//યાર્નબજાર ઠંડુગાર, કોમોડીટી ગ્રે જાતો તળીયાનાં ભાવે, ફેન્સીમાં માંગ નથી, પૈસાનાં અભાવે બ્રેક

યાર્નબજાર ઠંડુગાર, કોમોડીટી ગ્રે જાતો તળીયાનાં ભાવે, ફેન્સીમાં માંગ નથી, પૈસાનાં અભાવે બ્રેક

Share

દેશભરમાં ભારે વર્ષા પૂરની પરિસ્થિતિ વચ્ચે સાઉથ, નોર્થનાં કાપડ બજારો ઠપ્પ, દિવાળીની ચમક ઝાંખી રહેવાનો અંદેશો

સુરત,
સામાન્ય રીતે ઓગષ્ટ મહિનામાં સ્થાનિક્ કાપડ વિવિંગ, યાર્નબજાર કે કાપડ વેપારીઓ અને પ્રોસેસીંગ ક્ષેત્રો માટે ભારે કામકાજ, તેજી અને લાવલાવનાં રહેતાં હોય છે. તેનાં સ્થાને સમગ્ર કાપડ બિઝનેસ વેલ્યુ ચેઈનમાં કામકાજ સાવ પાંખા છે. અગાઉ રમઝાન અને રક્ષાબંધનની સિઝનનો લગભગ નિષ્ફળ રહી છે અને હવે દિવાળી આડે ગણત્રીનો સમય બાકી રહયો છે ત્યારે જે ધરાકી દેખાય છે તે પણ બહુ પાંખી અને ફીક્કી છે આ જોતાં સમગ્ર ઉઘોગમાં આવનાર દિવાળી કેવી રહેશે તે વિશે ધણાં તર્કવિતર્ક અને ચિંતા જોવા મળી રહી છે. સમગ્ર કાપડ ઉઘોગમાં તીવ્ર નાણાંભીડનો માહોલ છે જેનાં લીધે સૌ કોઈ કામકાજ ધટાડવા પણ મજબૂર થયાં છે. સૌ કોઈ ઈચ્છે કે સરકાર મધ્યસ્થી કરીને કાપડ ઉઘોગમાં આઈટીસી રીફંડ અને બાકી નીકળતી ઉઘોગકારોની સબસીડી અંદાજીત રૂા. પંદરસો કરોડની રકમ એકદમ છૂટી કરે તો કાપડ ઉઘોગની વેલ્યુ ચેઈનમાં મોટી રમક ઠલવાય અને તેનાં ઉઘોગને મોટી મદદ મળી શકે છે.

સાદી લૂમ્સ અને કોમોડીટી ગ્રે કાપડઃ
હાલમાં સાદી કોમોડીટી ચાલુ રનિંગ સસ્તી સાડીઓનાં કાપડનું વિવિંગ કરતાં બહુમતિ વિવર્સ પચાસ પૈસાનાં નફોમાં કામકાજ કરી રહયાં છે પરંતુ અગાઉ તેમને રૂપિયા ત્રણથી ચાર જેવી તગડી કમાણી થઈ છે એટલે સૌ શાંતીથી કામકાજ કરી રહયાં છે. અને બુમાબુમ સંભળાતી નથી. આજની તારીખમાં સુરતમાં સૌથી વધુ વણાતી રેનિયલ, દાણી, રશિનય અને દુપટ્ટાની ધણી જાતોમાં નફો ખૂબજ સંકોચાવા લાગ્યો છે. પરંતુ જેમજેમ સમય પસાર થાય છે તેમતેમ તેમનું મળતર ધટી રહયું છે જે ચિંતાનો વિષય છે. જે ગ્રે વેરાઈટીઓને સાદી પાવરલૂમ્સવાળા ફેન્સી વેરાયટી ગણે છે તેવી ૬૦ ગ્રામ પોલીયેસ્ટર, રંગોળી, બ્લેક રંગોળી, ટર્કી શિફોન સાડીઓ માટે તો ઓગષ્ટનો સમય તેજી અને લાવલાવનો હોય ત્યાં આજે તેની ઙરાકી નથી એ નિશંક ચિંતાનો વિષય છે. જો તેમાં તત્કાળ માંગ ન નીકળે તો દિવાળીનાં તહેવારને મોટી અસર થશે.