//નવી ટેક્સટાઈલ મશીનરી ખરીદતા પહેલાં વિચારજો..બજેટ તેમજ નવી ટેક્સટાઈલ પોલિસી આવે છે

નવી ટેક્સટાઈલ મશીનરી ખરીદતા પહેલાં વિચારજો..બજેટ તેમજ નવી ટેક્સટાઈલ પોલિસી આવે છે

Share

 9,090 total views,  2 views today

ફેબ્રુઆરી ૨૦૨૦ બજેટ અને નવી ટેક્સટાઈલ પોલિસીની જાહેરાત ના થાય અને ઉંડી જાણકારી ના મળે ત્યાં સુધી નવી ટેક્સટાઈલ મશીનરીની ખરીદી અને નવા મૂડી રોકાણ ઉપર બ્રેક મારવી હિતાવહ

(પ્રતિનિધિ દ્વારા) સુરત,
તાજેતરમાં ભારત સરકારનાં ટેક્સટાઈલ મંત્રી સ્મૃતિ ઈરાની દ્વારા દેશની “નવી ટેક્સટાઈલ પોલિસી’ તૈયાર થઈ રહી હોવાની જાહેરાત કરવા સાથે દેશભરનાં કાપડ ઉઘોગનાં વિવિધ સંગઠનો પાસેથી સૂચનો મંગાવ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીનાં વડપણ હેઠળની એનડીએ સરકાર ૨૦૧૪માં આવી હતી પરંતુ કોઈ નવી ટેક્સટાઈલ પોલિસીની રચના કરવામાં આવી નહતી. પરંતુ, એનડીએ મોદી સરકાર પાર્ટ -૨ હવે ટૂંક સમયમાં તેની ધોષણા કરવાની દિશામાં જઈ રહી છે. હવે જ્યારે ફેબ્રુઆરી ૨૦૨૦માં કેન્દ્રિય બજેટ પણ રજૂ થઈ રહયું છે તેની આસપાસનાં સમયગાળામાં આ નવી ટેક્સટાઈલ પોલિસીની જાહેરાત થાય તેનાં ધણાં સૂચિતાર્થો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૧૬નાં અંતેમાં થયેલી નોટબંધી અને ત્યારપછીથી વર્ષ ૨૦૧૭ જુલાઈમાં ઉતાવળે લાગુ થયેલાં જીએસટીનાં કાયદાનાં પગલે દેશભરમાં અન્ય ઉઘોગ ધંધાઓની સાથે ટેક્સટાઈલ ઉઘોગ પણ ખૂબજ ખરાબ રીતે પ્રભાવિત થયો છે અને આજદીન સુધી મંદીની ઝપેટમાં સબડી રહયો છે. અહીં નવું મૂડીરોકાણ તેમદ રોજિંદા ધંધાનાં કામકાજને ભારે ક્ષતિ પહોંચી છે. આ અંગે પ્રધાનમંત્રી મોદીજી, ટેક્સટાઈલ મંત્રી સ્મૃતિ ઈરાની તેમજ નાણાં મંત્રી નિર્મલા સીતારમણ સહીત વિવિધ સ્તરે લગાતાર રજૂઆતો કરવામાં આવેલી છે. પરંતુ હવે જ્યારે કેન્દ્રિય બજેટ ફેબ્રુઆરી ૨૦૨૦માં આવી રહયું છે અને તેની આસપાસ કોઈપણ સમયે “નવી ટેક્સટાઈલ પોલિસી’ની પણ જાહેરાત કરવામાં આવી રહી છે ત્યારે નિヘતિરૂપે ભારતીય કાપડ ઉઘોગને માટે ધણી સહાયકારી સ્કીમોની તેમજ રાહત પેકેજની ધોષણા પણ કરવામાં આવે તેવી અટકળો કાપડ ઉઘોગ દ્વારા કરવામાં આવી રહી