//ચૂંટણીનું રીઝલ્ટ આવતાં જ સ્પીનરોએ યાર્નના ભાવમાં કિલોએ ૪થી ૫ રૂપિયા વધારી દીધા

ચૂંટણીનું રીઝલ્ટ આવતાં જ સ્પીનરોએ યાર્નના ભાવમાં કિલોએ ૪થી ૫ રૂપિયા વધારી દીધા

Share

સુરત,
પヘમિ, ઉત્તર અને દક્ષિણ ભારતમાં રમઝાન ઇદની તૈયારી ચાલી રહી છે બીજી તરફ દક્ષિણ ભારતમાં આડીના પર્વની ખરીદી પણ ચાલી રહી છે. તે દરમ્યાન ૨૦૧૯ની લોકસભાની ચુંટણીમાં “ફિર એકબાર મોદી સરકાર’ દેખાતા ફ્રન્ટ લાઇનર સ્પીનરોને યાર્નના ભાવ વધારવાનો મોકો મળી ગયો હતો. ખાસ કરીને એફડીવાયના તમામ ડેનીયરમાં ૪થી ૫ રૂપિયાનો ભાવ વધારો કિલો યાર્ને કરવામાં આવ્યો હતો. ભારતની સૌથી મોટી યાર્ન ઉત્પાદક કંપનીએ ૫૦/૩૬ બ્રાઇટમાં સીધા ૩ રૂપિયા, ૪૦/૧૮ બ્રાઇટમાં સીધા ૨ રૂપિયા ભાવ વધારી દીધો હતો. એવી જ રીતે સેકન્ડ લાઇન સ્પીનરોએ એફડીવાયના જુદા જુદા ડેનીયરમાં ૨થી ૫ રૂપિયાનો ભાવ વધારો ઝીંકયો હતો. જેને લઇને એક વાત નિヘતિ બની હતી કે મોદી સરકાર બહુમતથી આવી રહી છે અને સરકારની નજીકની યાર્ન ઉત્પાદક કંપનીઓને આગામી દિવસોમાં હજી મોટા લાભ થશે. તથા ટેક્સટાઇલ પોલિસીમાં અને જીએસટીમાં ફેરફાર થવાની આશા પણ આ ભાવ વધારામાં જોવા મળી હતી.
લોકસભાની ચુંટણી અને વતનમાં ખેતી તથા લગ્નસરાની સીઝન હોવાથી વિવિંગ અને પ્રોસેસીંગમાં ૩૦ ટકા કારીગરોની ધટ છે. એક પાળી કામ બંધ છે. પરંતુ હવે ચુંટણી પુરી થતા કારીગરો પરત આવશે અને ફરી ઓવર પ્રોડકશનની સ્થિતિ ઉભી થાય તે પહેલા સ્પીનર્સોએ ભાવ વધારો કરી નફો ખેંચવાનો પ્રયાસ કર્યો છે.