુજરાતી

Share

 3,123 total views,  2 views today

સુરત ક્લસ્ટરનાં એવરેજ લૂમ્સ ખાતાઓમાં હાલમાં મીનીમમ ૨૪ લૂમ્સ હોય છે આથી જૂની માત્ર ૮ પાવરલૂમ્સની સંખ્યાની ટોચ મર્યાદા દૂર કરવાની વાત છે. તે ઉપરાંત ઉઘોગ આધાર નંબર ધરાવતાં અને એમએસએમઈ હેઠળ નોંધાયેલા બધાં એકમોને પાત્ર ગણવા માટે ભારપૂર્વક રજૂઆત કરાઈ છે. સુરતનાં જિલ્લા ઉઘોગ કેન્દ્રમાં લગભગ ૨૫,૦૦૦ વિવિંગ એકમો નોંધાયેલા છે.

(પ્રતિનિધિ દ્વારા) સુરત,
સુરતનાં તેજસ્વી યુવા ટેક્સટાઈલ ઉઘોગપતિ તેમજ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સની વિવિધ ટેક્સટાઈલ કમિટીઓનાં સભ્ય, પાંડેસરા વિવર્સ એસો. તેમજ પાંડેસરા યાર્ન બેંકનાં ચેરમેન એવાં આશિષભાઈ ગુજરાતી એક શાંત, સૌમ્ય, અભ્યાસુ અને મિતભાષી વ્યકિત અને સ્પષ્ટવક્તા એવાં વિવર્સ અગ્રણી છે. સ્વયં કાપડનાં વિવિંગની પヘાદભૂમિમાંથી આવતાં હોવાથી સુરતનાં કાપડ વિવિંગ ઉઘોગની પાયાની સમસ્યાઓને ખૂબજ સારી રીતે સમજે છે, તેમજ ઉઘોગનાં ભવિષ્યનું તેમનું વિઝન ખૂબજ આગવું અને અનોખું કહી શકાય તેવું છે, આ વાત સર્વવિદીત છે. સ્વયં એક પ્રગતિશીલ વિવર હોવાનાં નાતે સુરતનાં કાપડ ઉઘોગનાં પ્રાણપ્રશ્નોને વાચા આપવામાં તેઓ સદા અગ્રેસર હોય છે અને ગુજરાત સરકાર હોય કે કેન્દ્ર સરકારમાં કરાવમાં આવતી ઉઘોગની રજૂઆતોમાં તેમનો દ્રષ્ટિકોણ મહત્વની ભૂમિકા ભજવતો હોય છે. આશિષભાઈ ગુજરાતી આવા અનેક પ્રતિનિધિ મંડળોનો મહત્વનો હિસ્સો બનીને વર્ષોથી વિવિધ સ્તરે સફળતાપૂર્વક રજૂઆતો કરીને સ્થાનિક કાપડ ઉઘોગનાં વિકાસ અને વિસ્તારમાં સિંહફાળો આપતાં રહયાં છે.
સુરતનાં કાપડની મુશ્કેલીઓ જેવીકે જીએસટી, વિવિધ સરકારી સ્કીમો, રાજ્યને લગતાં ઉઘોગનાં પ્રશ્નો, ટેક્સટાઈલ કમિશ્નર તેમજ કેન્દ્રિય કપડા મંત્રાલય કે કપડા મંત્રી સમક્ષ કરવામાં આવતી રજૂઆતોનાં મુદ્દે તેમણે ભરપૂર પ્રયાસો કર્યાં છે જેની સુરતનાં કાપડ ઉઘોગે અવારનાવર નોંધ લીધી છે અને આભારની લાગણી પણ અનેક મંચો ઉપરથી થઈ ચૂકી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે દેશમાં “ટેક્સટાઈલ પોલીસી’નાં વિક્લ્પે તૈયાર કરવામાં આવેલી વિવિધ સરકારી સ્કીમોમાં મેનમેડ ફાઈબર, કૉટન, બ્લેન્ડેડ વિવિંગ તેમજ નીટિંગ ઉઘોગને લગતી “પાવરેટેક્સ સ્કીમ’ ખૂબજ મહત્વની ગણાય છે જેની રચના મોદીજીની એનડીએની સરકાર દ્વારા વર્ષ ૨૦૧૨માં કરવામાં આવી હતી. પરંતુ ત્યારપછીથી ધણો સમય વિતી જવા સાથે દેશનાં કાપડ વિવિંગ સહીત નીટિંગ ઉઘોગમાં ધણાં સમીકરણો બદલાઈ ગયાં હતાં અને આ પાવરટેક્સ સ્કીમમાં નવા સુધારા અને નવી જોગવાઈઓની જરૂર ઉભી થઈ હતી. જેને ધ્યાનમાં રાખીને ખાસ કરીને સુરતનાં કાપડ વિવિંગ ઉઘોગ તેમજ નીટિંગ ઉઘોગની મુશ્કેલીઓ મદદરૂપ થાય અને તેનાં વિકાસનો માર્ગ મોકળો બને તે માટે આશિષભાઈ ગુજરાતી સાથે