છે. હાલમાંજ નાણાંમંત્રી નિર્મલાજી એ દેશનાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રમાં ૧૦૦ લાખ કરોડ રૂપિયાનાં મૂડીરોકાણની વાદ કરી ત્યારથી અનેક ઉઘોગોને પણ સરકાર તરફથી મદદની આશા બંધાઈ છે. આનો અર્થ એ થયો કે સરકારને મોડે મોડે પણ ભારતીય કાપડ ઉઘોગની ખરાબ સ્થિતિનો પુરેપુરો અહેસાસ થયો છે અને આગામી બજેટમાં ફાયદારૂપ અનેક જોગવાઈઓ આવી શકે તેવી પુરી સંભાવના છે. આ ઉપરાંત નવી ટેક્સટાઈલ પોલિસીમાં પણ દેશનાં કાપડ ઉઘોગનાં વિકાસ અને વિસ્તાર માટે જરૂરી અને નાની મોટી સ્ક્ીમોની અપેક્ષા રાખી શકાય.
આ સમાચારનાં પગલે સુરત સહીત દેશનાં અનેક નાનાં મોટા ટેક્સટાઈલ ઉઘોગપતિઓ કે જેઓ નજીકનાં ભવિષ્યમાં કાપડ ઉત્પાદન તેમજ વેલ્યુએડિશન કે પછી ડાઈંગ, પિ્રન્ટીંગ કે પ્રોસેસીંગને લગતી મશીનરીઓ ખરીદવાનું આયોજન કરી રહયાં હતાં તેમનાં દ્વારા આગળ વધવા ઉપર હાલમાં બ્રેક મારવાનાં સમાચાર મળી રહયાં છે. ધણાંનું કહેવું છે કે જ્યારે ભારત સરકારનું કેન્દ્રિય બજેટ અને તેની નજીક જો નવી ટેક્સટાઈલ પોલિસી આવવાની હોય તો જ્યાં સુધી તેની જાહેરાત અને વિસ્તૃત માહિતી જાહેર કરવામાં ના આવે ત્યાં સુધી ટેક્સટાઈલ મશીનરી ક્ષેત્રે નવું મૂડીરોકાણ કરવું આત્મહત્યા સમાન સાબિત થઈ શકે છે. કેમકે, જો તમે એપિ્રલ ૨૦૨૦ પહેલાં અને તે પણ બજેટ અને નવી ટેક્સટાઈલ પોલીસીની જાહેરાતને અવગણીને નવી ટેક્સટાઈલ મશીનરીમાં લાંબુ ટુંકું મૂડીરોકાણ કરીને બેસી જાવ અને તેમાંજ સરકાર તરફથી કોઈ અલગ એવી ફાયદારૂપ તે મુશ્કેલી ઉભી કરતી જોગવાઈ આવી જાય તો રોકાણ કરનાર કાપડ ઉઘોગપતિએ રાતાપાણીએ રોવાનો સમય આવી શકે છે. આજની તારીખમાં ગુજરાત સરકાર તરફથી વોટરજેટ મશીનો લગડાવા ઉપર જે રીતે અંકુશ મુકી દીધો છે અને તેનાં સખતાઈથી થતાં અમલને પગલે લોકો વૉટરજેટ લૂમ્સની માફકજ કાંઈક બીજી મશીનરીનાં વિશે નવી જોગવાઈ આવે તેનાંથી સાવચેત રહેવું ખૂબજ જરૂરી છે.
આમ સુરતનાં કાપડ ઉઘોગમાં જ્યાં સુધી ફેબ્રુઆરી ૨૦૨૦ અને નવી ટેક્સટાઈલ પોલિસીની જાહેરાત ના થાય અને તેની ઉંડી જાણકારી ના મળે ત્યાં સુધી નવી ટેક્સટાઈલ મશીનરીની ખરીદી અને નવા મૂડી રોકાણ ઉપર બ્રેક મારવી હિતાવહ છે.