ફીઆસ્વીનાં ચેરમેન ભરતભાઈ ગાંધી, સાઉથ ગુજરાત નીટિર્સ એસોસીએશનનાં બિ્રજેશભાઈ ગોંડલીયા તેમજ ચેમ્બરનાં અન્ય અગ્રણી દિલ્હી ખાતે કપડા મંત્રી અને ટેક્સટાઈલ મિનીસ્ટ્રીમાં અસરકારક રજૂઆતો કરીને પોતાનાં મહત્વનાં સૂચનો આપ્યો હતાં અને હાલમાં જેની પૂર જોશમાં તૈયારીઓ થઈ રહી છે તેવી “નવી ટેક્સટાઈલ પોલીસી’માં તેનો સમાવેશ કરવા માટે જરૂરી મુદ્દાઓનો સમાવેશ થાયે તે માટે ભારે પ્રયાસો કરવામાં આવ્યાં હતાં.
નવી ટેક્સટાઈલ પોલીસીમાં સમાવેશ કરવા લાયક મુદ્દાઓમાં સુરત ક્લસ્ટરનાં એવરેજ લૂમ્સ ખાતાઓમાં હાલમાં મીનીમમ ૨૪ લૂમ્સ હોય છે આથી જૂની માત્ર ૮ પાવરલૂમ્સની સંખ્યાની ટોચ મર્યાદા દૂર કરવાની વાત છે. તે ઉપરાંત ઉઘોગ આધાર નંબર ધરાવતાં અને એમએસએમઈ હેઠળ નોંધાયેલા બધાં એકમોને પાત્ર ગણવા માટે ભારપૂર્વક રજૂઆત કરાઈ છે. આજે સુરતનાં જિલ્લા ઉઘોગ કેન્દ્રમાં લગભગ ૨૫,૦૦૦ વિવિંગ એકમો નોંધાયેલા છે.
ગૃપ વર્કશેડ સ્કીમ (જીડબલ્યુએસ) જૂની ૨૦૧૨ની સ્કીમમાં જે ૪ જણાનું સ્વતંત્ર વિવર્સ ગૃપ કે એન્ટરપિ્રન્યોર્સ જે અલગ અસ્તિત્વ ધરાવતું હોય તેઓ મળીને ૨૪ શટલસેલ લૂમ્સ ૨૩૦ સેમી.નાં અથવા તો ૧૬ નંગ શટલસેલ લૂમ્સ ૨૩૦ સેમી. અને વધુનાં મશીન ઈન્સ્ટોલ કરવાની મંજૂરી હતી જેમા વર્તમાન બદલાયેલી સ્થિતિને અનુરૂપ સુધારા કરવાની રજૂઆત કરાઈ હતી. આ સ્કીમમાં થયેલી અરજીઓ માટે પહેલાં દર મહિને સક્ષમ અધિકારીઓની મિટીંગ મળતી અને નિકાલ કરવામાં આવતો હવે તો ૧૮ મહિનાથી મિટીંગ મળતી નથી આથી ધણાં વિવર્સ બાંધકામ ન અટકે તે માટે સ્કીમનો લાભ લીધો વિના આગળ વધવા મજબૂર બને છે. આ સંદર્ભે સરકાર નવી પોલીસીમાં વ્યવહારૂ રસ્તો કાઢે તેવું સૂચન કરવામાં આવ્યું છે.
આ ઉપરાંત યાર્ન બેંકની ગેરંટી બાબતે પણ રજૂઆતો કરવામાં આવી હતી. રૂા. ૨૫ લાભની બેંક ગેરંટી સામે જરૂરી સ્ટેમ્પ ડયૂટીનો ખર્ચજ રૂા.૮૫,૦૦૦ જેવો જંગી આવે છે તેનો ઉકેલ લાવવા રજૂઆતો કરાઈ છે. યાર્ન બેંકનું ફંડ રૂા. ૨ કરોડથી વધારીને રૂા. ૫ કરોડની રજૂઆત થઈ છે.
આ ઉપરાંત ભારત સરકાર અને ખાસ કરીને પ્રધાનમંત્રીજી જે સૂર્ય ઉર્જા શક્તિનો બહોળો ઉપયોગ કરવા અનેક પ્રયોસો કરી રહયાં છે તો પછી વર્તમાન માત્ર ૮ પાવરલૂમ્સની ટોચ મર્યાદા દૂર કરીને ભારતમાં અને ખાસ કરીને સૂરતમાં વધતો આધુનિકીકરણનો ઝોક પારખીને તેમા વિવિધ શટલલેસ લૂમ્સ જેવી કે રેપીયર, વોટર જેટ અને એરજેટ લૂમ્સનાં એકમોને પણ સોલાર પાવર સિસ્ટમની યોજનાનો લાભ મળે તે માટે ભારપૂર્વક રજૂઆતો કરવામાં આવી છે.
વિવર્સ અગ્રણી આશિષભાઈ ગુજરાતીએ વધુમાં જણાવ્યું હતું કે ભારત સરકારની તૈયાર થઈ રહેલી નવી ટેક્સટાઈલ પોલીસીમાં અનેક અન્ય મુદ્દાઓની રજૂઆત થઈ છે અને તેનો સમાવેશ નવી પોલીસીમાં થાય તેવા ખૂબજ ઉજળા સંજોગો છે. આ જોતાં સુરત અને દેશનાં કાપડ ઉઘોગનું ભાવિ ઉજ્જવળ દેખાય છે.